________________
શ્રોતારૂપ જ્ઞાનનું નામ શ્રુતજ્ઞાન થાય છે. આ પક્ષમાં શ્રવણાત્મક ઉપયોગરૂપ પરિણામથી આત્મામાં અભિન્નતા સૂચિત કરાઈ છે. તેથી કૃત અને જ્ઞાનમાં સમાનાધિકરણતા બંધ બેસતી થઈ જાય છે, કારણ કે શ્રોતા કે જે આત્મા છે તેની પર્યાય થવાથી જ્ઞાન તેનાથી ભિન્ન નથી, “શું” ધાતુથી આર્ષ હોવાને કારણે કર્તામાં “#" પ્રત્યય લાગીને “શ્રતનું એ નાન્યતર જાતિને શબ્દ બન્ય છે. શ્રુતજ્ઞાનના વિષયમાં આગળ ફરીથી સ્પષ્ટતાપૂર્વક લખાશે અરા
અવધિજ્ઞાનવર્ણનમ્
(૩) અવધિજ્ઞાનઅવધિજ્ઞાન” શબ્દને અર્થ આ પ્રમાણે છે:–અર્થને સાક્ષાત્કાર કરવાને આત્માને જે વ્યાપાર હોય છે તેનું નામ અવધિ છે. અથવા ‘બ' શબ્દ અવ્યય પણ છે. અવ્યયના અનેક અર્થ થાય છે તેથી અહીં “જ' શબ્દનો અર્થ “નીચે”
એ જાણ જોઈએ. તેને ભાવાર્થ એ છે કે જેના દ્વારા નીચા પ્રદેશમાં વિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે, તેનું નામ અવધિ છે. આ રીતે અધોવિસ્તૃત વિષયને જાણનારૂ જ્ઞાન અવધિજ્ઞાન છે, એ ફલિતાર્થ નીકળે છે. વિષયની બાહુલ્યતાની અપેક્ષાએ જ આ વ્યુત્પત્તિ કરેલ છે, એમ માનવું જોઈએ, નહીં તે જે વિષય ત્રાંસા, અથવા ઊંચે ફેલાયેલ છે તેમને જાણનારૂં જ્ઞાન અવધિજ્ઞાન કહી શકાશે નહીં.
અથવા અવધિ-શબ્દનો અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રવ્યને જ સ્પષ્ટ જાણે છે, અરૂપી દ્રવ્યોને નહીં. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા લઈને જે જ્ઞાનરૂપી પદાર્થોને સ્પષ્ટ રીતે જાણે છે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની આવશ્યકતા રહેતી નથી–તેની અપેક્ષા કર્યા વિના જ એ જ્ઞાન દ્વવ્યાદિકની મર્યાદાને લઈને રૂપી પદાર્થને જાણે છે. કહ્યું પણ છે
શ્રી નન્દી સૂત્ર
૧૮