________________
કહેલ છે કે ભવ્ય જ મોક્ષને માટે યોગ્ય હોય છે. તેથી મુક્તિસ્થાન આદિની અપ્રસિદ્ધિથી જે સ્ત્રીઓને મેક્ષ માનવામાં ન આવે તે તમારા મત પ્રમાણે તે પુરૂષોને પણ મેક્ષ મળવો ન જોઈએ.
હવે જે તમે એમ કહેતા છે કે સ્ત્રીઓની બાબતમાં મુક્તિસાધક પ્રમાણને અભાવ હોષાથી મુવિસ્તાર વૈચર હેતની અસિદ્ધિ છે, તે અમારે આપને એ પ્રશ્ન છે કે કયાં પ્રમાણોને અભાવ આપને વિવક્ષિત છે? શું પ્રત્યક્ષને કે અનુમાનને કે આગમને?
જો તમે પ્રત્યક્ષનો અભાવ કહેતા હે તે એ બાબતમાં અમારે વળી એ પૂછવાનું છે કે સ્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે અથવા સર્વ સંબંધી પ્રત્યક્ષને અભાવ છે, જે આપ એમ કહેતા હો કે સ્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે, તે એ વિષે પણ અમારે એ પ્રશ્ન છે કે યથવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિકલતાને દેખનાર પ્રત્યક્ષનો અભાવ છે? અથવા અંતર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકલતા દેખનાર પ્રત્યક્ષને અભાવ છે ?
જે તેમાં પહેલે પક્ષ સ્વીકારવામાં આવે તે તે ઉચિત નથી, કારણ કે સ્ત્રીઓમાં પણ યક્ત પ્રતિલેખનાદિ સર્વથા જોવામાં આવે છે તેઓ પણ પ્રતિલેખનાદિક કરે છે. જે બીજે પક્ષ માનવામાં આવે તે છદ્મસ્થપ્રાણ પુરુષમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષરૂપે જોઈ શકતા નથી, તેથી તમારા મત પ્રમાણે પુરુષોને પણ મુકિત ન મળવી જોઈએ.
જે એમ કહે કે સર્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે તે એમ કહેવું તે પણ ગ્ય નથી, કારણ કે અસર્વજ્ઞને એવું જ્ઞાન જ હઈ શકતું નથી કે સર્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે. એવું હોય તે પુરુષોને પણ મોક્ષ મળી શકે નહીં.
જે એમ કહે કે અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે તે અનુમાનને અભાવ પુરુષેમાં પણ તુલ્ય છે. તેથી ત્યાં પણ મુકિતકારણવૈકલ્યને પ્રસંગ ઉત્પન્ન થશે.
જે એમ કહે કે પુરુષમાં તે અનુમાન પ્રમાણ છે અને તે આ પ્રકારે છે– જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે તેના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળું હોય છે. જેમ-અશ્વપટલને અપગમ થતાં સૂર્યપ્રકાશને ઉત્કર્ષ થતે નજરે પડે છે. એ જ પ્રમાણે રાગાદિકોના ઉત્કર્ષ માં ચારિત્રાદિકેને અપકર્ષ અને તેમના અપકર્ષમાં તેમને (ચારિત્રાદિને) ઉત્કર્ષ થાય છે, તેથી આ અનુમાનથી પુરુષમાં જ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણોના ઉત્કર્ષ સાબિત થાય છે, સ્ત્રીઓમાં નહી, કારણ કે તેઓમાં રાગાદિકેને અત્યંત અપકર્ષ સંભવિત હેતે નથી, તો એમ કહેવું તે પણ ઉચિત નથી, કારણ કે એ કોઈ નિયમ નથી કે પુરુષમાં જ રાગાદિકને અત્યંત અપકર્ષ હોય, તથા સ્ત્રીઓમાં ન હોય કારણ કે એમ માનવું તે પ્રત્યક્ષથી બાધિત થાય છે. પ્રત્યક્ષ પ્રમાણે એ વાતનું સમર્થક છે કે રાગાદિકેને અત્યંત અપકર્ષ સ્ત્રીઓમાં પણ હોય છે, એમાં આગમના પ્રમાણને અભાવ પણ નથી,
શ્રી નન્દી સૂત્ર
૧૦૯