________________
કરવા માટે ત્યાં જઈ રહ્યા છે. રાજાએ કહ્યું કે, પ્રધાનજી ત્યારે તે આપણે પણ તેમની વંદના કરવા માટે ત્યાં જવું જોઈએ. નમુચીએ પ્રત્યુત્તરમાં કહ્યું, હા, મહારાજ જેવી આપની આજ્ઞા પરંતુ હું વંદના કરવાના અભિપ્રાયથી ત્યાં આવવા ઈચ્છતું નથી. હું ચાહું છું કે, ત્યાં જઈને આપને મધ્યસ્થી બનાવી તેમની સાથે વાદવિવાદ કરું, અને એમને પરાસ્ત કરું. રાજાએ નમુચીની વાત માની અને તેને સાથે લઈને મુનિ વંદના માટે ચાલી નીકળ્યા. ત્યાં પહોંચતાંજ નમુચીએ મુનિરાજોને પણ ગર્વથી કુલાઈને કહ્યું કે, આપ લોક ધમનું વાસ્તવિક સ્વરૂપ જાણે છે કે, નહીં ? જે જાણતા હોતે તેનું થોડું ઘણું વિવેચન કરે શ્રમણએ તેની આ પ્રકારના વચનની અસંયમિતતા જોઈને ચૂપ રહેવાનું જ ઉચિત માન્યું તે સઘળાઓ તેની વાતનો કશે પ્રત્યુત્તર ન આપતાં મૌન બેસી રહ્યા જ્યારે નમુચીએ તેમની પિતાના વચને તરફ ઉપેક્ષાવૃત્તી જોઈ ત્યારે કષાયના આવેશમાં આવીને કહેવા માંડયું કે, આતે કેરા બળદ છે. આ બિચારા ધર્મતત્વનું સ્વરૂપ ક્યાંથી સમજી શકે ? આ પ્રકારે એ દુર્મતિએ મુનિરાજોની વિશેષરૂપથી નિંદા કરવાનો પ્રારંભ કર્યો. તેની આ પ્રકારની અસભ્ય વર્તણુક જોઈને શ્રમણોએ તેને કહ્યું કે મનુષ્ય પોતાના મેઢાથી કાંઈપણ કહે તેને કેઈરેકા શકતું નથી, પરંતુ બીજાઓને વગર કારણે નીંદા કરવી અને તેમની સામે અસભ્ય વ્યવહારનું વર્તન ચલાવવું એ તેના માટે જરા પણ ઉચિત નથી. અમે એવું ચાહતા નથી કે, ધાર્મિક પ્રશ્નના કારણે વાતાવરણને ઉગ્ર બનાવવામાં આવે. પરંતુ આપની પ્રવૃત્તિ જોઈને અમને વિશ્વાસ આવી રહ્યો છે કે, આપના મુખમાં ઉગ્ર પ્રમાણથી છેટી હઠ જાગી રહી છે. આથી આપ જો આપની એ વિનાકારણની હઠને પુરીજ કરવા ચાહતા છે તે અમે એ માટે તૈયારજ છીએ. જયારે આ પ્રકારે ગુરુજન તેને કહી રહ્યાં હતા એટલામાં એમના કેઈ એક નાના શિષ્ય એમને ખૂબજ વિનય કરીને કહ્યું કે, મહારાજ આપ હમણું રેકાઈ જાવ. પહેલાં અમને જ તેમની સાથે ચર્ચા કરી લેવાની આજ્ઞા આપે. જયારે આ હઠાગ્રહીની બુદ્ધિને અમે જ યોગ્ય માર્ગ ઉપર લાવી શકીએ તેમ છીએ ત્યારે આપ પૂએ આના માટે કષ્ટ ઉઠાવવાની જરૂરત નથી. નાના શિષ્યનું આ પ્રકારનું વચન સાંભળીને નમુચિનું સઘળું શરીર ક્રોધના આવેશથી ધમધમી ઉઠયું, અને તે વચમાં જ ટપકીને કહેવા લાગે કે આપ લોક શૌચથી રહિત અને વેદના સિદ્ધાંતથી બહિર્મુખ છે. આથી આપ લોકોને અહીંયા રહેવા દેવા એ સઘળી રીતે અનુચિત છે. કહે આપની પાસે આને શે જવાબ છે ? નમુચિની આ પ્રકારની વાત સાંભળીને જવાબ આપતાં નાના શિખે કહ્યું કે, સાંભળે આ પાંચ સૂના છે. જળકુંભ, પ્રમાજની, ચુલી, કંડની અને વૈષણ. કૃતિઓમાં એવું કહે છે કે આ પાંચ સૂનાઓને જે આશ્રય કરે છે તેજ વેદબાહ્ય છે. આનો આશ્રય અમે લોકો તે કરતા જ નથી. ત્યારે અમારામાં વેદબાહ્યતા કયાંથી આવી શકે? આજ રીતે અમે લેકે શૌચ વિવજીત પણ નથી. અશૌચનું નામ મિથુન છે. જે મનુષ્ય આનું સેવન કરે છે તેજ શૌચ વિવા માનવામાં આવ્યા છે. આથી મિથુન સેવનથી રહિત અમે લેાકો અશૌચ કઈ રીતે રીતે થઈ શકીએ ? પરંતુ આપ લેક જ શાચ રહિત આનાથી સિદ્ધ થાઓ છો.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७९