________________
તેથી શબ્દ આકાશને ગુણ નથી, પણ તે પુદ્ગલની એક પર્યાય છે. એ સિદ્ધ થઈ જાય છે.
વ્યંજનાવગ્રહનું દૃષ્ટાંત મલક-માટીનું નવીન શકેરૂં–બતાવવામાં આવેલ છે તે ટીકાને અંતે આપેલ છે. તેથી ત્યાંથી સમજી લેવું સૂ. ૨૮
| આ પ્રકારે આ વ્યંજનાવગ્રહનું વર્ણન થયું
અર્થાવગ્રહ ભેદનિરૂપણમ્
હવે સૂત્રકાર અર્થાવગ્રહનું વર્ણન કરે છે-“તે તિં કરશુ” ઈત્યાદિ પ્રશ્ન–હે ભદન્તા પૂર્વનિર્દિષ્ટ અર્થાવગ્રહનું શું સ્વરૂપ છે?
ઉત્તર–અર્થાવગ્રહ છ પ્રકારના બતાવ્યા છે. તે આ પ્રમાણે છે-(૧) શ્રોત્રન્દ્રિય અર્થાવગ્રહ (૨) ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રડ (૩) જિહવેન્દ્રિય અર્થાવગડ (૪) ઘણેન્દ્રિય અર્થાવગ્રહ (૫) સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ (૬) ને ઈન્દ્રિય અર્થાવગ્રહ અર્થને અવગ્રહ છે તેનું નામ અથવગ્રહ છે. સકળ રૂપાદિક વિશેષથી નિરપેક્ષ હેવાને કારણે અનિદેશ્ય સામાન્યમાત્ર અર્થનું જાણવું, જેમકે “આ કંઈક છે છે તેનું નામ અથવગ્રહ છે. નૈૠયિક અને વ્યાવહારિક રૂપે અર્થાવગ્રહ બે પ્રકાર છે. નિશ્ચયિક અર્થાવગ્રહને કાળ એક સમયમાત્ર છે. એ નિર્વિક૯૫કજ્ઞાનરૂપ હોય છે. નિવિકલ્પકજ્ઞાન દર્શનરૂપ હોય છે. તથા જે વ્યવહારિક અર્થાવગ્રહ થાય છે, એટલે કે “આ શબ્દ છે ” ઈત્યાદિ પ્રકારના ઉલેખવાળો હોય છે, તેને
શ્રી નન્દી સૂત્ર
૧૫૮