________________
કમળા, ફૂલ વિનાની વેલેા, પદ્મનાગ. અશેક, ચંપા, આમ્ર, વાસન્તી, અતિમુક્તક તથા કુન્દ આદિ ફૂલવાળી લતાએ તથા સુંદર સુંદર પુષ્પાના ચિત્રોથો સુોભિત હતી. મંગળ-સૂચક સુંદર સેાનાના કળશેામાં પુજીકૃત (ઘણાં એકત્ર કરેલા) તથા પરાગવાળાં કમળેથી ભવનનેા દ્વારભાગ શાભતા હતા. સેનાના દેરામાં ગુ'થેલી તથા મણુિએ અને મેાતીએથી મનને હરી લેનારી લટકતી માળાએ દ્વારની શાભા વધારતી હતી. તે ભવન સુગંધી સુંદર પુષ્પના જેવી કેમલ ખૂબ સુંવાળી અને સુંદર રચનાવાળી શય્યા વડે શાભતું હતું. સ્મરણુ કરનારૂ ચિત્ત અને સંકલ્પવિકલ્પ કરનારૂ મન કહેવાય છે. તે રાજભવન ચિત્ત અને મન બન્નેમાં ચમત્કાર ઉત્પન્ન કરનારૂ હતુ. કપૂર અને લવિંગ, મલય પર્વત પર ઉત્પન્ન થતું ચન્દન–શ્રીખંડ, કૃષ્ણાગુરુ (કાળા અગર)–એક સુગંધિ દ્રવ્ય, કુન્દુરુક્કો એક સુગંધિ દ્રવ્ય છે. તુરુજીને સિલક પણ કહે છે તે લેામાન' નામથી પ્રસિદ્ધ છે. અનેક સુગંધિદાર વસ્તુઓના મિશ્રણથી બનેલ દશાંગ આદિ ધૂપ કહેવાય છે, જેની ગંધ વિલક્ષણ પ્રકારની હોય છે. એ બધાં-કપૂરથી લઈને ધૂપ સુધીના સુગધિ દ્રબ્યાથી ઉત્પન્ન થયેલ સુગંધ વડે મધમધાતી ગંધથી તે ભવન મનેહર લાગતુ હતુ.. બધી સુગધામાં શ્રેષ્ઠ સુગંધ ત્યાં મહેકી રહી હતી. તે સુગન્ધિત-દ્રવ્યેાની શુટિકા સમાન એટલે કે અત્યન્ત સુગધીદાર હતું. વૈડૂ આદિ મણીઓના સમૂહનાં કિરણેાએ ત્યાંના અંધકારને દૂર કરી નાખ્યા હતા. શ્વેત આદિ પાંચ રંગોના રત્ના વડે સુથેાલિત હતું. અગ્નિમાં સળગાવતા ગ્રૂપમાંથી ધૂમાડાના જે પટલ-સમૂહ ઉત્પન્ન થતા હતા તેના વડે તે મેઘ જેવું સુંદર લાગતું હતુ`. વિલક્ષણ લાલ રંગના પ્રકાશરૂપી સુંદર વિજળીથી તે Àાભાયમાન હતુ. તેમાં શ્રુતિ-સુખદ (કાનેને સુખ ઉપળવનાર) મૃદંગના અવાજ થયા કરતા હતા. તેથી મેઘપટલન હોવા છતા પણ મૃદંગના ગંભીર અવાજ સાભળીને મયૂરાને મેઘને ભ્રમ થઇ જતેા હતેા, અને તેઓ નાચવા લાગતાં હતાં. ચન્દ્રમાના ઉદય થતા ચન્દ્રકાન્તમણિયા વડે જે જળસ્રોત ઉત્પન્ન થતાં હતાં તે જળ તે ભવનમાં હાજર હતું. સ્વસ્તિક, સ તાભદ્ર, નન્દ્રાવત્ત આદિ ભવન-કલાએ વડે તે સુંદર હતું, તેમ જ વધારે સુંદર હતું. પેાતાની શાભાથી દેવાના શ્રેષ્ઠ વિમાનને પણ તે મહાત કરતુ હતુ, એટલે કે તે દેવવમાન કરતાં પણ અત્યંત સુંદર હતુ. હેમંત આદિ ખધી (છએ) ઋતુમાં તે સુખદાયી હતું. તે ભવન, કલ્પી ન શકાય તથા વર્ણવી ન શકાય એવી વિપુલ ઋદ્ધિવાળું હતું અને પૂર્વોપાર્જિત પુણ્ય ધરાવનાર પુરુષોના નિવાસને માટે યેાગ્ય હતું.
આ શ્રેષ્ઠ રાજમહેલમાં ત્રિશલાદેવીએ જે શય્યા પર શયન કર્યું હતું તે શય્યાનું વર્ણન આપ્રકારે છે.
તે શય્યા શરીરપ્રમાણ ઉપધાનથી શાભાયમાન હતી. તેની બન્ને તરફ લેાહિતાક્ષ રત્નના તકિયા મૂકેલા હતા. કનપઢી મૂકવાને માટે સાનાના બનાવેલા ઉપધાન ( ગાલમસુરિયા) થી તે યુકત હતી. તેના ઉપર શરીરના માપના તકિયા રાખ્યા હતા. તેનેા માથાની તરને અને પાચેતની તરફના ભાગ ઊંચા હતા તેથી વચ્ચેના ભાગ કંઈક નીચા હતા. જેમ ગંગાના કિનારાની ઝીણી રેતીમાં પગ મૂકતાં પગ અંદર ખેંચી જાય છે. એ જ રીતે શય્યા પર પણ પગ મૂકતાં જ અંદર પેસી જતા. ભાષા એ કે તે શખ્યા ઘણી જ મુલાયમ હતી અને ઘણી જ કામળ હાવાથી ગંગાના કિનારાની રેતી જેવી હતી,
તથા તે શય્યા પર કસીદાના કામવાળા એક ક્ષૌમકૂલ ( કપાસ-રૂ, સૂતરનું અથવા અળસીનું અનાવેલુ વજ્ર) પાથરેલા હતા. તે શય્યા પર અસ્તરક (અસ્તર), મલક (એછાડ), નવત (પાથરવાનું ગરમ વસ્ત્ર), કુસકત (પાથરવાનું વસ્ત્ર), લિંબ ( ઘેટાના બચ્ચાની ઉનનું વસ્ત્ર) અને સિ ંહકેસર ( જટિલ કામળ-ગાલીચા) પાથરેલાં હતાં. અહીં “મા” થી લઈને હિક્ષ્ય' સુધીના શબ્દો દેશીય શબ્દો છે. તે બધા વર્ષોથી તે આચ્છાદિત હતી.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૧૨૪