________________
વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. તેથી જે આવો નિયમ થઈ શકતું નથી તે પછી એવું કહેવું કે વાદાદિલબ્ધિથી રહિત હેવાને કારણે સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ કેવી રીતે ઉચિત માની શકાય? વળી વાદાદિલબ્ધિના અભાવની જેમ જે સ્ત્રીઓમાં મેક્ષને અભાવ પણ હેત તે શાસ્ત્રકાર સિદ્ધાન્તમાં એવું જ કહેત કે સ્ત્રીઓને મેક્ષ મળતું નથી. પણ એવું તે તે શાસ્ત્રકારે કહેતાં નથી, તેથી એમ જ માનવું જોઈએ કે સ્ત્રીઓને મેક્ષની પ્રાપ્તિ થાય છે.
- તથા જ્યાં જ્યાં અલ્પકૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે, એ પણ કેઈ નિયમ નથી પાંચ સમિતિ માત્ર તથા ત્રણ ગુપ્તિ માત્રના જ્ઞાનના સદૂભાવમાં પણ ચારિત્રના પ્રકર્ષના બળથી કેવળજ્ઞાન પેદા થાય છે, એવું પ્રવચનમાં સિદ્ધ થયેલ છે. તેથી અપકૃત જ્ઞાન હોવા છતાં પણ સ્ત્રીઓમાં વિશિષ્ટ સામર્થ્ય સંભવિત હોઈ શકે છે, તેથી તે વિશિષ્ટ સામર્થ્યને અભાવ તેમનામાં હોઈ શકે નહીં.
જે એમ કહે કે સ્ત્રીઓમાં અનુપસ્થાપ્યતા અને પારસંચિત પ્રાયશ્ચિત ને અભાવ છે તેથી તેમનામાં સામર્થ્યને અભાવ છે, તે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે તેમને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતું નથી, કારણ કે અધિકારીઓની યેગ્યતાની અપેક્ષાએ શામાં વિવિધ પ્રકારના પ્રાયશ્ચિતેને ઉપદેશ સાંભળવામાં આવે છે. પુરુષોની અપેક્ષાએ પણ યોગ્યતા પ્રમાણે મોટાં અને નાનાં પ્રાયશ્ચિત્તોને તેમાં ઉપદેશ અપાય છે. જેમને નાના પ્રાયશ્ચિત દેવાની વાત કહેલ છે એવાં પુરૂષોને પણ ચારિત્રના પ્રકર્ષમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેમને મોટાં પ્રાયચિત્તના અધિકારી બતાવ્યા છે તેમને પણ જે ચારિત્રને પ્રકમાં હેત નથી તે કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
તથા-શાસ્ત્રમાં અનેક પ્રકારનાં તપનું વિધાન સાંભળવામાં આવે છે. તે
શ્રી નન્દી સૂત્ર
૧૦૬