________________
આવ્યું છે? ત્યારે તેમણે પિતાના અવધિજ્ઞાનનો ઉપયોગ કર્યો. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વ સમયના વૃત્તાન્તનું સ્મરણ થયું, ત્યારે તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યા, અહા ! આહત ધર્મને પ્રભાવ કેટલો બધો અદભૂત છે. એજ ધર્મના પ્રભાવથી મને આવી વિશાળ અને દિવ્ય દેવદ્ધિને લાભ મળ્યો છે, પ્રાપ્તિ થઈ છે, એ મારી સામે આવી છે. આ બધા દેવો એકત્ર થઈને મારા સેવકો થઈને અહીં આવ્યા છે. ”
તેજ સમયે આવેલા તે દેવે હાથ જોડીને આ પ્રમાણે કહેવા લાગ્યા. “હે સ્વામી ! હે જગદાનન્દ ! હે જગતમંગલ-જનન ! આપનો જય હે, આપને વિજય છે. આપ સુખપૂર્વક ચિરકાળ સુધી અહીં બિરાજે. આપ અમારાં સ્વામી છે, યશસ્વી અને રક્ષક છે. આ બધી દિવ્ય સંપત્તિ આપની જ છે.'
ત્યાર બાદ તે દેવ પિતાના સુંદર વિમાનમાં વિવિધ પ્રકારના દિવ્ય દેવ-ભેગેને ભગવે છે. આ રીતે તે દેવ ત્યાં વીસ સાગરોપમના આયુષ્ય સુધી, ભાવી તીર્થ કર થવાના હોવાથી નિર્મોહ-અનાસક્ત થઈને દેવકને સુખનો અનુભવ કરતાં ત્યાં રહ્યાં (સૂ૦૩૬)
ટીકાને અથ— i રે' ઈત્યાદિ. તેનન્દ મુનિ છવ્વીસમાં ભવમાં, પ્રાણત નામના દશમાં દેવલોકમાં પુત્તરાવસંતક નામનાં વિમાનમાં વીસ સાગરોપમનાં આયુષ્યવાળાં મહાન ઋદ્ધિ ધારણ કરનારા દેવરૂપે ઉત્પન્ન થયાં. ઉત્પત્તિના સમયે તે દેવનું સ્વરૂપ આ પ્રકારનું હતું તેમનું મસ્તક મુગટ વડે શોભાયમાન હતું. તેમના અને કાન કુંડળે વડે શોભાયમાન હતા. વક્ષસ્થળ પર લટકતે લાંબે હાર શેભતે હતે. મોતીઓની માળાઓ વડે તેમની ડેક વ્યાપ્ત હતી. તેમણે દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા હતાં. સફેદ વાદળામાં જેમ વિજળી દેદીપ્યમાન થાય છે, એ જ પ્રમાણે તેઓ દેદીપ્યમાન હતાં અને પલકારાં નહીં પડવાને કારણે સ્થિર મત્સ્ય-ન્યુગલનાં જેવાં લોચન–યુગલ (બન્ને નેત્રો ) ના ધારણ કરનાર હતાં.
આ વર્ણનને ભાવાર્થ એ છે કે દેવ જ્યારે ઉપપાત શયામાં ઉત્પન્ન થાય છે ત્યારે પૂર્વ કથિત વિશેષણ યુક્ત જ ઉત્પન્ન થાય છે.
- ઉપપાત-શયા પર તે દેવની ઉત્પત્તિને વખતે કલ્પવૃક્ષે ઉપરથી ફૂલેની વૃષ્ટિ થઈ. દુંદુભિઓના નાદથી દસે દિશાઓ ગાજી ઉઠી. બારીક જળબિન્દુઓની વર્ષા કરતી તથા નન્દન વનના કુલની રજને પિતાની સાથે લઈને શીતળ, મદ અને સુગંધિત વાયુ વાવા લાગ્યો. અહીં જાણવા જેવું એ છે કે દેવાની ઉત્પત્તિને વખતે આવું થાય છે.
ઉપપાત-શસ્યાની ઉપર પિતાનાં ઉપરનાં દેવદૂષ્ય વસ્ત્રને ખસેડીને જ્યારે દેવ બેઠાં ત્યારે અચાનક સામે ઉપસ્થિત વિમાનને, અને શરીર, આભૂષણ અને વસ્ત્રોની અનુપમ દીપ્તિ વડે દેદીપ્યમાન દેવોના સમૂહને જો. આ પ્રમાણે પિતાની મહાન ઋદ્ધિ જોઈને તે આશ્ચર્ય—ચક્તિ થઈ ગયાં, કારણ કે તેમણે આવી ઋદ્ધિ આ અગાઉ કદી પણ જોઈ ન હતી. તે તર્ક-વિતકમાં પડીને વિચાર કરવા લાગ્યા-આ સામે નજરે પડતા સમસ્ત વૈભવને લાભ મને
ક્યા તપ અને સંયમરૂપ ધર્મના પ્રભાવથી થયો? આ સહ કઈ રીતે મને અધીન થયાં? કેવી રીતે મારી પાસે આવીને ઉપગને યોગ્ય બન્યાં? આ પ્રમાણે વિચાર કર્યા પછી તે દેવે અવધિજ્ઞાનને ઉપયોગ કર્યો. એટલે કે અવધિજ્ઞાનથી જોયું. અવધિજ્ઞાનને ઉપયોગ કરતાં જ તેમને પિતાના પૂર્વભવના સમસ્ત વૃત્તાન્તનું સ્મરણ થઈ આવ્યું. પૂર્વભવના વૃત્તાન્તનું મરણ થતાં તે વિચાર કરવા લાગ્યાં, “ અહે! અહઃ ભગવાનના ધર્મને પ્રભાવ કેટલો બધો છે? એ ધર્મના પ્રભાવથી મને આવી ઉત્કટ, દિવ્ય દેવ-ઋદ્ધિને લાભ થયો છે, પ્રાપ્તિ થઈ છે, મારે અધીન થઈ છે, અને મારે ભોગવવા યોગ્ય થઈ છે અને આ સામે દેખાતા દેવ મારાં સેવક બન્યાં છે, એકત્ર થઈને મારી પાસે આવ્યાં છે.
શ્રી કલ્પ સૂત્ર: ૦૧
૧૦૦