________________
પર્યાચનાની અપેક્ષા કરીને જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્રિત મતિજ્ઞાન છે, જેમ કે અવગ્રહ આદિ ૧. રૂપ રસ આદિ ભેદોથી અનિદેશ્ય–જેને નિર્દેશ ન થઈ શકે એવા પદાર્થને સામાન્યરૂપે જાણવાનું નામ અવગ્રહ છે. સર્વથા શાસ્ત્રના સંસર્ગથી રહિત પ્રાણીને તથાવિધ ક્ષપશમના સદ્દભાવથી યથાવસ્થિત વસ્તુને જાણનાર જે મતિજ્ઞાન થાય છે તે કૃતનિશ્ચિત મતિજ્ઞાન છે, જેમકે ત્વત્તિ શ્રી આદિ બુદ્ધિ ૨.
શંકા– ત્પત્તિકી આદિ જે બુદ્ધિઓ છે તે પણ અવગ્રહ આદિ રૂપ જ છે, તે પછી અવગ્રહ આદિમાં ઔત્પત્તિકી આદિ બુદ્ધિએમાં શું ભેદ છે?
ઉત્તર–જે કે એ બુદ્ધિઓ અવગ્રહ આદિ રૂપજ છે, તો પણ શાસ્ત્રની અપેક્ષા કર્યા વિના જ એ બુદ્ધિઓ ઉત્પન્ન થાય છે, તેથી તેને અવગ્રહ આદિથી ભિન્નરૂપે માની છે, અને એ કારણે જ સૂત્રકારે તેમનું અલગ રીતે પ્રતિપાદન કર્યું છે.
અમૃતનિશ્રિતના વિષયનું વિવેચન ટૂંકું છે. તેથી સૂત્રકાર પહેલાં શ્રતનિશ્રિતનું વિવેચન ન કરતાં અશ્રુતનિશ્ચિતનું જ વિવેચન કરે છે.
પ્રશ્ન–અમૃતનિશ્ચિત મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે?
ઉત્તર–અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાન ચાર પ્રકારનું છે-(૧) ઔત્પત્તિકી, (૨) વૈયિકી, (૩) કર્મ જા અને (૪) પારિણામિકી, એ ચાર મતિ છે. જે મતિ શાસ્ત્રાભ્યાસ આદિ કરવાથી ઉત્પન્ન થતી નથી પણ આપોઆપ ઉત્પન્ન થાય છે– જેને વહેવારમાં “ હાજર જવાબ” કહે છે. એનું નામ ઔત્પત્તિકી મતિ છે.
શંકા–સમસ્ત મતિનું કારણ ક્ષોપશમ દર્શાવેલ છે, તે આ વાત કેવી રીતે માની શકાય કે એ મતિ સ્વતઃ ઉત્પન્ન થાય છે?
ઉત્તર—એ તે બરાબર છે, પણ ક્ષયે પશમ એ મતિઓમાં ભેદની પ્રતિ પત્તિ (સમજવા) નું કારણ હોઈ શકતું નથી, કારણ કે પશમ સર્વે મતિઓની ઉત્પત્તિમાં સર્વ સાધારણ રીતે કારણ હોય જ છે, તેથી તે અલગ રીતે પ્રતિપત્તિનું કારણ હોઈ શકતું પ્રથી, અને જ્યાં ઔત્પત્તિકી મતિનું અન્ય વિનચિકી આદિ મતિઓથી અલગ રીતે પ્રતિપત્તિ (સમજવા) ને માટે વ્યપદે શાન્તર કરવાને પ્રારંભ કર્યો ત્યાં વ્યપદેશાન્તરનું નિમિત્ત વિનયાદિક કેઈ નથી, ફક્ત એ પ્રકારની તેની ઉત્પત્તિ જ નિમિત્ત છે તેથી અહીં એજ સાક્ષાતરૂપે નિર્દિષ્ટ કરવામાં આવી છે તેના
ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. આ વિનયરૂપ કારણથી જે મતિ ઉત્પન્ન થાય છે તે વનયિક મૂર્તિ છે. અથવા જેમાં વિનય પ્રધાન હોય તે પણ વનયિકી મતિ છે ૨. આચાર્ય વિના સ્વયં પ્રાપ્ત થયેલ કળાને કર્મ કહે છે, અને આચાર્યથી પ્રાપ્ત થયેલ કળાને શિલ્પ કહે છે. એમાં કમથી જે મતિ ઉત્પન્ન થઈ હોય તે કર્મજા મતિ છે. શિલ્પ, વિનયથી પ્રાપ્ત થાય છે, શિલ્પથી ઉત્પન્ન
શ્રી નન્દી સૂત્ર
૧૩૪