________________
કેવલજ્ઞાન ભેદસ્ય કેવલ શબ્દસ્ય પર્યાયાણાં પર્યાયાર્થાનાં ચ વર્ણનમ્
(૧) પરિપૂર્ણ–આ જ્ઞાન સમસ્ત દ્રવ્ય અને તેમની સમસ્ત ત્રિકાળવર્તી પર્યાને જાણે છે તેથી તેને પરિપૂર્ણ કહેલ છે.
હૈ) સમક–જેમ એક જીવ પદાર્થને સર્વથા રૂપથી જાણે છે એજ રીતે આ જ્ઞાન બીજા પદાર્થોને પણ સર્વથારૂપથી જાણે છે. કેઈપણ પદાર્થને જાણવામાં તેમાં ઓછા-વધુ પણું નથી, તેથી તે સમગ્ર છે.
(૩) જસાધારણ–ત્યાદિક જે બીજા જ્ઞાન છે તેમના કરતાં આ જ્ઞાન વિશિષ્ટ છે, અદ્વિતીય છે, માટે તે અસાધારણ છે.
(૪) નિ –ઈન્દ્રિયાદિકેની સહાયતા વિનાનું હોવાથી તે નિરપેક્ષ છે.
(૫) વિરુદ્ધ–સમસ્ત જ્ઞાનાવરણ અને દર્શનાવરણ કર્મના વિગમ (ક્ષય) થી તે ઉત્પન્ન થાય છે, તેથી તેને વિશુદ્ધ કહેલ છે.
(૬) સર્વપ્રજ્ઞા –તે સમસ્ત જીવાદિક પદાર્થોનું પ્રરૂપક છે તેથી તે સર્વભાવપ્રજ્ઞાપક છે.
શંકા-કેવળજ્ઞાનને તે મૂક દર્શાવ્યું છે તે તે જીવાદિક પદાર્થોનું પ્રરૂપક કેવી રીતે હોઈ શકે?
ઉત્તર–આ વાત ઉપચારથી તેમાં સિદ્ધ થાય છે, તેથી તેને પ્રરૂપક કહેલ છે, કારણ કે સમસ્ત જીવાદિક ભાવનું સર્વરૂપે યથાર્થદશી કેવળજ્ઞાન છે અને શબ્દ, કેવળજ્ઞાન દ્વારા જોયેલ પદાર્થોની જ પ્રરૂપણ કરે છે તેથી ઔપચારિક રીતે એવું માની લેવાય છે કે કેવળજ્ઞાન જ તેનું પ્રરૂપક છે.
(૭) સપૂછોવિપ–ધર્માદિક દ્રવ્યની જ્યાં વૃત્તિ છે એનું નામ લેક છે. તેનાથી ઉલટ અલેક છે. તેમાં આકાશના સિવાય બીજું કઈ દ્રવ્ય નથી. તે અનંત અને અસ્તિકાયરૂપ છે. લેક અને અલકમાં જે કંઈ
ય પદાર્થ હોય છે, તેનું સર્વરૂપથી પ્રકાશક હોવાથી તે સંપૂર્ણકાલક વિષયક કહેવાય છે.
(૮) અનંતપર્યા–ત્યાદિક જ્ઞાન જેમ સર્વે દ્રવ્યને અને તેમની કેટલીક પર્યાયને પરોક્ષ-પ્રત્યક્ષરૂપથી જાણે છે, એ જ પ્રમાણે આ જ્ઞાન જાણતું નથી પણ આ (જ્ઞાન) તે સમસ્ત કાને અને તેમની સમસ્ત પર્યાને યુગપત પ્રત્યક્ષ જાણે છે, તેથી આ જ્ઞાનને અનંત પર્યાય કહેલ છે.
શ્રી નન્દી સૂત્ર
૯૧