________________
ચૂલિકા વર્ણનમ્
હવે સૂત્રકાર દષ્ટિવાદના પાંચમાં ભેદનું વર્ણન કરે છે–“જે પિં તે જૂકિયા?” ઈત્યાદિ
શિષ્ય પૂછે છે—હે ભદન્ત! ચૂલિકાઓનું શું સ્વરૂપ છે?
ઉત્તર–ઉત્પાદ પૂર્વ, અગ્રાયણીય પૂર્વ, વીર્ય પ્રવાદ પૂર્વ અને અસ્તિનાસ્તિપ્રવાદ એ ચાર પૂર્વોની તો ચૂલિકાઓ છે; અને બાકીના પૂર્વેની ચૂલિકાઓ નથી. આ ચૂલિકાઓનું સ્વરૂપ છે. (૫)
દષ્ટિવાદ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે,
દ્રષ્ટિવાદાંગસ્ય વાચનાઢિપ્રમાણ વર્ણનમ
સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત લોક છે, સંખ્યાત પ્રતિપત્તિઓ છે, સંખ્યાત નિયું. તિઓ છે, સંખ્યાત સંગ્રહણિઓ છે, અંગેની અપેક્ષાએ આ દષ્ટિવાદ બારમું અંગ છે. તેમાં એક શ્રતસ્ક ધ છે,ચૌદ પૂર્વ છે, સંખ્યાત વસ્તુઓ છે, સંખ્યાત ચૂલ વસ્તુઓ છે, સંખ્યાત પ્રાભૂત છે. પ્રભુ એ (ગ્રન્થાંશવિશેષનું નામ છે.) સંખ્યાત પ્રાકૃત પ્રાભૂત છે. ગ્રંથાંશવિશેષના અંશ વિશેષને પ્રાકૃતપ્રાકૃત કહે છે. સંખ્યાત પ્રાભૂતિકાએ છે, સંખ્યાત પ્રાભૂત-પ્રકૃતિકાઓ છે. તેનાં પદેનું પ્રમાણ પણ સંખ્યાત બતાવ્યું છે. સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસંખ્ય ત્રસ છે, અનંત સ્થાવર છે. એ બધા ઉપર્યુક્ત ત્રસાદિ પદાર્થ જિનેન્દ્ર દ્વારા પ્રરૂપિત થયાં છે. તથા દ્રવ્યાયિક નયની અપેક્ષાએ સન્તુતિરૂપે અવિચ્છિન્ન હોવાને કારણે નિત્ય છે, તથા પર્યાયાર્થિક નયની અપેક્ષાએ પ્રતિસમય પરિણમનશીલ હોવાને કારણે અનિત્ય છે, સૂત્રમાં જ ગ્રથિત હોવાને કારણે નિબદ્ધ છે, તથા-નિયુકિત, સંગ્રહણી, હેતુ અને ઉદાહરણ આદિ દ્વારા પ્રતિષ્ઠિત હેવાના કારણે નિકાચિત છે, આ અંગમાં એ બધા પદાર્થ આખ્યાત થયા છે, પ્રજ્ઞાપિત આદિ થયેલ છે.
શ્રી નન્દી સૂત્ર
૨૬૧