________________
સર્વઘાતિ પ્રકૃતિભેદવર્ણનમ્
નામપ્રત્યયસ્પર્ધક અને પ્રોગપ્રત્યયસ્પર્ધક એ બનેનું પ્રકરણ અહીં નહીં હોવાથી તેમનું વર્ણન અહીં વિસ્તારભયથી કરાયું નથી. તે બીજા ગ્રંથોમાંથી સમજી લેવું. - કર્મ પ્રકૃતિમાં જે સર્વઘાતિપણું અને દેશઘાતિપણું છે તે રસભેદની અપેક્ષાએ જ છે, તેથી સર્વઘાતી પ્રકૃતિ કઈ કઈ છે, અને દેશઘાતી પ્રકૃતિ કઈ કઈ છે તે બતાવવામાં આવે છે–સર્વઘાતી પ્રકૃતિ વીસ છે અને તે આ પ્રમાણે છે–
(૧) કેવળજ્ઞાનાવરણીય, (૨) કેવળદર્શનાવરણીય, (૩) નિદ્રા (૪) નિદ્રાનિદ્રા (૫) પ્રચલા, (૬) પ્રચલા પ્રચલા, (૭) સ્યાનદ્ધિ, અનંતાનુબંધી-(૮) ક્રોધ, (૯) માન. (૧૦) માયા, (૧૧) લેભ, અપ્રત્યાખ્યાનાવરણ–(૧૨) ક્રોધ, (૧૩) માન, (૧૪) માયા, (૧૫) લેભ, પ્રત્યાખ્યાનાવરણ–(૧૬) ક્રોધ, (૧૭) માન, (૧૮) માયા, (૧૯) લેભ, તથા (૨૦) મિથ્યાત્વમેહનીય. તેઓ સર્વઘાતી પ્રકૃતિ એટલા માટે કહેવાય છે કે તેઓ પોતાના વડે અવાર્ય જ્ઞાનાદિક ગુણોના સર્વરૂપથી ઘાત કરે છે. તેમના રસસ્પર્ધક પણ સર્વઘાતિરૂપ જ થયા કરે છે.
દેશઘાતિપ્રકૃતિ ભેદવર્ણનમ્
દેશઘાતી પ્રકૃતિ પચ્ચીશ હોય છે તેમના રસસ્પર્ધક દેશઘાતી થયા કરે છે.–(૧) મતિજ્ઞાનાવરણીય, (૨) શ્રુતજ્ઞાનાવરણીય, (૩) અવધિજ્ઞાનાવરણીય, () મન:પર્યયજ્ઞાનાવરણીય, (૫) ચક્ષુદ્ર્શનાવરણય, (૬) અચક્ષુદશના
શ્રી નન્દી સૂત્ર
૩૭.