________________
પહેંચીને શ્રેણિક તેમની દુકાને જઈ ને બેસી ગયો. તે શેઠે તે જ રાત્રે એક એવું સ્વપ્ન જોયું હતું કે મારી પુત્રીને વિવાહ કે સર્વગુણસંપન્ન કુમારની સાથે થઈ ગયો. શ્રેણિકના પૂન્ય પ્રભાવે તે દિવસે શેઠને ઘણા દિવસથી સંગ્રહ કરેલ માલ વેચાઈ ગયે, તથા કેઈ સ્વેચ્છની પાસેથી તેને ઘણું કીમતી રત્ન એ જ દિવસે થેડી કીમતમાં મળી ગયું, તેથી તેણે માન્યું કે આજને આ બધે લાભ મારી પાસે આવેલ આ વ્યક્તિના પ્રભાવે જ મળે છે. આજ સુધી આ દુકાનમાં જેટલો લાભ થયો નથી એટલે લાભ આજે મને મળે છે, તેનું આ વ્યક્તિ સિવાય બીજું શું કારણ સંભવી શકે ? આ પ્રમાણે વિચાર કરતાં કરતાં તેને એ પણ વિચાર થયે કે આ છોકરે દેખાવમાં કેટલે બધે સુંદર છે જે જોનારના મનને તેના તરફ આકર્ષે છે. જે સુંદર કુમાર મેં સ્વપ્નામાં જે હતું તે આ કુમાર જ હા જોઈએ એમ લાગે છે. આ પ્રમાણે વિચારધારામાં લીન થયેલ તે શેઠે તે કુમારને વિનયપૂર્વક પૂછયું “ આપ કેને ત્યાં અતિથિ થઈને આવ્યા છે ?” તે સાંભળીને કુમારે જવાબ આપે, “આપને ત્યાં ” હવે શું થયું ? જેમ વર્ષાકાળે કદમ્બનું ફૂલ વિકસે છે તેમ કુમારનાં આ વચને સાંભળીને શેઠનું સમસ્ત શરીર આનંદેલ્લાસથી પુલક્તિ થઈ ગયું. તેઓ તરત જ દુકાનેથી ઉભા થઈને કુમારને માનપૂર્વક પોતાને ઘેર લઈ ગયા. ત્યાં તેમણે યોગ્ય ભેજનાદિ સામગ્રી વડે કુમારનો ખૂબ આદરસત્કાર કર્યો, કુમાર જેટલા દિવસ ત્યાં રહ્યો એટલા દિવસ સુધી શેઠને વેપારમાં સારો લાભ મળતો રહ્યો. તેથી તેને ઘણે પુન્યશાળી માનીને શેઠ કેટલાક દિવસો વ્યતીત થયા પછી પોતાની પુત્રી નન્દાનાં લગ્ન તેની સાથે કર્યા. વિવાહ કર્યા પછી કેટલેક દિવસે શેઠની પુત્રી નંદા ગર્ભવતી થઈ.
હવે રાજગૃહ નગરમાં શ્રેણિકના ચાલ્યા જવાથી ભારે ખળભળાટ મચે પ્રસેનજિત રાજાએ એ જ દિવસથી તેની શોધ કરાવવા માંડી. ધીરે ધીરે સમા. ચાર મળ્યા કે શ્રેણિક વેન્નાતટ નગરમાં ધન્ય શેઠને ઘેર રહે છે, અને તેમનો જમાઈ થઈને ઘણું આનંદમાં પિતાને સમય વ્યતીત કરે છે. એક દિવસની વાત છે કે જ્યારે પ્રસેનજિત રાજાને પિતાને અન્તકાળ નજિક છે તેમ લાગ્યું, ત્યારે તેમણે શ્રેણિકને બોલાવવા માટે પોતાને ત્યાંથી ઊંટવાહકોને તેની પાસે મોકલ્યા. તેમણે ત્યાં જઈને કહ્યું, “કુમાર ! આપ જલદી ઘેર આવે, રાજાએ આપને ઘણા જલદી બોલાવ્યા છે. ” તે ઊંટવાહકની આ વાત સાંભળીને અને પિતાની આજ્ઞાને માથે ચડાવીને, શ્રેણિક સગર્ભા નન્દાને ત્યાં જ મૂકીને તે લોકેની સાથે જ રાજગૃહ જવા ઉપડશે. શ્રેણિક જ્યારે ત્યાંથી રવાના થશે ત્યારે તેણે પિતાના ગામ આદિને બધે પરિચય નંદાના નિવાસસ્થાનની દિવાલ પર લખી દીધો હતો. જ્યારે શ્રેણિકને ત્યાંથી ગમે ત્રણ માસ પસાર થયા ત્યારે દેવલેકમાંથી ઍવીને ગર્ભમાં આવેલ મહાપ્રભાવશાળી બાળકને પ્રભાવે નંદાને એ દેહદ ઉત્પન્ન થયો કે હું હાથી પર સવાર થઈને ગરીબ લોકોને પુષ્કળ દાન
શ્રી નન્દી સૂત્ર
૨૯૦