________________
તું નિશ્ચયથી સંસાર મહોદધિ તરી ગયો છે, પછી કિનારા પાસે આવીને કેમ ઉભો છે? સંસાર પાર કરવાને માટે હે ગૌતમ! તું સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૪
અકલેવરસેણિ ઉસિયા, સિદ્ધિ ગાયમ લોયં ગચ્છસિા ખેમં ચ સિવં અણુત્તરે, સમયે ગાયમ મા પમાયએ ૩૫
હે ગૌતમ ! સિદ્ધ પદની શ્રેણી ઉપર ચઢીને શાન્તિપૂર્વક આ કલ્યાણકારી સર્વોત્તમ સિદ્ધ લેકને પ્રાપ્ત કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૫ બુધે પરિનિવૃડે થરે, ગામગએ નગરે વ સંજએ ! સતીમગં ૧ બુહએ, સમયે ગાયમ મા પમાયએ ૩૬
હે ગૌતમ ! ગામ, નગર અથવા જંગલમાં ગયેલ તું તત્વ શાન્ત અને સંયત થઈને મુનિધર્મનું પાલન કર અને મોક્ષ માર્ગની વૃદ્ધિ કરવામાં સમય માત્રને પણ પ્રમાદ ન કર. ૩૬ બુક્સ સિમ્મ ભાસિય, સુકહિયમપાવહિયા રાગ દેસં થા છિન્દિયા, સિદ્ધિગઇ ગએ ગાયમે ૩૭
ત્તિ બેમિ સર્વજ્ઞ પ્રભુના ફરમાવેલા અર્થ અને પદોથી સુશોભિત ભાષણ સાંભળીને શ્રી ગૌતમ સ્વામી રાગ દ્વેષને નાશ કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત થયા. ૩૭ એમ હું કહું છું.
. ઈતિ દશમું અધ્યયન
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ