________________
એવું બનતું નથી. આથી એ માનવું પડે છે કે, સમ્યગ્દર્શનાદિક ત્રિક જ્યારે પ્રકર્ભાવસ્થાને પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે જ મુક્તિની પ્રાપ્તિ જીવને થાય છે, આવે એને પ્રકષ ઝિયામાં નથી-પુરૂષમાં જ હોય છે. આથી સમ્યગ્ગદર્શના દિકના પ્રકર્ષને અભાવ હોવાથી ઢિયે પુરૂષોની અપેક્ષા અપકૃષ્ટ માનવામાં આવેલ છે તે આવું કહેવું એ પણ ઠીક નથી.
ઉત્તર–એવું કઈ પ્રમાણ નથી કે જે સિમાં સમ્યગ્દર્શનાદિક ત્રિકના પ્રકર્ષની અસંભવતા સિદ્ધ કરી શકે. દેશવિપ્રકૃષ્ટ અને કાળવિપ્રકૃષ્ટ પદાર્થોમાં પ્રત્યક્ષ પ્રમાણની અપ્રવૃત્તિ હોવાથી એ તે એ વાતને સમર્થક થતા નથી. આજ પ્રમાણે પ્રત્યક્ષની અપ્રવૃત્તિ હોવાના કારણે અનુમાનની પણ ત્યાં પ્રવૃત્તિ થતી નથી. અર્થાત્ અનુમાન પણ એ બતાવી શકતું નથી કે, સિયોમાં સમ્યગ્નદર્શનાદિકના પ્રકર્ષની અસંભવતા છે. રહ્યું આગમ તે એ પણ જગ્યા જગ્યા ઉપર પ્રગટ કરે છે કે, સ્ત્રિમાં એને પ્રકર્ષ હોઈ શકે છે. “ફથી રિસ વિજા આ ગાથા જ એના માટે પ્રમાણભૂત છે. આ કારણે રત્નત્રયના પ્રકર્ષની અસંભવતાથી જ ક્રિયામાં પુરૂષોની અપેક્ષા હીનતા બતાવવામાં આવે છે એ બરાબર નથી. વળી પણ-આપ જે સિમાં રત્નત્રયના પ્રકર્ષને અભાવ પ્રતિપાદન કરે છે તે શા માટે કરે છે. કહે શું એમનામાં એને પ્રકર્ષ હોવાના કારણોના અભાવ છે? અથવા અિને સ્વભાવ જ એ છે કે, જે એના પ્રકર્ષને નથી થવા દેતે ? અથવા રત્નત્રયનું વિરોધી ત્યાં આપણું છે ? પ્રથમ પક્ષ તે એ કારણે ઉચિત માનવામાં નથી આવતું કે, જ્યારે તે અભ્યાસ કરતી રહે છે તે એજ અભ્યાસ એના પ્રકર્ષની પ્રાપ્તિનું કારણ એના માટે બની જાય છે. એવું શાસ્ત્રમાં કહ્યું છે. રત્નત્રયને અભ્યાસ સિયોમાં વર્તતા છે આમાં તે વિવાદ નથી.
સ્ત્રીત્વ રત્નત્રયના પ્રકર્ષનું વિરોધી છે એ પણ બરાબર નથી રત્નત્રયને પ્રકર્ષ એજ છે કે જેના પછીથી મુકિત પદની પ્રાપ્તિ થઈ જાય તે
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨ ૭૮