________________
મૂલપ્રથમાનુયોગ વર્ણનમ્
,,
હવે ચોથા ભેદ–અનુયાગનું સ્વરૂપ કહે છે-“સે ત્નિ ત... શ્રળુઓને ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદન્ત! અનુયાગનુ શુ સ્વરૂપ છે?
ઉત્તર——સૂત્રને જે પેાતાના અભિધેયની સાથે અનુકૂળ અથવા અનુરૂપ સબધ હોય તેનું નામ અનુયાગ છે. એટલે કે સૂત્રનો અનુકૂળ અર્થ કરવા તેને અનુયાગ કહે છે. આ અનુયાગ એ પ્રકારનો છે-મૂલપ્રથમાનુંયેાગ અને ગાડિકાનુંયેાગ.
શિષ્ય પૂછે છે-મૂલપ્રથમાનુયાગન' શુ' સ્વરૂપ છે ?
ઉત્તર—મૂલપ્રથમાનુયાગમાં અહીંત ભગવાનના પૂર્વભવાનું, દેવલે કમાં તેમની ઉત્પત્તિ થવાતુ, તેમના આયુનુ, દેવલેાકથી તેમના ચ્યવનનુ, તેમના જન્મનુ, તેમના અભિષેકનું, તેમની રાજલક્ષ્મી-વિભૂતિનુ, તેમની પ્રમજ્યાનુ તેમની ઘેાર તપસ્યાનુ, તેમને કેવળજ્ઞાન પેદા થયાનુ તેમના તી પ્રવત નનું, તેમના શિષ્યાનું, તેમના ગણેાનું તેમના ગણધરાનું, તેમની આર્યાનું, અને આર્યાના ગચ્છની પ્રવૃતિનીઓનું, તેમના ચતુર્વિધ સંધનાં પરમાણુનુ, કેવળજ્ઞાનીઓનું, મન:પર્યંચ જ્ઞાનીઓનું, અધિજ્ઞાનીઓનુ, સમસ્ત શ્રુતજ્ઞાનીઆનું, વાદીઓનું, અનુત્તર વિમાનામાં ઉત્પત્તિ થવાનું, ઉત્તરવૈક્રિય લબ્ધિધારિયાનું, તથા જેટલા સિદ્ધ થયાં છે તેમનું, તથા જે જેટલા કાળ સુધી પાદપેપગમન કર્યું તે કાળનું, તથા જેઓ જ્યાં જેટલાં અનશન કરીને અંતકૃત કેવળી થયાં છે, જે મુનિવરામાં ઉત્તમ છે, જે અજ્ઞાનના સમૂહથી રહિત થઈને અનુત્તર મેક્ષસુખને પામ્યાં છે, તેમનું વર્ણન થયુ છે. તથા આ વર્ષોંના ઉપરાંત બીજા પણ આજ પ્રકારના જીવાદિક પદાર્થનું પણ તેમાં વર્ણન કરાયુ' છે. આ પ્રકારનુ આ મૂલપ્રથમાનુયાગનું' સ્વરૂપ છે.
વળી શિષ્ય પૂછે છે કે ભદન્ત ! ગઢિકાનુયાગનું શું સ્વરૂપ છે?
શ્રી નન્દી સૂત્ર
૨૫૯