________________
એટલી વિશેષતા દર્શાવે છે કે કેવળજ્ઞાન એવું શાશ્વત નથી પણ અપ્રતિપાતિ શાશ્વત છે, એટલે કે કઈ પણ કાળે તેનું પતન થતું નથી. નિરંતર રૂપે સર્વકાળે કેવળજ્ઞાન રહે છે. કેવળજ્ઞાન ક્ષાવિક છે, જ્ઞાનાવરણ કર્મના ક્ષયથી થાય છે, અને જ્ઞાનાવરણ કર્મને ક્ષય એકરૂપ હોય છે, તેથી તે પણ એકરૂપ જ છે. જો કે સ્વામીની અપેક્ષાએ ભવસિદ્ધને આધાર લઈને તેના પણ ભેદ બતાવવામાં આવેલ છે તે પણ જ્ઞાનથી તેમાં કઈ ભેદ નથી. મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક છે, તેથી તેમનામાં ક્ષપશમની વિચિત્રતા રહે છે, અને એજ કારણે તેમનામાં અનેકવિધતા બતાવવામાં આવેલ છે. | સૂ ૨૨ .
તીર્થકર ભગવાન કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં તીર્થકર નામકર્મને ઉદય હોવાથી સમસ્ત ના અનુગ્રહને માટે દેશના આપે છે, તે વિષે કોઈ એવી આશંકા કરી શકે છે કે ભગવાનની તે દેશના અક્ષરધ્વનિરૂપ દ્રવ્ય કૃત છે. અને દ્રવ્યશ્રત, ભાવકૃતપૂર્વક હોય છે, તેથી આ અક્ષરધ્વનિરૂપ દેશનાના સદ્દભાવથી તેમનામાં પણ કૃતજ્ઞાનીપણાને પ્રસંગ પ્રાપ્ત થાય છે, તે તે વિષે સૂત્રકાર કહે છે-“વાઘે” ઈત્યાદિ.
તીર્થકર ભગવાન ધર્માસ્તિકાયાદિક સમસ્ત મૂર્ત અમૂર્ત પદાર્થોને કેવળજ્ઞાનથી જાણીને તેમાં જે પ્રરૂપણ કરવા લાયક હોય છે તે પદાર્થોને કહે છે. આ રીતે કેવળી ભગવાનને તે વાગ્યેાગ અર્થાભિધાયક શબ્દસમૂહ-ભાવકૃતસ્વરૂપ નથી પણ દ્રવ્યકૃતસ્વરૂપ છે.
ભાવાર્થ-તીર્થંકર પ્રભુ કેવળજ્ઞાન દ્વારા જ સમસ્ત રૂપી અને અરૂપી પદાર્થોને જાણે છે, શ્રુતજ્ઞાન દ્વારા નહીં, કારણ કે શ્રુતજ્ઞાન ક્ષાપશમિક જ્ઞાન છે, કેવળજ્ઞાન ક્ષાયિક જ્ઞાન છે. આ કેવળજ્ઞાનની પ્રાપ્તિ જીવને ત્યારે જ થાય છે કે જ્યારે સમસ્ત જ્ઞાનાવરણ આદિ ચાર ઘાતિ કર્મોને નાશ થઈ જાય છે. ક્ષાપથમિક જ્ઞાનની પ્રાપ્તિમાં તે તે કમેને દેશતઃ વિનાશ થાય છે. આ રીતે કેવળજ્ઞાનવડે સમસ્ત પદાર્થોને જાણીને પણ કેવળી સમસ્ત પદાર્થોની પ્રરૂપણ કરતાં નથી, પણ તેમનામાં જે પ્રજ્ઞાપનીય પદાર્થો હોય છે તેમની જ પ્રરૂપણા કરે છે, અપ્રજ્ઞાપનીય પદાર્થોની નહીં, પ્રજ્ઞાપનીય પદાર્થોમાં પણ બધાની નહીં, પણ કેટલાક પદાર્થોની જ પ્રરૂપણ કરે છે, કારણ કે તે અનંત હેવાથી વચન દ્વારા કહી શકાતાં નથી અને આયુપરિમિત આયુમાં સમસ્ત પ્રજ્ઞાપનીય પદાર્થોની પ્રરૂપણ થઈ શકતી નથી, તેથી પ્રજ્ઞાપનીમાંથી કેટલાક અનંતભાગ માત્રની, જે ગ્રહીતા (ગ્રહણ કરનાર) ની શક્તિની અપેક્ષાએ ગ્રહણને એગ્ય હોય છે એટલે કે ગ્રહીતા જેટલા અર્થોને ગ્રહણ કરવાને ગ્ય હોય એટલા અર્થોની તેઓ દેશના કરે છે. “નાથ” નું તાત્પર્ય અહીં કેવળજ્ઞાનથી પ્રાપ્ત અર્થોની
શ્રી નન્દી સૂત્ર
૧૨૦