________________
આકુળ વ્યાકુળ થયા. રાજાએ જેવી પિતાના સૈનિકેની તે હાલત જોઈ કે તે ગભરાઈ ગયું અને શું કરવું તેની કંઈ સૂઝ પડી નહીં. એવામાં એક સેવકે તેની પાસે આવીને કહ્યું, “મહારાજ! આપની સમક્ષ આ એક માટે આપત્તિ રૂપ સાગર આવી પડે છે, તેને પાર પામ ઘણું કઠિન લાગે છે. પણ સલાહ દેનાર કઈ વૃદ્ધ માણસ મળી આવે તે આ મુશ્કેલીમાંથી ઉગારી શકાય તેમ છે. તે મારી એવી સલાહ છે કે આપ કઈ વૃદ્ધ પુરુષની શોધ કરાવે ” સેવકની આ વાતની રાજા પર સારી અસર થતા રાજાએ એ પ્રમાણે કર્યું. તેણે તરત જ પિતાના આખા સિન્યમાં એ પ્રકારની ઘોષણા કરાવી દીધી. સેનામાંનો એક પિતૃભક્ત સિનિક સેવા કરવાની ઈચ્છાથી પિતાના પિતાને છૂપાવીને સાથે લાવ્યા હતા. તેણે રાજાની પાસે જઈને ખબર આપી કે મહારાજ! મારા પિતા વૃદ્ધ છે. જે આપ આજ્ઞા આપે તે તેમને આપની સમક્ષ હાજર કરૂ ” રાજાની મંજૂરી મળતા તે તેના વૃદ્ધ પિતાને રાજાની પાસે લઈ ગયે. રાજાએ ઘણું માનપૂર્વક તેને પૂછ્યું, “મહાપુરુષ! મારૂં સમસ્ત સિન્ય તૃષાથી આકુળ વ્યાકુળ થઈ ગયું છે. આટલામાં પાસે કયાંય પણ પાણી બિલકુલ દેખાતું નથી. તે આપ એ કેઈ ઉપાય બતાવે કે જેથી આ મુશ્કેલી ટળે” રાજાની વાત સાંભળીને ને વૃદ્ધે કહ્યું “મહારાજ! આપ આ પ્રમાણે કરો–ગધેડાંઓને તેમની ઈચ્છા પ્રમાણે જવા દે. તેઓ જે જગ્યાએ જમીન સૂધે, તે જમીનની નીચે થોડી જ ઉંડાઈએ પાણી મળશે તેમ માનવું.” રાજાએ તે વૃદ્ધની સલાહ પ્રમાણે જ કર્યું, તે તેને પાણી મળ્યું અને સિન્યની મુશ્કેલીને પણ અંત આવ્યો. આ વૃદ્ધની વનયિકબુદ્ધિ થઈ
છે આ સાતમું ગર્દભદૃષ્ટાંત સમાપ્ત થા
લક્ષણષ્ટાન્તઃ
આઠમું લક્ષણદષ્ટાંતઈરાનનો નિવાસી એક માણસ હતો. તેને ત્યાં અનેક ઘેડા હતા. તેણે તે ઘોડાની સંભાળ રાખવા માટે એક માણસની નિમણુંક કરી. આ પ્રકારે તેનું વેતન નકકી કર્યું–તમે આટલા વર્ષ સુધી અહીં કામ કરશે તે તેના બદલામાં
શ્રી નન્દી સૂત્ર
૩૨૧