________________
હોય, તેમાં કોઈ પુરુષના પ્રવેશવાથી એક દ્રોણપરિમિત પાણી બહાર નીકળી જાય તેા માનવું કે તે પુરુષ માને પેત છે, ઉર્ધ્વમાનને ઉન્માન કહે છે. અથવા અર્ધાંભારરૂપ પરિમાણને ઉન્માન કહે છે. પૂરાં માપને પ્રમાણ કહે છે. અથવા પેાતાની આંગળીએથી એકસા આઠ ૧૦૮ આંગળીની ઊંચાઈને પ્રમાણ કહે છે.
જેમના વડે પ્રાણી એળખી શકાય, તે માથાથી લઈને પગ સુધીના અવયવેાને અંગ કહે છે. જેનાં અંગ અને ઉપાંગ ચેગ્ય રીતે બન્યા હોય તે સુજાત કહેવાય છે. ભાવા એ કે તે ખાળક માન, ઉન્માન, તથા પ્રમાણથી યુક્ત તથા સુજાત અને સર્વાંગ સુંદર શરીરવાળે થશે.
તે ચન્દ્રમાના જેવા સૌમ્ય-રમણીય-જૈનારાઓનાં નેત્રાને આનંદ ઉત્પન્ન કરનાર સ્વરૂપ વાળા હશે. ક્રમનીય હશે અને દેખતાં પ્રિય લાગશે. એ બધી વિશેષતાઓ વાળા હેાવાને કારણે તે સુરૂપ-સર્વોત્કૃષ્ટ રૂપલાવણ્યથી વિભૂષિત થશે. એવા પુત્રના તમે જન્મ આપશેા. (સૂ૦ ૩૦)
ગજ સ્વપ્નફલમ્ ।
સ્વપ્નાનુ વિશેષ ફળ
મૂળ અને ટીકાના અર્થ—“તત્ત્વ લજી” ઇત્યાદિ એ ચૌદ મહાસ્વપ્નામાંથી દરેક મહાસ્વપ્નનું આ વિશેષ ફળ મળશે. તે આ પ્રમાણે—
૧-ચાર દાંતવાળા ગજસ્વપ્નનું ફળ
“કૃતિનુંળાં ” ઇત્યાદિ ૧) ચાર દાંતવાળા ઇન્તી (હાથી)ને જોવાથી તે બાળક શૂરવીર અને પરાક્રમી થશે. જેમ હાથી પેાતાના દંતશૂળા વડે નદીકિનારાનાં વૃક્ષાને ઉખાડી નાખે છે. એજ રીતે તે વિપુલ તપસ્યા વડે મહાન વારૂપ કષાયેાના સમૂહને નાશ કરશે. (૨) જેમ હાથી લતાએના સમૂહને ઉખાડીને ફેંકી દે છે, તેજ પ્રમાણે તે વ્રતી વીર ઉગ્ર તપસ્યાથી નરક, તિર્યંચ, મનુષ્ય, અને ધ્રુવ ગતિયેામાં ભમવાની પર પરાના અન્ત લાવશે. (૩) જેમ પેાતાની આગેવાની પ્રગટ કરનાર અને સમરાંગણમાં પરાક્રમ બતાવનાર ગજરાજ ચાર દંતશૂળા બતાવે છે, એજ પ્રમાણે અત્યંત પ્રભાવશાળી દાન, શીલ, તપ, અને ભાવ, એ ચારભેદોથી ભિન્ન ચાર પ્રકારના ધર્મને બાર પ્રકારની પરિષદમાં બતાવશે. (૪) જેમ દિગ્ગજ ચારે દિશાઓને પેાતાને આધીન કરે છે, એજ પ્રમાણે ગ્લાનિ રહિત ભાવથી શ્રુત–ચારિત્રરૂપ ધર્માંનું નિરૂપણ કરીને તે પણ ચારે દિશાઓને પેાતાને આધીન કરશે ાસૢ૦ ૩૧।
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૪૪