________________
અન્ને ] ૮. આ જ્ઞાનાચારના ભાવાથ આ પ્રમાણે છે—
(૧) કાલ-એટલે અગ્યાર અંગ વિગેરેનું સાંભળવું, પઠન-પાર્ડન કરવુ' વગેરે માટે જે સમયની મર્યાદા આંધી હેાય તે સમયેજ તેનું અધ્યયન થઇ શકે, બીજા કાઇ સમયે નહિ. આ ‘કાલાચાર ' છે.
*
૨ વિનય-ગુરુની સેવા કરી. તેનું સન્માન કરી, તેને વંદના-નમસ્કાર કરીને, સૂત્ર-સિદ્ધાંતનું અધ્યયન કરવું જોઈએ. આ વિનયાચાર' છે
4
૩ બહુમાન-સૂત્ર અને તેના અથ તેમજ ભાવાર્થ માટે શિષ્યને ઘણું માન હોવુ... જોઇએ. સૂત્રનુ પઠન પાઠન, ભક્તિ અને બહુમાન-પૂર્વક થવું જોઇએ જેથી કરી જ્ઞાનની ધારા પ્રગટે, આ બહુમાનાચાર' છે. ૪ ઉપધાન-અંગ-ઉપાંગ રૂપ આગમને અભ્યાસ ચાલુ હોય તે દરમ્યાન શિષ્યે આયખિલ, ઉપવાસ, વિગયત્યાગ આદિ થઈ શકે તે પ્રકારની તપશ્ચર્યા કરવી જોઇએ. આથી સૂત્રનુ વાસ્તવિક જ્ઞાન પરિણમે છે. આ ‘ઉપધાનાચાર’ છે.
૧ અનિવ-જેની પાસે શાસ્ત્રના અભ્યાસ થયેા હોય, તેનું નામ ખાનગી ન રાખવું તેમજ ન છુપાવવું આ ‘અનિહવાચાર ' છે,
૬ સૂત્ર-મૂળપાઠ. ‘સૂત્ર’ એટલે સિદ્ધાંત કે આગમ અથવા સૂત્ર ગમે તે નામે ‘શાસ્ત્ર' ખેલાતુ હોય તે શાસ્ત્રના મૂલપાડને ‘સૂત્ર' થી સમેધવામાં આવે છે. તેનું સીખવું આ ‘સૂત્રાચાર’ છે.
(૭) અથ‘-સૂત્રના મૂલ પાઠના અર્થ સમજવા તે આ · અર્થાચાર છે.
(૮) તદ્રુભય-મૂલપાઠ અને તેના અથ શીખવા તે આ ‘તદુભયાચાર' છે.
આ આઠ જ્ઞાનાચારમાં સાધુ-સાધ્વીને દોષ આવવા સંભવ છે એમ જાણી નંદ અણુગારે અંતિમ સમયે તેનું આલેાચન કર્યું" ને પાપમાંથી મુક્ત થયાં.
(૨) નિઃશ ંકિત આદિ આઠ દનાચારની સ્પષ્ટતા આ પ્રમાણે છે.
(૧) નિઃશ ંકિત, (૨) નિષ્કાંક્ષિત, (૩) નિવિચિકિત્સા, [૪] અમૂઢષ્ટિ, (૫) ઉપબૃંહણ, [૬] સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, [૮] પ્રભાવના.
૧—નિઃશક્તિ એટલે વીતરાગ વાણીમાં કાઈપણ પ્રકારની શંકા લાવવી ન જોઈએ. કારણ જેણે રાગ અને દ્વેષ તથા વિકાર અને વિકૃતિભાવનાના સર્વથા ક્ષય કર્યો છે તેને કાંઇપણુ છુપાવવાના રહેતું નથી, તેથી જે ચેાગ્ય અને સ્થિત હોય તેજ દર્શાવે છે, માટે આવા આપ્ત પુરુષાના વચન, નિઃશ ંકપણે માનવા જોઇએ.
ર——નિષ્કાંક્ષિત' એટલે અન્ય દના તેમજ અન્ય ધર્મના ૫થાને ગ્રહણ કરવા ઈચ્છા ન કરવી તે.
શ્રી કલ્પ સૂત્ર : ૦૧
૯૦