________________
તા એ અપેક્ષાએ “ ફોડયમ્ ’” એ બધ સામાન્યવિષયક મનાય છે. સામા જ્યને વિષય કરનાર અવગ્રહ હોય છે. તેથી આ અવાયને ઔપચારિક રીતે અવગ્રહ માની લીધા છે. તેનું તાત્પર્ય એ છે કે જે પહેલવહેલું સામાન્ય માત્રને વિષય કરે છે, તે નૈૠયિક અવગ્રહ છે. તથા જે વિશેષગ્રાહી અવાયજ્ઞાનની પછી અન્યાન્ય વિશેષાની જિજ્ઞાસા અને અવાય થતાં રહે છે, તે સામાન્ય વિશેષગ્રાહી અવાયજ્ઞાન વ્યાવહારિક અર્થાવગ્રહ છે. જેનાં પછી અન્ય વિશેષાની જિજ્ઞાસા ન થાય, તે અવાયજ્ઞાનને વ્યાવહારિક અર્થાવગ્રહ માનેલ નથી. ખીજા' અધાં અવાયજ્ઞાન જે પેાતાના પછી નવા નવા વિશેષાની જિજ્ઞાસા ઉત્પન્ન કરે છે, તે વ્યાવહારિક અર્થાવગ્રહ છે. એજ વાત ટીકાકારે “ઉત્તરોત્તર વર્તિનીમહાमवायं चाश्रित्य पूर्व पूर्वोऽवायः सामान्य ग्राहको भवतीत्यतस्तत्रतत्राव महत्वोपचारः । यदा तु अपर विशेष नाकाङ्क्षति तदा अवाय एव भवति न तत्रोपचारः, तस्य अवायस्य सामान्यरूपत्वाभावात् । तस्माद् बह्वगृहादि रौपचारिको विशेष सामान्याવઘુ પોડનમ:, નવે સમયવર્તી નૈધ્યચિજોડવઋદ્કૃતિ સ્થિતમ્” આ પંકિત દ્વારા સ્પષ્ટ કરેલ છે. તેઓ કહે છે કે ઉત્તરાત્તરવતી ઈહા અને અવાયની અપેક્ષાએ કરીને પૂર્વ પૂર્વનું અવાયજ્ઞાન સામાન્ય ગ્રાહક થઇ જાય છે. તેથી સામાન્ય ગ્રાહક હેાવાને કારણે તે અવાય જ્ઞાનમાં અવગ્રહ રૂપતાના ઉપચાર કરી લેવામાં આવે છે. જ્યારે તે અવાયજ્ઞાન ઉત્તરકાળમાં અપર વિશેષની આકાંક્ષા કરતું નથી ત્યારે તે અવાય જ રહે છે, ઉપચારથી તેમાં અવગ્રહરૂપતા કલ્પવામાં આવતી નથી, કારણ કે તેમાં સામાન્યરૂપતા તે સમયે આવતી નથી. તે કારણે બહુ આદિ ખાર પ્રકારના પદાર્થોનું અવગ્રહરૂપ જ્ઞાન એક સમયવતી નૈૠયિક અર્થાવગ્રહરૂપ માનવામાં આવ્યું નથી, પણ ગ્યાવહારિક અર્થાવગ્રહરૂપ જ માન્યું છે. કારણ કે તેમાં સામાન્ય વિશેષનું જ્ઞાન થાય છે, તેથી તે અવાયરૂપ હાવાથી ઉપચારથી અવગ્રહરૂપ માની લેવામાં આવેલ છે.
હવે એ સ્પષ્ટ કરવામાં આવે છે કે બહુ આદિક પદાર્થ વિષયક અવગ્રહ શબ્દમાં કેવી રીતે થાય છે?
શ્રી નન્દી સૂત્ર
૧૮૦