________________
પૂર્વ, (૩) વીર્યપ્રવાદપૂર્વ, (૪) અસ્તિનાસ્તિકવાદપૂર્વ, (૫) જ્ઞાનપ્રવાદ પૂર્વ, (૬) સત્યપ્રવાદ પૂર્વ, (૭) આત્મપ્રવાદપૂર્વ, (૮) કર્મપ્રવાદ પૂર્વ, ૯) પ્રત્યા
ખાનપ્રવાદ પૂર્વ, (૧૦) વિદ્યાનુપ્રવાદપૂર્વ, (૧૧) અવધ્યપૂર્વ, (૧૨) પ્રાણાયુપૂર્વ, (૧૩) ક્રિયાવિશલપૂર્વ, (૧૪) તથા લેકબિન્દુસારપૂર્વ. (૧) ઉત્પાદપૂર્વમાં સમસ્ત દ્રવ્યું અને તેમની પર્યાની ઉત્પાદ ભાવને લઈને પ્રરૂપણ કરેલ છે. તેના પદેનું પ્રમાણ એક કરોડ છે. (૨) અગ્રાયણીય નામના બીજાં પૂર્વમાં સમસ્ત જીવાદિક દ્રવ્યનું, તેમની પર્યાનું, અને જીવવિશેષીનું પ્રમાણ વર્ણવ્યું છે, તેમાં છ નું લાખ ૬૦૦૦૦૦) પદે છે. (૩) ત્રીજા વીર્યપ્રવાદ પૂર્વમાં કર્મ સહિત અને કર્મ રહિત જીવોનું તથા અજીનું વર્ણન થયું છે. તેમાં (૭૦) સીત્તેર લાખ પદે છે. (૪) ચેથા અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં સ્યાદ્વાદ સિદ્ધાન્તાનુસાર એ બતાવ્યું છે કે લોકમાં જે કંઇ પણ છે તે કઈ અપેક્ષાએ નાસ્તિરૂપ છે અને કઈ અપેક્ષાએ અસ્તિરૂપ છે. તેમાં સાઈઠ (૬૦) લાખ પદે છે. (૫) પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વમાં મતિજ્ઞાન આદિ પાંચ ભેદની પ્રરૂપણ થઈ છે. તેમાં એક કરોડમાં એક ન્યૂન પર છે. (૬) છઠ્ઠાં સત્યપ્રવાદ પૂર્વમાં સત્ય એટલે સંયમ અથવા સત્યવચનના ભેદસહિત અને પ્રતિપક્ષ સહિત વર્ણન થયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ અને છનું છે. (૭) સાતમાં આત્મપ્રવાદ પૂર્વમાં નાની માન્યતા પ્રમાણે આત્મ દ્રવ્યનું અનેક પ્રકારે વર્ણન થયું છે. તેના પદેનું પ્રમાણ છવીસ (૨૬) કરેલ છે. (૮) આઠમાં કર્મપ્રવાદ પૂર્વમાં જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારનાં કમનું પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ તથા પ્રદેશ આદિ ભેદે દ્વારા અને બીજા પણ ઉત્તરોત્તર ભેદે દ્વારા વર્ણન કરાયું છે. તેના પદનું પ્રમાણ એક કરોડ એંસી હજાર છે. (૯) નવમાં પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વમાં સમસ્ત પ્રત્યાયાનનાં સવરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તેના પદનું
શ્રી નન્દી સૂત્ર
૨૫૭