________________
એ ત્રસ જીવ પરીત અસંખ્યાત છે, અનંત નથી. તથા–“અનંત થાવ'' સ્થાવર જીવ અનંત છે. સ્થાવર નામ કર્મને જેમને ઉદય છે એ એકેન્દ્રિય જીને સ્થાવર જીવ કહેલ છે. તેઓ શીત તથા આતપથી ત્રાસીને એક સ્થાનેથી બીજે સ્થાને જવાને માટે અસમર્થ હોય છે. પૃથિવીકાય, અપકાય, તેજસ્કાય, વાયુકાય તથા વનસ્પતિકાય, આ રીતે તેમના પાંચ ભેદ છે. સ્થાવર કાય જીવ અનંત છે, તેનું કારણ એ છે કે વનસ્પતિકાયિક જીવ અનંત છે તે કારણે સ્થાવર જીવેમાં અનંતતા પ્રગટ કરવામાં આવેલ છે. એ બધાં જીવ-ત્રસજીવ અને સ્થાવર જીવ શાશ્વત” દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ નિત્ય છે, “ર” પર્યાયાર્થિક નયની અપેક્ષાએ અનિત્ય છે, “નિરદ્ધ' સૂત્રમાં જ ગ્રથિત હોવાથી નિબદ્ધ છે તથા “નિશ્વિત” નિયુક્તિ, હેતુ, ઉદાહરણ આદિ દ્વારા તે સારી રીતે પ્રતિષ્ઠિત છે તેથી તેઓ નિકાચિત છે. “ઝિન પ્રજ્ઞતા મારા ગણાયન્સ” એ સમસ્ત છવા દિક પદાર્થ જે રૂપે તીર્થકર પ્રભુએ પ્રરૂપિત કર્યા છે એજ રૂપે આ આચારાંગ સૂત્રમાં સામાન્ય રીતે અથવા વિશેષરૂપે કહેલ છે. “પ્રજ્ઞાવ્યન્ત” વચન, વચન પર્યાય આદિના ભેદથી અથવા નામ આદિના ભેદથી પ્રજ્ઞાપિત થયાં છે. “પ્રયન્ત'' પ્રરૂપિત થયાં છે–સ્વરૂપ કથનપૂર્વક પ્રતિપાદિત થયાં છે. “દફચત્તે ઉપમાન ઉપમેય ભાવ પ્રદર્શન સહિત દર્શાવવામાં આવ્યાં છે. “નિરન્ત” નિદર્શિત કરાયા છે-બીજાં જીવની દયાથી અથવા ભવ્ય જીનાં કલ્યાણની ઈચ્છાથી ફરી ફરીને કહેવાયા છે. “પરન્ત” ઉપનય તથા નિગમ દ્વારા અથવા સમસ્ત નદ્વારા શિષ્યજાની બુદ્ધિમાં નિશ્ચતરૂપે કરાવવામાં આવેલ છે.
હવે સૂત્રકાર આ આચારાંગ સૂત્રના અધ્યયનના ફળને પ્રગટ કરવાના હેતુથી કહે છે કે-“શે તેવું લાગ્યા. ” ઈત્યાદિ. જે પ્રાણુ આ આચારાંગ સુત્રને ભાવપૂર્વક અભ્યાસ કરે છે તે સાચે આત્મા બને છે. કહેવાનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રના અધ્યયનનું ફળ હોય છે–તેના દ્વારા પ્રતિપાદિત આચરણને–ઉપદેશને પિતાના જીવનમાં ઉતાર. એજ ભાવપૂર્વકનું તેનું પઠન કહેવાય છે. ભાવકૃત તેનું જ નામ છે. તેથી જે આત્મા આ આચારાંગ સૂત્રને અભ્યાસક સમ્યક્ રીતે બની જાય છે તે તે નિયમપૂર્વક તેના દ્વારા પ્રતિપાદિત શુદ્ધ ક્રિયાઓને પિતાના જીવનમાં આચરનાર બની જાય છે. એ ક્રિયાઓને પિતાના જીવનમાં ઉતારવી તેને અર્થ એ જ છે કે આત્મા સાચા અર્થમાં આત્મા બની ગયો છે. સમીચીન આચરણ કરવું એજ જ્ઞાનનું ફળ છે અને એવું જ્ઞાન જ કલ્યાણકારી હોય છે, ક્રિયાશૂન્ય જ્ઞાનની કંઈ જ કીમત નથી, એમ સમજીને તે આત્માપ્રાણ આત્માની પરભાવ પરિણતિરૂપ અસદાચરણને પરિત્યાગ કરીને આત્માના નિજ સ્વભાવરૂપ જે સદાચરણ છે તેને આચારનાર બની જાય છે, એજ આત્માનું આત્મા બનવું છે. “એવં ગાયા જ્યારે આત્મા સાચા અર્થમાં આત્મા
શ્રી નન્દી સૂત્ર
૨૩૬