________________
સિદ્ધાર્થકૃતા ત્રિશલાદોહદ પૂર્તિા
મૂળને અથ– તાઇ રે રિજે” ઈત્યાદિ. ત્યારબાદ સિદ્ધાર્થ રાજાએ જયાં ત્રિશલા ક્ષત્રિયાણી પર્દીની પાછળ બેઠી હતી, ત્યાં જઈને ત્રિશલા ક્ષત્રિયાણીને સ્વપ્ન પાઠકના મુખે સાંભળેલું બધું ફળ કહ્યું. ત્યારે તે ત્રિશલા ક્ષત્રિયાણ એ અર્થને સાંભળીને તથા સમજીને હર્ષ તથા સંતોષ પામી. સિદ્ધાર્થ રાજાની આજ્ઞા લઈને, તે ભદ્રાસન પરથી ઉઠીને ત્વરે વિનાનીચપળતા વિનાની, રાજહંસી જેવી સંભ્રમરહિત ગતિથી જ્યાં પિતાનું ભવન હતું ત્યાં ગઈ અને પોતાના ભવનમાં પ્રવેશ કર્યો.
ત્યાર બાદ બે માસ પસાર થતાં, જ્યારે ત્રીજો માસ ચાલતું હતું ત્યારે ત્રિશલાદેવીને દેહદને સમય થતાં આ પ્રમાણે દેહદ ઉત્પન્ન થયે-તે માતાઓ ધન્ય છે, પુન્યશાળી છે, કૃતાર્થ છે, કૃતપુન્ય છે, સફળ લક્ષણવાળી છે, સફળ વૈભવવાની છે, તેમણે જે મનુષ્યજન્મ અને જીવન મેળવ્યાં તે સાર્થક છે, જે મુખ પર દોરા સાથેની મુહપત્તી બાંધીને, તથા હાથમાં પૂંજણી લઈને તથા તે પ્રમાણેના મુખ પર દોરા સાથેની મુહપત્તી બાંધેલ તથા રજોહરણ આદિ ઉપકરણ ધારણ કરનાર શ્રમણ નિર્ચન્થોની પાસે પોતાના પતિની સાથે ધર્મોપદેશ સાંભળતી, સામાયિક-પ્રતિક્રમણ કરતી, સાધમઓની સેવા કરતી, તથા તે પ્રકારના શ્રમણ નિગ્રંથને નિર્દોષ આહારાદિક દાન દેતી પિતાના દેહદને પૂર્ણ કરે છે. જેને હું પણ સિદ્ધાર્થ રાજાની સાથે એ જ પ્રમાણે રહીને દેહદ પૂર્ણ કરૂં તે ઘણું સારું.
ત્યાર બાદ રાજા સિદ્ધાર્થે ત્રિશલા ક્ષત્રિયાણીના આ પ્રકારના દોહદને જાણીને તે જ પ્રમાણે તે પૂરો કર્યો. આ પ્રમાણે ત્રિશલાદેવીના વાસ સ્થાનેના વિષયમાં બધા દેહદે રાજા સિદ્ધાર્થે વારંવાર પૂરા કર્યા.
ત્યારે ત્રિશલા ક્ષત્રિયાણી, તે દોહદો પૂરા થતાં પૂર્ણ દેહદવાળી થઈ ગયાં, સારી રીતે પૂર્ણ દેહદવાળી થઈ ગયાં. દેહદરહિત થઈ ગયાં. તેના દેહદ સત્કારિત અને સન્માનિત થઈ ગયાં. તે, તે ગર્ભની અનુકંપાથી યતનાપૂર્વક ઊભાં થતાં, યતનાપૂર્વક બેસતાં, અને યતનાપૂર્વક સૂતાં હતાં. તે ન વધુ ઠંડે, ન વધુ ગરમ, ન વધુ તીખે ન વધુ કડવો, ન વધુ ખાટે, ન વધુ મીઠ, ન વધુ ચીકણે, ન વધુ લખે, ન વધુ ભીને અને ન વધુ સૂકે એ આહાર લેતાં હતાં. વધારે શું કહીયે? જે આહાર તે ગર્ભને માટે હિત, મિત, પચ્ય હાય, પિષક હોય, દેશકાળને અનુકૂળ હોય એ જ આહાર લેતાં હતાં. વધારે ચિન્તા કરતાં નહીં ઝાઝો શોક કરતાં નહીં, વધારે દીનતા બતાવતાં નહીં, ઝાઝે મોહ કરતાં નહીં, વધારે ભય રાખતાં નહીં, વધુ ઉદ્વેગ કરતાં નહીં, વધારે પડતાં ભજન, આચ્છાદન, ગંધ, માળા અને અલંકારોનું સેવન કરતાં નહીં. તે સુખપૂર્વક તે ગર્ભનું વહન કરવા લાગ્યાં. (સૂ૦ ૫૧)
ટીકાને અર્થ_RT જ ર સિદ્ધર ઈત્યાદિ. સ્વપ્ન પાઠકેને વિદાય કર્યા પછી જે સ્થાન પર ત્રિશલાદેવી પર્દાની પાછળ બેઠાં હતાં, ત્યાં જઈને રાજા સિદ્ધાર્થે ત્રિશલાદેવીને સ્વપ્ન પાઠકનાં મુખથી સાંભળેલું પૂરેપૂરું સ્વપ્નફળ સંભળાવ્યું. રાજા સિદ્ધાર્થના મુખે તે સાંભળીને તથા સમજીને ત્રિશલા ક્ષત્રિયાણી હષ અને સંતોષ પામ્યાં. સિદ્ધાર્થ રાજાની આજ્ઞા લઈને તે ભદ્રાસન પરથી ઉભાં થયાં અને ત્વરા (ઉતાવળ) તથા ચપળતાથી રહિત, અસંલાન્ત અને રાજહંસી જેવી ગંભીર ગતિથી જ્યાં પિતાનું ભવન હતું, ત્યાં પહોંચ્યાં અને પિતાના ભવનમાં પ્રવેશ કર્યો.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૬૫.