________________
કુન્થનાથે રાજ્યાસને આવતા એનું સારી રીતે સંચાલન કર્યું અને પ્રજાજનોને પિતાના પુત્રવત્ માનીને પાલન પિષણ કર્યું. આ કાર્યમાં તેમને ઘણે કાળ
વ્યતીત થયે રાજ્ય કરતાં કરતાં તેમના શસ્ત્રાગારમાં જ્યારે ચરનની ઉત્પત્તિ થઈ ત્યારે તેને સૂચિત માર્ગ ઉપર ચાલીને કુન્થનાથે છ ખંડ ભરતક્ષેત્ર ઉપર પિતાના વિજયનો ડંકો વગાડીને એક છત્ર રાજ્યની રથાપના કરી. આ પ્રમાણે સઘળી પ્રવીના શાસક બનીને તેઓ જ્યારે હસ્તિનાપુર પાછા ફર્યા ત્યારે ચકવતીને પદ ઉપર દેએ મળીને તેમને અભિષેક કર્યો. એ કુન્થનાથ ચક્રવર્તીએ આ પૃથ્વી ઉપર ખૂબ રાજ્ય કર્યું. જ્યારે આ પ્રમાણે રાજ્યાદિકનું પાલન કરતાં કરતાં એમનાં કેટલાંએ વ વ્યતીત થયાં ત્યારે લોકાન્તિક દેએ આવીને તેમને બેધિત કર્યા કાન્તિક દેવથી પ્રતિબંધિત થવાથી તેઓએ રાજ્યને ભાર પોતાના વિશ્વપ્રિય નામના પુત્રને સુપ્રદ કરીને દીન, અનાથ, અને ધાર્મિકજનને નિયાણુ રહિત દાન કર્યું. - ત્યારપછી તેઓ પાલખીમાં આરૂઢ થઈને સહજ આમ્રવનની તરફ ગયા તેમને નિષ્ક્રમણ મહોત્સવ દેવ અને નરેન્દ્રોમાં ભારે ઉત્સાહની સાથે મનાવ્યું. સહસ્ત્રઆમ્રવનમાં પહોંચીને તેઓએ એક હજાર રાજાઓની સાથે દીક્ષા ધારણ કરી દીક્ષા ગ્રહણ કરવાથી તેમને મન:પર્યય જ્ઞાન ઉત્પન્ન થયું, ભાન્ડ પક્ષીના માફક અપ્રમત્ત બનીને પ્રભુ સઘળા સાધુઓની સાથે આ ભૂમિ મંડળ ઉપર વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં પછી સોળમા વર્ષે એજ સહસ્ત્ર આમ્રવનમાં જ્યારે પધાર્યા ત્યારે તેમને ત્યાં લોકાલોકનું પ્રકાશક કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
આ પ્રકારે ભગવાન જ્યારે કેવળજ્ઞાની બન્યો ત્યારે પિતતાન આસન ચલાયમાન થવાથી દેવેન્દ્રોએ ભગવાનના આ કેવળજ્ઞાનની પ્રાપ્તિને મહોત્સવ ખૂબ હર્ષ પૂર્વક મનાવ્ય-અને સમવસરણની રચના કરી. બાર પ્રકારની પરિષદાની વચમાં પાંત્રીસ ધનુષ પ્રમાણ કાયાવાળા પ્રભુએ સમવસરણમાં બીરાજમાન થઈને પાંત્રીસ ગુણોથી અલંકૃત વાણી દ્વારા ધર્મને ઉપદેશ આપ્યા. ભગવાનની આ ધાર્મિકદેશનાનું પાન કરી અનેક ભવ્ય પ્રાણીઓએ એમની પાસેથી દીક્ષા લઈને પોતાના જીવનને સફળ બનાવ્યું. ભગવાનના પ્રાંત્રીસ ગણધર હતા. અને પાંત્રીસ ગચ્છ હતા . પ્રભુની સાથે સાઠ હજાર સાધુ. છાસઠ હજાર સાધિઓ. એક લાખ અગણ્યાશી હજાર, શ્રાવક અને ત્રણ લાખ એકાશી હજાર શ્રાવિકા હતી. આ પ્રકારે ચતુર્વિધ સંઘની સ્થાપના કરીને કુંથુનાથ પ્રભુએ એક હજાર મુનિઓની સાથે એક મહિનાનો સંથારે કરી પાછળથી સિદ્ધ પદને પ્રાપ્ત કર્યું. ભગવાન કુન્થનાથનું આયુષ્ય પંચાણુ હજાર વર્ષનું હતું. તેમાં ત્રેવીસ હજાર સાતસો પચાસ વર્ષ કુમારપદ ઉપર, અને એટલાજ વર્ષ માંડલીકપદ ઉપર અને એટલાજ વર્ષ ચક્રવર્તી પદ ઉપર અને એટલાજ વર્ષ સંયમ અવસ્થામાં રહ્યા. આ પ્રમાણે ભગવાનનું સઘળું આયુષ્ય પંચાણું હજાર વર્ષનું હતું. ૩૯
છે આ પ્રકારે કુપુનાથ ચકવતીની આ કથા છે. એ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩