________________
સિંહસ્વપ્ન વર્ણનમ
૩-સિહ સ્વપ્ન મૂળ અર્થ— તો gr ઈત્યાદિ. ત્યારબાદ, ત્રિશલા દેવીએ, સ્વપ્નમાં, સિંહને જોયો. તે કેવું હતું? તે કહે છે કે, જળબિન્દુસમાન, કુન્દના ફૂલ જેવો અને ચન્દ્રમા, હિમ, ગાયના દૂધ સમાન ઉજળો હતે.
તેના પંજા સુંદર, દર્શનીય, સ્થિર, અને ખૂબ ‘લાલપ’વાળાં હતાં. તેનું મોઢું, ઉત્તમ દાઢી, જડબા અને દાઢેથી યુક્ત હતું. તેના હેઠ કમળસમાન કમળ, અને લાલ રંગના હતાં. તેની જીભ કેશુડાના ફૂલ જેવી લાલધમ પલાશપપ સમાન ચળકાટવાળી, લપલપતી લાંબી, અને તીણી હતી. તેના નેત્રો, સનીની સેનું ગાળવાની ધધકતી કૂડી સમાન હતાં, તથા ગોળ અને ચમકદાર હતાં. તે સિંહ પાતળી કમરવાળો હતો. તેની જાંઘ વિશાળ, સ્થૂલ, અને ઘટાદાર હતી. ખાંધ માંસથી ભરપૂર હતી. ગરદન અત્યંત નરમ, શેહામણી અને ચમકદાર કેશ–વાળેથી યુકત હતી. તેનું પૂછડુ ગોળાકાર, છેડા૫ર દટ્ટાવાળું, અને હલન-ચલનવાળું હતું. નખ ઘણા તીણુ અને લલાશથી ભરેલાં હતાં. તે જ્યારે કૂદતે ત્યારે, લાલિત્ય અને કલામય લાગતે.
આકાશમાંથી કૂદતાં ઉપરોકત ગુણોવાળે સિંહને પિતાના મોઢામાં પ્રવેશ કરતે, ત્રિશલારાણીએ જે. (સૂ૦૧૭)
ટીકાને અથ–“તો pm ar'ઈત્યાદિ. વૃષભનું સ્વપ્ન જોયાં પછી ત્રિશલાદેવીએ ત્રીજા સ્વપ્નમાં સિંહને જોયો. તે સિંહ કેવો હતું તે બતાવે છે - તે સિંહ જળના બિન્દુઓ, કુન્દનાલે, ચન્દ્રમા,હિમ, ગાયના દૂધ, મોતીઓના હાર, તથા સૂકમ જળકના જેવા અત્યન્ત વેત રંગને હતો. તેનાં બન્ને પંજા રમણીય, દર્શનીય, સ્થિર અને ઘણાજ સુંવાળા હતા. સ્થળ, એક બીજી સાથે જોડાયેલી, ઉત્તમ, વાંકી, અને તીણી દાઢવાળું મેં હતું. તેના હોઠ નિર્મળ કમળ જેવાં કમળ, મનહર અને લાલ રંગના હતા. જીભ જપાનાં ફૂલ તથા પલાશનાં ફૂલ અથવા જ પાનાં ફૂલ અને પાનના જેવી તથા મહાવર (અલતા)ના જેવી લાલ, કમળની પાંખડી જેવી કે મળ, ચંચળ, લાંબી, લાળવાળી, અને ચપળ હતી. બન્ને આંખો સળગતી આગની વચ્ચે રહેલ મૂષા એટલે કે સેનાને ગાળવાના માટીના પાત્રમાં સુંદર અને ચકાકાર ફરતા નિર્મળ સેનાના ટુકડા જેવી, ગળાકાર, સ્વચ્છ અને વિજળીના જેવી ચળકતી હતી. તેની કટિ (કમર) પાતળી હતી અને જાડઘે વિશાળ, સ્થળ અને સુંદર હતી. તેના ઔધે ભરાવદાર, વિશાળ અને મનહર હતા. ડોક-કમળ, ઘણા બારીક, સુંવાળા, સુંદર અને લાંબા વાળવાળી (કેશવાળી ) હતી. તેની પૂંછડી ગોળ વાળેલી હતી, ઊંચી ઉઠાવેલી હતી, ઘણીજ લાંબી હતી અને ડોલતી હતી. તેના નખનો અગ્રભાગ અતિશય તીણ હતા. તે પણ તે સિંહમાં ક્રૂરતા ન હતી. તે દેખાવે સૌમ્ય હતું. તેની છલાંગ લીલાયુક્ત તથા સુંદર હતી.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૨૭