________________
અનેક જીની હત્યા કરવી તે એગ્ય નથી. એ વિચાર કરીને તે ઉપવાસ કરીને બેસી ગયો. તેના તપોબળને પ્રભાવે વિશ્રવણ નામના દેવે આવીને તે કર્મરૂચિ રાજાને ત્યાંથી ઉપાડીને તેના નગરમાં મૂકી દીધો. આ રીતે ઉદિત દયે પિતાની તથા પિતાની પ્રજાની રક્ષા કરી છે એ છે
સાધુનર્દિષેણદ્દષ્ટાન્તઃ
હું સાધુ નઃિણનું દષ્ટાંત-કેઈ સાધુએ મહાવીર સ્વામીના સમવસરછમાં ચિત્તની ચંચળતાને કારણે મુનિવ્રત છોડવાનો વિચાર કર્યો. એવામાં ત્યાં પ્રભુને વંદણા કરવા માટે નંદિષણ નામને એક રાજકુમાર આવી પહોંચે. તેની સાથે તેનું અન્તઃપુર હતું. અતઃપુરનું રૂપ લાવણ્ય એટલું બધું હતું કે તેમની આગળ અપ્સરાઓને સમૂહ પણ કઈ વિસાતમાં ન હતે. નંદિષેણ પ્રભુને ઉપદેશ સાંભળીને એજ સમયે તે સાધુની નજર સમક્ષ જ અનાપુરને પરિત્યાગ કરીને વિરક્ત થઈ ગયો. સાધુએ જ્યારે તે જોયું ત્યારે તેને પોતાના વિચાર માટે પસ્તાવે છે અને તેજ સમયથી સાવધાનીપૂર્વક તે પિતાનાં વત્તાનું રક્ષણ કરવા લાગ્યું. ૬
ધનદત્તષ્ટાન્તઃ
સાતમું ધનદત્તનું દષ્ટાંત–ચંપા નગરીમાં ધનદત્ત નામના એક શેઠ રહેતા હતા. તેમને ત્યાં પુદયને કારણે વિપુલ ધન, વિપુલ પરિવાર અને વિપુલ સદ્ધિ હતી. જોકે સૌથી વધારે તેમને આદર સત્કાર કરતા હતા. કૈઈ પણ પ્રકારનાં સાંસારિક સુખની તેમને ત્યાં ઉણપ ન હતી તિરસ્કાર એટલે શું એ તે તેમણે સ્વપ્નમાં પણ અનુભવ્યું ન હતું. એક દિવસ એવું બન્યું કે સુપાત્ર. દાન, કરુણાદાન, અભયદાન આદિના વિષયમાં તે શેડની બુદ્ધિની અશ્રદ્ધા થઈ ગઈ. આ અશ્રદ્ધા આવવાનું શું કારણ છે તેને જ્યારે તેમણે જ્ઞાનદષ્ટિથી વિચાર કર્યો ત્યારે શુભ કર્મના ઉદયથી તેમના અંતઃકરણમાં સસારની અસારતાનું ભાન થવા લાગ્યું, તેમણે “સુમરા શીર”ની ઉક્તિને સાર્થક કરતાં, એજ સમયે જિન દીક્ષા અંગીકાર કરી લીધી. આ તેમની પારિણામિકબુદ્ધિનું ફળ છે ૭ |
શ્રી નન્દી સૂત્ર
૩૩૬