________________
છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે જીવ સાદિસિદ્ધ હોય છે, તેમનામાં અનંત જ્ઞાન અને અનંત દર્શન ઉત્પન્ન થઈ જાય છે, પણ એવા બધા જીવ અહંત થતા નથી. અહંત પ્રભુ જ વૈકય દ્વારા નિરીક્ષિત, મહિત અને પૂજિત થાય છે, કારણ કે તેમની તીર્થંકર પ્રકૃતિને ઉદય રહે છે. અન્યને નહીં. (૪).
શંકા–જે અહંત બનવામાં ઐક્ય નિરીક્ષિત, મહિત અને પૂજિતપણું કારણ હોય તે બૌદ્ધ સિદ્ધાંત દ્વારા કે જે પર્યાયાસ્તિક નય મતાનુસારી છે, કલ્પિત બુદ્ધ પણ અહંત મનાશે કારણ કે તેઓ પણ લય દ્વારા નિરીક્ષિત. મહિત અને પૂજિત મનાયા છે, આ રીતે ઉભયત્ર તુલ્યતાની મુશ્કેલી આવે છે.
ઉત્તર—આ રીતે તુલ્યતાની મુશ્કેલી આવી શકતી નથી, કારણ કે અહંત બનવામાં જે રીતે ત્રિલોકય નિરીક્ષિત, મહિત પૂજિતતા કારણરૂપ છે એજ પ્રકારે
તીર gિqUT HTTPવ જાળgf€” ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિષયની જાણકારી પણ કારણરૂપ છે. બુદ્ધને ભલે તેમને માનનારાઓએ લાક્ય નિરીક્ષિત મહિત અને પૂજિત તરીકે સ્વીકાર્યા હોય, પણ તેમનામાં ભૂત, વર્તમાન અને ભવિષ્યના વિષયોની જાણકારી નથી. કારણ કે તેમના સિદ્ધાંત પ્રમાણે ભૂત અને ભવિષ્યના સિદ્ધજ નથી થતી. એ સિદ્ધાંત એકાન્તતઃ ક્ષણિકવાદી છે, તેથી તેમાં એકાન્ત વર્તમાન ક્ષણનું જ અસ્તિત્વ સ્વીકાર્યું છે. આ રીતે અતીત (ભૂત) અને અનાગત (ભવિષ્ય) ક્ષોનું અસત્ત્વ હોવાથી તેમનું ગ્રહણ તેમના દ્વારા થઈ શકતું નથી. આ રીતે તુલ્યતાની મુશ્કેલી દૂર થાય છે. (૫).
શંકા–વ્યવહાર નયની માન્યતાને માનનારી કેટલીક વ્યક્તિ એ વાતને સ્વીકાર કરે છે કે ઋષિજન ભૂત, ભવિષ્ય અને વર્તમાન વિષયના જાણકાર હોય છે. કહ્યું પણ છે –
"ऋषयः संयतात्मानः फलमूला निलाशनाः।
तपसैव प्रपश्यन्ति, त्रैलोक्यं सचराचरम् ॥१॥ " अतीता नागतान् भावान् , वर्तमानांश्च भारत ? ज्ञानालोकेन पश्यन्ति, त्यक्तसङ्गा जितेन्द्रियाः "॥२॥
શ્રી નન્દી સૂત્ર
૨૦૩