________________
તેમને જન્મ થવાનું, પુનઃ બેધિ પ્રાપ્તિનું તથા છેવટે મેક્ષ પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અંગમાં સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત વિષ્ટક છે. સંખ્યાત શ્લોક છે, સંખ્યાત નિયુક્તિ છે, સંખ્યાત સંગ્રહણિયે છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે. અંગેની અપેક્ષાએ આ નવમું અંગ છે. તેમાં એક શ્રતક છે, ત્રણ વર્ગો છે, ત્રણ ઉદ્દેશકાળ તથા ત્રણ સમુદેશનકાળ છે. તેમાં છેતાર્કીશ લાખ અ8 હજાર (૪૬૦૮૦૦૦) પદ છે. સંખ્યાત અક્ષર છે. અહીં પણ “મળતા સામા” ઈત્યાદિ પાઠને અર્થ આગળની જેમ સમજી લે જોઈએ. આ રીતે આ અંગમાં સાધુઓના ચરણ અને કરણની પ્રરૂપણ થઈ છે. અનુત્તરપપાતિક દશાનું આ સ્વરૂપ છે. મેં સૂ. ૫૩ /
પ્રશ્નવ્યાકરણ સ્વરૂપ વર્ણનમ્
હવે દેશમાં અંગ • પ્રશ્નવ્યાકરણ” નું સ્વરૂપ બતાવવામાં આવે છે– રે જિં નં gટ્ટાવાળારૂં” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-હે ભદન્ત! દશમાં અંગ પ્રશ્નવ્યાકરણનું શું સ્વરૂપ છે?
ઉત્તર–જિજ્ઞાસાના વિષયભૂત પદાર્થો અને તેમનું નિર્વચન, એ બન્નેના યોગથી આ અંગ પણ “પ્રશ્નવ્યાકરણ” ના નામે ઓળખાય છે. અથવા પ્રશ્ન અને વ્યાકરણ-(ઉત્તર) એ બને જે અંગમાં છે તે પ્રશ્નવ્યાકરણ નામનું અંગ છે. આ પ્રશ્નવ્યાકરણમાં એક સે આઠ (૧૦૮) પ્રશ્નો, એકસો આઠ (૧૦૮) અપ્રશ્ન અને એકસો આઠ (૧૦૮) જ પ્રશ્નાપ્રશ્ન છે, જે મંત્રવિદ્યાઓના પ્રભાવથી અંગુષ્ઠ બાહુ આદિ, પૂછવામાં આવેલ વિષયેને ઉત્તર આપે છે તે મંત્રવિદ્યાઓ અહીં પ્રશ્ન શબ્દથી ગૃહીત થયેલ છે. જે વિદ્યાઓ મંત્રની વિધિ પ્રમાણે જપી જવા છતાં પણ વિના પૂછયે જ શુભ અને અશુભને બતાવે છે તે અપ્રશ્ન છે, અને એમનું જ અપ્રશ્ન શબ્દથી અહીં ગ્રહણ થયેલ છે. તથા જે વિદ્યાઓ અંગુષ્ઠ આદિના પ્રશ્નભાવને તથા તેમના અભાવને લઈને શુભ અને અશુભને પ્રગટ કરે છે તેઓ પ્રશ્નાપ્રશ્ન કહેવાય છે, અને અહીં પ્રશ્નાપ્રશ્ન શબ્દ વડે તેમનું ગ્રહણ કરાયેલ છે. આ બધાને સરવાળે કરતા તેમની કુલ સંખ્યા ત્રણ
વીસ (૩૨૪) થાય છે. તે પ્રશ્ન વગેરેને સૂચિત કરવા માટે સૂત્રકારે “રં ઈત્યાદિ પદે આપ્યા છે, તેઓ કહે છે કે આ અંગમાં અંગુષ્ઠપ્રશ્ન, બાહુપ્રશ્ન, આદર્શ પ્રશ્ન વગેરેનું વર્ણન કરવામાં આવ્યું છે. અને તેનાથી અતિરિક્ત અનેક પ્રકારના જે સ્તંભન, વિદ્વેષણ, વશીકરણ, ઉચ્ચાટન આદિ જે વિદ્યાતિશય છે, તથા નાગસુપની સાથે અને ઉપલક્ષણથી યક્ષ આદિકની સાથે સાધકને
શ્રી નન્દી સૂત્ર
૨૫૦