________________
લેકનાથ– અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ કરાવી દેવામાં ભગવાનની વાણી નિમિત્તરૂપ છે તેથી તેઓ “લોકનાથ” તરીકે ઓળખાય છે.
લોકહિત–એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવનની રક્ષા માટે જેણે રસ્તા ઉઘાડી આપે છે માટે લોકહિત' પણ કહેલ છે.
લોકપ્રદીપ–ભવ્ય જીવોના સમૂહને અનાદિ મિથ્યાત્વભાવ દૂર કરી, “આત્મતત્વ' રૂપ દીપક બતાવ્યો તેથી તેઓ લોકમાં “દીપક સમાન છે. દીપક લોકેને સમાન પ્રકાશ અને તેજ આપે છે. છતાં તેનું સુખ અંધ માણસ લઈ શકતો નથી. ફક્ત દેખતે જ આદમી તે પ્રકાશને અનુભવી શકે છે. તેમ ભગવાનના ભાવથી, ભવ્ય જી આનંદ પ્રમાદ માણી શકે છે. અને બીજી તેના ભગવટા ને આનંદથી દૂર ભાગે છે. માટે જ ભવ્યને ઉદ્દેશીને જ “લેક’ શબ્દ લગાડવામાં આવ્યો છે.
લોકપ્રદ્યોતકર–કેવળજ્ઞાનરૂપી પ્રકાશથી સમસ્ત લોકાલોકને દેખી શકાય છે. એ વ્યુત્પત્તિ અનુસાર “લોક' શબ્દથી લોક અને અલોક બનેનું ગ્રહણ કરવામાં આવ્યું છે. લોક–અલોકરૂપ સર્વ પદાર્થોને પ્રકાશિત કરવાવાળા લોકપ્રદ્યોતકર” કહેવાય છે.
અભયદય–' ભય” ને અભાવ તે “અભય”. અભરૂપ આત્માની વિશિષ્ટ અવસ્થાને તેમ જ મેક્ષના હતરૂપ ઉત્કૃષ્ટ યંને “ અભય' કહે છે. “અભય” દેવાવાળા “અભયદય’ કહેવાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સર્વ જીને, સંકટથી દૂર કરવાવાળી અનુકંપા જેનામાં હોય તે, અભયદય કહેવાય છે.
ચક્ષુદ્દયજગતના સર્વ પદાર્થોને તેના વાસ્તવિક સ્વરૂપમાં ઓળખવાવાળું સાધન તે જ્ઞાન છે. આ જ્ઞાન ચક્ષ સમાન છે. આવા જ્ઞાનચક્ષુ આપનારને “ચક્ષુર્દય’ કહેવામાં આવે છે.
જેમ કેઈ એક જંગલમાં કે જ્યાં હરણ આદિ પશુઓ પિતાને વાસ કરી રહેતાં હોય, ત્યાં કોઈ લૂંટાર કઈ માણસની આંખો પર, પાટો બાંધી ઉંડી ખાઈમાં ગબડાવી દે, તેવામાં કઈ એક ઉપકારી સજા ઉખેડી દેખતે કરે, ને શહેરનો માર્ગ બતાવી તે માગે રવાના કરે, તે તે માણસ કેવા આનંદને પામે? તેમ સંસારરૂપી અરણ્યમાં રાગ-દ્વેષ રૂપી લુંટારાઓ દ્વારા જેનું આત્મિક ધન લૂંટાઈ ગયું છે અને જેના નેત્ર પર ગાઢ અજ્ઞાન અને મિથ્યાત્વ' ની છાયા ફરી વળી છે તેવા ભવ્યજીને જ્ઞાન-નેત્રના દેવાવાળા ભગવાન ચક્ષુદ્દય’ કહેવાય છે.
માર્ગદય–સમ્યકજ્ઞાન-દર્શન ચારિત્ર, આ ત્રણ રત્ન મુક્તિપંથના વિધાયક છે. આ પંથને બતાવનાર માર્ગદય” કહેવાય છે. અથવા આત્માની વિશિષ્ટ અવસ્થારૂપ “ક્ષાયિકભાવ” બતાવવાવાળા માર્ગદય' કહેવાય છે.
શરણદય–સંસારમાં સર્વ પ્રાણીઓ નિઃસહાય છે. દુ:ખના પ્રસંગે ઉપસ્થિત થયે કઈ કેઈનું ત્રાણ શરણ થતું નથી. પૂર્વકમના ઉદયે સૌ સુખ-દુઃખના આ ભેગેને ભગવે છે. અશુભના ઉદયે જીવ પિતાના પુરુષાર્થ અને જ્ઞાનની ઉણપને લીધે આકુલ-વ્યાકુલ થાય છે. તે આકુલતામાં કઈ રક્ષણ આપવા સમર્થ થતું નથી, તેવા સમયે ભગવાનનું શરણુ શાતામય નિવડે છે, માટે “શરણુદય' કહેવાય છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૧૪