________________
બનવું, મોટું બનવું, વામન બનવું, કુબડા બનવું આદિ એ સઘળા નામ કર્મનાં કામ છે. (૬) જે જીવને ઉચ્ચ નીચ કુળમાં ઉત્પન્ન કરે છે, જેમ કુંભાર માટીને ઉચા નીચા સ્વરૂપમાં બનાવે છે. તેનું નામ ગાત્ર કમ છે. (૭) જેમ કેઈ ને દાન દેવાનું રાજા ભંડારીને કહે છે, પરંતુ એ ભંડારી એ દાનના દેવામાં વિદનરૂપ બની જાય છે તે પ્રમાણે જે કર્મ જીવન માટે દાનાદિકના કરવામાં વિદનકારક બને છે તે અંતરાય કર્મ છે. (૮) આ પ્રમાણે સંક્ષેપથી આ આઠ કમ છે. વિસ્તારની અપેક્ષા જેટલા જીવ છે એટલાં જ કર્મ છે.
કર્મોને આ નિર્દેશ કમ અર્થરૂપે છે. અને તે આ પ્રમાણે છે. સઘળા જીવને જે ભવ્ય વ્યથા થઈ રહેલ છે એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ઉદયથી જન્મે છે. આ વેદનાને અનુભવ કરતાં કરતાં એ જીવ મેહથી અભિભૂત થવાના કારણે વિરાગ્યને પ્રાપ્ત કરી શકતું નથી. જ્યાં સુધી તે અવિરત અવસ્થામાં રહે છે ત્યાં સુધી દેવ, મનુષ્ય, તિર્યચ, નરક, આદિ કેટિમાં ઘુમતે રહે છે. નામ વગર જન્મ હેતે નથી. જેટલા પ્રાણી જન્મે છે એ સઘળા શેત્રથી બંધાયેલા છે. સંસારી જીવેને સુખને અથવા કલેશને જે અનુભવ થાય છે એ સઘળું અંતરાયનું કારણ છે. તાત્પર્ય—આને કમ નિર્દેશ આ પ્રમાણે છે કે, સઘળા સંસારી જીવને જે ભવ્યથા ભોગવવી પડે છે તેનું કારણ જ્ઞાનાવરણય અને દર્શનાવરણીય કર્મને ઉદય છે. આ વેદનાને તેને જે અનુભવ થાય છે, તેમાં કારણ વેદનીય કર્મ છે. આ વેદનીય કર્મના ઉદયથી જ એ જીવ સુખ દુઃખને ભેગવે છે. આવી પરિસ્થિતિમાં પડીને પણ આ જીવ વિરતિ ભવને પ્રાપ્ત થતું નથી. એનું કારણ મેહ કમને ઉદય છે. અવિરતિથી યુક્ત હેવાના કારણે જ આ જીવ ચારે ગતિઓની આયુ ભેગવતે રહે છે. કદિક નરકાદિક આયુ, કદિક તિર્યંચ આયુ, કદિક મનુષ્ય આયુ, અને કદિક દેવ આયુ. આમાં રહેનાર જીવના શરીરનું નિર્માણ આદિ કાર્ય નામ કમી કરે છે. ત્યાં ઉચ્ચ નીચ ગોત્ર કર્મને તેને ઉદય રહે છે. સર્વ પ્રકારથી સુખી આ સંસારમાં કઈ પણ જીવ નથી કે ઘરમાં રાખેલી વિભૂતિને ભેગવી શકતા નથી. ફક્ત મગની દાળનું પાણી પીઈને જ પિતાને સમય પૂરો કરે છે, એ ભેગાન્તરાય કમને ઉદય છે. આજ પ્રમાણે દાનાન્તરાય કર્મને પણ જાણી લેવા જોઈએ, ૫ ૨ ૩ છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૧૪