________________
ધ્વજ સ્વપ્ન વર્ણનમાં
૮–દવજાનું સ્વપ્ન મૂળનો અર્થ—‘ત્તો [ સા ૪જ' ઇત્યાદિ. સૂર્યના સ્વપ્ન બાદ, ત્રિશલા રાણીએ, સુવર્ણના ઉત્તમ ડાંડા પર રહેલી ભાથી યુક્ત, શ્વેતકમળ જેવી ધ્વજા જોઈ.
આ “ ધ્વજા’ ચંદ્રના કિરણે જેવી વેત અને નિર્મળ હતી. ડાંડાના ઉપરના ભાગમાં સ્થિત હતી. જેમ આકાશને ભેદી નાખવા સિંહ તૈયાર થયું હોય અને તે વખતનું જેવું તેનું વિકરાળ રૂપ પ્રદર્શિત થતું હોય તેવા સિંહનું ચિત્ર આ ધ્વજામાં આલેખાયું હતું.
આ “વજા' શીતળ મંદ અને સુગંધિત વાયુના લેરખડાંથી ફરક-ફરક થઈ રહી હતી. તેની ઉંચાઈ આકાશપ્રદેશને સ્પર્શ કરે તેવી હતી. આ “દવજા’ને જોતાં જ, નયને નાચી ઉઠે તેવી તે સુંદરતાથી ભરેલી હતી.
લાલ, લીલા, પીળા અને સફેદ રંગના મોરના પીંછાથી તેને અગ્રભાગ ચિતરાયેલો હતે. આ દવાની ચારે તરફ, સુગંધિત પુષ્પોની માળાઓ લટકી રહી હતી. આવા ગુણો-યુક્ત ધ્વજાનું સ્વપ્ન, ત્રિશલા રાણીએ, અનુભવ્યું. (સૂ૦૨૨).
ટીકાને અર્થ—‘તો પુજા ના મંજ' ઈત્યાદિ. સૂર્યનું સ્વપ્ન જોયાં પછી આઠમાં સ્વપ્નામાં ત્રિશલા દેવીએ ધ્વજા (પતાકા) જોઈ. તે કેવી હતી? તે કહે છે –
તે દવા શ્રેષ્ઠ સોનાના દંડ પર અવલમ્બિત હતી. ઘણી જ ઉત્તમ ભાવાળી હતી. વિકસિત વેતકમળ, ચકચકિત ચાંદીના પર્વતના શિખર, ચન્દ્રમાના કિરણ અને વેત સુવર્ણના જેવી સફેદ, મસ્તક પર રહેલ સુંદર તથા જાણે આકાશ મંડળને ભેદવાને માટે તૈયાર થયેલ સિંહનાં ચિહ્ન વડે શોભાયમાન હતી. શીતળ, મંદ-મંદ વાતા, સુગંધવાળા પવનના કોમળ સ્પર્શથી ફરફરતી હતી. આકાશ-તળનો સ્પર્શ કરતી હતી. જેનારા લોકોના નયનને આનંદદાયી હતી. અતિશય આનંદરૂપ હતી, એટલે કે તે હદયને આનંદ દેનારી હતી. તેને અગ્રભાગ એ ધ્વ દરેલાં નીલા રંગનાં લાલ રંગના પીળા રંગનાં. અને વેત રંગનાં કોમળ અને સુશોભિત મોરનાં પીછાઓ વડે અત્યન્ત રમણીય હતે. તેની ચારે તરફ વિવિધ જાતના સુગંધીદાર ફૂલોની માળાઓ લટકતી હતી. (સૂ૦૨૨)
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૪