________________
પા સરોવર સ્વપ્ન વર્ણનમાં
૧૦–પદમ સરોવરનું સ્વપ્ન. મૂલનો અર્થ–“તો કુળ ના શીળીન” ઈત્યાદિ. તે સ્વપ્નના અનુભવ બાદ, દશમા સ્વપ્ન તેમણે શ્રેષ્ઠપઘસરોવર જોયું.
આ સરોવરમાં, પાતળા જાડાં, હલકા, ભારે, શાલ, કુલ, રાજીવ, કાચવા વિગેરે જલચર છે તેનું પાણી પી રહ્યા હતાં.
આ સરોવરમાં, પવનથી ઉત્પન્ન થયેલી લહેરી, લહેરાઈ રહી હતી. આ સરોવર, કહલા (એક પ્રકારનું સુગંધી વેત કમલ), હલ્લક એટલે લાલરંગી કમલ, કુવલય, ઈન્દીવર, કૈરવ, પુંડરીક કેકનદ વિગેરે કમલેથી સુશોભિત લાગતું.
સૂર્યના તેજસ્વી કિરણના પ્રભાવે ખિલેલા કમલોના કેશરાઓમાંથી, અતિશય સુગંધિત પરાગકણે કરી રહ્યાં હતાં. આ પરાગકણાના રંગ લાલ-પીળા હોવાથી, સરોવરનું પાણી, લાલ-પીળા રંગનું દેખાતું.
પુષ્પને પરાગ ઘણે સુંદર અને સુગંધિત હોવાથી ભમરાઓના ટોળે-ટોળા પુપેની આસપાસ ગુંજારવ કરી રહ્યાં હતા.
આ તળાવના કિનારે, વિવિધ પ્રકારના પક્ષીઓ આવાગમન કરી રહ્યાં હતાં. કમલિનીના પત્ર પર બાઝી ગયેલાં પાણીના બિંદુઓ મોતી અને તારા સમાન જણાતાં હતાં. આ સરોવર એક મહાન સાગર જેવું જોવામાં આવતું. કમલોથી તેની શોભામાં વૃદ્ધિ થતી હતી.
સંપૂર્ણ શેલાવાળા કલહસે, રાજહશે, બાલહસે, અને ચકવાઓ, તેમ જ સારસ પક્ષીના જોડલાં, આ સરોવરમાં કલ્લોલ કરતાં હતાં. ત્યાં અનેક દેવ દેવીઓના જોડલાં જે ક્રીડા કરી રહ્યાં હતાં તેને કારણે તેમાં લહેર ઉછળી રહી હતી.
આ સરોવર, જોનારના મન અને નેત્રોને આનંદ આપનારું હતું. આ સરવરે પિતાની પ્રભાથી બીજા બધા સરેવરને તિરસ્કૃત કરી દીધાં હતાં.
આ સરોવરમાં સર્વશ્રેષ્ઠ પમે-કમને વાસ હોવાથી તે “પદ્મસાવર” તરીકે ઓળખાતું. એવું પદ્મ. સરોવર ત્રિશલા રાણીએ દસમાં સ્વપ્નમાં જોયું. (સૂ૦૨૪)
ટીકાને અર્થો ન રીજવા ઈત્યાદિ. પૂર્ણ કળશનું સ્વપ્ન જોયા પછી દસમાં સ્વપ્નામાં ત્રિશલાદેવીએ પદ્મસરોવર જોયું. તે સરવર કેવું હતું? તે કહે છે.
દુબળાં અને જાડાં પાઠીન, મદ્ગુર, શાલ, શકુલ, રાજીવ તથા ૨હિત આદિ માછલાં તથા મગર, ગ્રાહ,
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૬