________________
જેઓને અગાર (ધર) નથી તે અનગાર છે. કાર્ડ, પાષાણ આદિને જે આશ્રય લે છે એટલે કે લાકડું, પથ્થર વગેરેની સહાયતાથી જેનું નિર્માણ થાય છે તેનું નામ અગાર (ઘર) છે. આ અગારને જેણે ત્યાગ કર્યો છે તે અનગાર છે. અનગારને દ્રવ્ય અને ભાવરૂપ અને પ્રકારના અગાર—ઘરને પરિત્યાગ હોય છે. આ રીતે પ્રશસ્ત અધ્યવસાયમાં લવલીન તે અનગારના જે સર્વઘાતિરસસ્પર્ધક હોય છે, તે દેશઘાતિરસસ્પર્ધકનારૂપે પરિણમિત થઈ જાય છે, ત્યારે પૂર્વોક્ત ક્રમથી અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષયોપશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે.
મનઃ પર્યયજ્ઞાન પ્રરૂપણા
હવે મન:પર્યજ્ઞાનની પ્રરૂપણ કરવામાં આવે છે –
મનપર્યયજ્ઞાનાવરણીય કમના સર્વઘાતિરસસ્પર્ધક, વિશિષ્ટ સંયમ, અપ્રમાદ આદિ ગુણેની પ્રતિપત્તિ થતાં જ દેશઘાતિરૂપ થાય છે, કારણ કે આ અવસ્થામાં તેને એ જ સ્વભાવ હોય છે. તેનું કારણ પણ એ જ છે કે બંધ કાળમાં તેમને જે બંધ હોય છે તે એ પ્રકારના જ સર્વઘાતિરસસ્પર્ધકોને બંધ હોય છે, તેથી મન:પર્યજ્ઞાન વિશિણગુણાશ્રિત અનગારને જ થાય છે એમ માનવું જોઈએ. મન:પર્યયજ્ઞાનની ઉત્પત્તિમાં અવધિજ્ઞાનની ઉત્પત્તિની જેમ વિશિષ્ટગુણપ્રતિપન્નતાનો અભાવ હેત નથી.
મતિકૃતાવરણ, અચક્ષુદ્ર્શનાવરણ, અને અન્તરાય, એ પ્રકૃતિના સર્વ ઘાતિરસસ્પર્ધક કોઈ પણ એવા રૂપના વિશુધ્ધ અધ્યવસાયથી તેના પ્રમાણે દેશઘાતિરૂપમાં પરિમિત થઈ જાય છે, કારણ કે તેમને એ જ સ્વભાવ હોય છે, તેથી મતિજ્ઞાનાવરણાદિકના દેશઘાતિરસસ્પર્ધકોને જ હમેશા ઉદય રહે છે, અને હમેશાં તેમને જ પશમ થાય છે. પંચસંગ્રહ ટીકામાં (દ્વા. ૩ ગા. ૨૯) આજ વાત કહી છે–
મતિકૃતાવરણ, અચક્ષુર્દર્શનાવરણ, અને અન્તરાય પ્રકૃતિના દેશઘાતિરસસ્પર્ધકોને જ સદા ઉદય રહે છે, તેથી તેમનામાં હંમેશા જ ઔદયિક અને ક્ષાપમિક ભાવ હોય છે.
શ્રી નન્દી સૂત્ર
૪૬