________________
ક્ષાયોપથમિક ભાવપ્રાદુર્ભાવ વર્ણનમ્
કર્મોના ઉદયમાં ક્ષાપથમિક ભાવને પ્રાદુભવ–
શંકા–ક્ષાપશમિક ભાવ કર્મોને ઉદય થતાં થાય છે કે અનુદયમાં થાય છે? ઉદયમાં તે થઈ શકતો નથી, કારણ કે ક્ષાયોપથમિક અને ઉદયન વિધિ હોય છે. ઉદયાવલિમાં પ્રવિષ્ટ અંશને ક્ષય થતાં, તથા અનુદિત અંશને ઉપશમ થતાં-વિપાકોદયને નિરોધ થતાં–ક્ષાપશમિક ભાવ ઉત્પન્ન થાય છે, અન્યરૂપથી ક્ષાપશમિક ભાવ થતું નથી, તેથી જે ક્ષાપશમિકને ઉદયજન્ય માનવામાં આવે તો તે ક્ષાપશમિક કેવી રીતે કહેવાય? એટલે કે તે તો ઔદયિકભાવરૂપ જ કહેવાશે. જે ઔદયિક માનવામાં આવે તો તેમાં ક્ષાપશમિકતા કેવી રીતે આવશે? તેથી જેમ અંધકાર અને પ્રકાશમાં વિરોધ રહ્યા કરે છે, એ જ પ્રમાણે ઉદય અને ક્ષચોપશમમાં વિરોધ છે.
જે એમ કહો કે કર્મોના અનુદયમાં થાય છે તે એવી માન્યતામાં ક્ષાપશમિક ભાવથી મતલબ જ શી સધાય છે? કારણ કે કર્મોના ઉદયના અભાવથી જ વિવક્ષિત ફળની સિદ્ધિ સધાશે, એટલે કે મતિજ્ઞાન આદિ જ્ઞાન જ્ઞાનાવરણીય આદિ કર્મોના ઉદયના અભાવથી જ ઉત્પન્ન થવાં લાગશે, તે પછી તેમને ક્ષાપશમિકભાવ રૂપે માનવાની શી આવશ્યકતા છે?
ઉત્તર–ક્ષાપશમિક ભાવ કર્મોના ઉદયમાં થાય છે. આમાં કઈ વિરોધ નથી. કહ્યું પણ છે. –
___“ उदये वि य अविरुद्धो, खाउवसम्मो अणेगभेउत्ति ।। __जइ भवइ तिण्ह एसो, पएसउदयम्मि मोहस्स" ॥१॥
આ ગાથાને અર્થ આ પ્રમાણે છે—ક્ષય થતાં પહેલાં જ્ઞાનાવરણીય આદિ કમ પ્રવેદયવાળાં મનાય છે, તેથી ઉદયાવસ્થામાં જ તેમને ક્ષપશમ થાય છે, અનુદય અવસ્થામાં નહીં. તેથી જ્યારે ઉદયાવસ્થામાં જ તેમને ક્ષપશમ થાય છે અને અનુદયાવસ્થામાં થતું નથી ત્યારે એવી સ્થિતિમાં ક્ષાપશમિક ભાવ કર્મોના ઉદયની સાથે વિરૂદ્ધ હેઈ શકતું નથી. ઉદયની સાથે જે તેનું વિરોધભાવન કરવામાં આવ્યું છે તે આ કારણે યુકિતયુકત પ્રતીત થતું નથી કે ક્ષાપશમિક ભાવમાં દેશઘાતિસ્પર્ધકને જ ઉદય રહે છે, તથા સર્વઘાતિસ્પર્ધકોને ઉદયાભાવરૂપ ક્ષય અને કેટલાંક સર્વઘાતિસ્પર્ધકના સદવારૂપ ઉપશમ રહે છે, તેથી દેશઘાતિસ્પર્ધકોના ઉદયની અપેક્ષાએ ક્ષાપશમિક ભાવમાં કમેને ક્ષોપશમ વિરૂદ્ધ પડતું નથી. આ ક્ષપશમ અનેક પ્રકારનું હોય છે, કારણ કે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ આદિ સમગ્રીની
શ્રી નન્દી સૂત્ર
૪૦