________________
નિર્મલ-મલ વગરનો હતો, એટલે કઈ પણ પ્રકારની મલિનતા વિનાને હોવાથી ઉત્તમ દેખાતે. પૂર્ણિમાને દિવસે સોળે કળાએથી વિકસિત થતાં ચંદ્રમા જે આ “ચંદ્રમા’ દેખાતે. દિશાઓમાં વ્યાપેલાં અંધકારને, ઘોળીને પી જનારો હોવાથી તેના પેટાળમાં શ્યામચિહ ચળકાટ મારતું હતું. સાગરના મેજાઓને ઉછાળી ઉછાળીને નીચે પટકતો એ હતો. વર્ષ, માસ, દિવસ વિગેરેનું જેનાથી વિધાન થાય છે તેવો તે હતે. નક્ષત્રોના સમૂહને નેતા હતો. અહનિરશ જેનાથી અમૃત ઝરે છે એવા “પૂર્ણ ચંદ્રમા' ને ત્રિશલા રાણીએ જોયો. (સૂ) ૨૦)
ટીકાને અર્થ– તમો નુ સા' ઈત્યાદિ પુષ્પમાળાન યુગલને જોયા પછી છઠા સ્વપ્નમાં ત્રિશલા દેવીએ પૂર્ણ ચન્દ્રમાને છે. પૂર્ણ ચન્દ્રમાં કે તે તે કહે છે–
તે પૂર્ણચન્દ્ર ગાયના દૂધ, પાણીનાં ફીણ, ચાંદીના ઘડા તથા કુન્દનાં ફૂલ જેવા સફેદ રંગનો હતો. ચકેર એટલે કે ચન્દ્રમાના વિરહથી દુઃખી થનારાં પક્ષીઓનાં મનને પ્રસન્ન કરનારે હતો. બધા લોકોની આંખોને આનંદ દેનારો હતે. દિશારૂપી સ્ત્રીનાં દર્પણ જે હતે. ધવલ-કમળો એટલે કે કુમુદનાં પાનને પ્રફુલિત કરનારી કળાવાળે હતો. તે કારણે તે કમદાના સમૂહને વિકસિત કરનારે હતો. રાત્રિની સુષમામાં (પરમ શોભામાં) અત્યન્ત વૃદ્ધિ કરનારે હતે, ચકચકિત ચાંદીના પર્વતના શિખર જે નિર્મળ હતા, કલધીત એટલે કે વેત રંગનાં સોનાનાં જેવા સ્વચ્છ હતો. શુકલપક્ષ અને કશુપક્ષ એ બન્નેની મધ્યમાં આવતા પૂર્ણિમાના દિવસે પ્રકાશિત થનારી પૂર્ણ કળાઓ વાળે હતે. દિશાઓના સમૂહમાં છવાયેલા ઘાડા અંધકારને પૂર્ણ રીતે પી જવાને કારણે ઉદરમાં પેદા થયેલાં અંદર શ્યામ રંગનાં ચિહવાળે હતો. સાગરના અત્યન્ત તરલ તરંગાને ઉછાળનાર હતે. વર્ષ, માસ, પખવાડીયું, સપ્તાહ, દિન, રાત આદિનું પ્રમાણ કરનારે એટલે કે ચાન્દ્ર વર્ષ, માસ આદિના વિભાગ કરનારે હતે. નક્ષત્રનો નાયક-સ્વામી હતો. અમૃત વર્ષાવનારો હતે. આ પ્રકારના વિકસિત પૂર્ણચન્દ્રમા–સોળે કળાવાળા નિશાકરને જોયો. (સૂ) ૨૦)
સૂર્ય સ્વપ્ન વર્ણનમ્
૭ સૂર્યનું સ્વપ્ન ગુજ શr rષા' ઇત્યાદિ. “ચન્દ્રને સાક્ષાત્ સ્વરૂપમાં જોયા બાદ, ત્રિશલા રાણીએ, સૂર્યને
મૂળનો અર્થ
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૩૨