________________
ત્યાં તેમણે ભગવાનને વિનયપૂર્વક નમસ્કાર, વંદના સ્તુતિ કરીને પ્રભુની ધ દેશનાને સાંભળી. પ્રભુની ધ દેશના જ્યારે પૂરી થઇ ત્યારે ચાયુધે નમસ્કાર કરીને કહ્યું, હે ભગવાન ! આ અમારૂ પરમ સૌભાગ્ય છે કે, કરૂણારસના સાગર એવા આપનાં દર્શીન અમેાને થયાં. હું. આ ભવસાગરથી અત્યંત ડરી રહ્યો છું. આથી પ્રાથના કરૂ છું કે, આપ દીક્ષા પ્રદાન કરીને મને સાથમાં લ્યા. આ પ્રકારે ચક્રા યુધનુ વચન સાંભળીને ભગવાને તેમને કહ્યું, હે દેવાનુપ્રિય ! જેમ તમને ઠીક લાગે તેમ કરી. આ રીતે પ્રભુ પાસેથી અનુમતિ મેળવીને ચક્રાયુધે પાતાના સહસ્રાયુધ નામના પુત્રને રાજ્ય સોંપીને નેબ્યાસી રાજાઓની સાથે ભગવાનની પાસે દીક્ષા અંગીકાર કરી. ભગવાને નેવું મુનિઓને પેાતાના ગણધર બનાવ્યા આથી શાંતિનાથ પ્રભુને નેવુ ગણધર થયા છે. એ ગણુધરાએ ત્રિપદીના અનુસાર દ્વાદશાંગીની રચના કરી. તે સમયે અનેક નરનારીઓએ દીક્ષા ધારણ કરીને પાત પોતાના જીવનને સફળ બનાવ્યું. આ પ્રમાણે ભગવાન શાંતિનાથે ધર્માંતી ની પ્રવૃત્તિ કરી. તેમના સાધુઓની સંખ્યા ખાસઠ ૬૨હજાર અને સાધ્વીઓની સંખ્યા એકસઠ હજાર છસેાની (૬૧૬૦૦) હતી. શ્રાવકાની સ ંખ્યા બે લાખ નેવુ' હજારની હતી. તેમજ શ્રાવિકાએની સંખ્યા ત્રણ લાખ ત્રાણુ હજારની હતી. આ પ્રમાણે દાન, શીલ તપ, અને ભાવનાના ભેદથી ચાર ભેદવાળા એવા ધર્માંની પ્રભાવના કરવાવાળા એવા પ્રભુનો આ ચતુર્વિધ સંધ બન્યા. આ સધ કેવા હતા કે, જે સદગુણુરૂપી ઉદધીનો એક સમુદાય હતા. પ્રભુએ દીક્ષા પર્યાયમાં પણ પચ્ચીસ હજાર વર્ષાં વ્યતીત કર્યા પછીથી નવસેા સાધુએની સાથે તે એક માસનું અનશન કરી સિતિને પામ્યા.
ભગવાનનો કુમાર કાળ પચ્ચીસ હજાર વર્ષનો, માડલીક પદ્મ પચ્ચીસ હજાર વર્ષીનું, ચક્રવર્તીનું પદ પચ્ચીસ હજાર વર્ષીનું, અને દક્ષા પર્યાય પણ પચ્ચીસ હજાર વર્ષની હતી. આ પ્રમાણે ભગવાનનું સંપૂર્ણ આયુષ્ય એક લાખ વતુ હતુ. ભગવાનના નિર્વાણુ મહાત્સવ સુર અને અસુરાએ મળીને ઘણા ઉત્સાહની સાથે મનાવ્યા. પ્રભુના નિર્વાણકાળે ત્રણે લેાકમાં જીવાને દરેક પ્રકારે શાંતિ પ્રાપ્ત થઈ તેમના સંતાપાનું શમન થયું. ભગવાનના મેાક્ષ પધાર્યાં પછી કેટલાક કાળ પછી સુની ચક્રાયુધ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિપદને પામ્યા. ।।૩ણા
!! આ પ્રકારનુ શાંતિનાથ પ્રભુનું ચરિત્ર છે, ૫
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
७०