________________
રિદ્ધિને સત્તા-સવા ત્યાગ કરી પાનમુદ-મુત્રાપુપતક સંયમને ધારણ કરેલ. એમની કથા આ પ્રકારની છે.
આ ભરતક્ષેત્રમાં ધર્મનાથ અને શાંતિનાથ ભગવાનના સમય કાળમાં મહીમંડળ નામના નગરના નરપતિ નામના એક સુપ્રસિદ્ધ રાજા હતા તે રાજા પ્રજનું પાલન પિતાની સંતતિની માફક કરતા હતા. “સમ્યગધર્મની છત્રછાયામાં રહીને લેકે પિતાનું હિત કરે” આવા વિચારથી એ તેના પ્રચારના સાધનમાં કદી પણ કમીપણું આવવા દેતા નહીં ધર્મનો પ્રચાર કરો અને પ્રજાનું સારી રીતે પાલન કરવું. આ બને કાર્યોમાં એમના સમયને વધુમાં વધુ ભાગ વ્યતીત થતું હતું. આ પ્રમાણે શાસન કરતાં કરતાં કેટલાક વર્ષો વીતી ગયાં. એક સમય એ નગરના ઉદ્યાનમાં વિશ્રત કીતિ નામના મુનિરાજ આવેલા. રાજા ધર્મશ્રવણ માટે એમની પાસે ગયા અને ત્યાં મુનિરાજના શ્રીમુખથી સમ્યધર્મને ઉપદેશ સાંભળી રાજાને વૈરાગ્યભાવ જાગૃત થયે. આથી તેણે રાજ્યને પરિત્યાગ કરી વેરાગ્ય ભાવે સંયમ ધારણ કર્યો, મુનિધર્મમાં પ્રમાદ રહિત થઈને રાજાએ વિશુદ્ધ ચારિત્રનું સારી રીતે પાલન કર્યું. ચારિત્રને પાળતાં પાળતાં કાલના અવસરે કોલ કરીને તે મધ્યમ વેયકમાં મદમિંદ થયા. ત્યાંની ભવરિથતિ સમાપ્ત કરીને ત્યાંથી ચાવીને ભારતક્ષેત્રની શ્રાવસ્તી નગરીમાં રાજા સમુદ્રવિજયની ભદ્રા નામની રાણીની કૃએ પુત્રરૂપે અવતર્યા. એમના આગમન સમયે રાણીએ ચૌદ સ્વપ્ન જોયાં. પોતે જોયેલાં એ સ્વપ્નનું શુ. ફળ છે એ જાણવા માટે રાણું ભદ્રાએ પોતાના પતિને કહ્યું. ત્યારે તેને પ્રત્યુત્તરમાં રાજાએ રણને કહ્યું કે, દેવિ ! તમારા ગર્ભથી ઉત્પન્ન થનાર બાળક ચક્રવતી બનશે. આ વાતની સૂચના આ સ્વપ્નાઓથી મળે છે. ચકવતી જેવા પુત્રની માતા બનનાર તું ખૂબજ ભાગ્યશાળી છે. આ પ્રમાણે જોયેલાં સ્વપ્નનું ફળ પિતાના પતિ પાસેથી જાણીને રાણી ખૂબ જ હર્ષિત બની. પુરા નવ માસ અને સાડાસાત દિવસને સમય પૂર્ણ થયે ત્યારે રાણીએ પુત્રરત્નને જન્મ આપ્યો. માતાપિતાને ઘણે આનંદ થયો. એનું નામ તેમણે મઘવા રાખું શુકલપક્ષના ચંદ્રમાની માકફ મઘવાના શરીરની વૃદ્ધિ થવા લાગી. જ્યારે ને યુવાવસ્થામાં પહોંચે ત્યારે સમુદ્ર વિજયે રાજ્યને ભાર તેને સોંપી દઈ તે પરલોકનાં હિતાવધાયક કાર્યોની આરાધના કરવામાં સાવધાન બની ગયા. આ પ્રમાણે સમાહિત ચિત્ત બનીને સમુદ્રવિજયે આત્મકલ્યાણના માર્ગની સાધના કરતાં કરતાં પોતાના જીવનને સમય પુરો કર્યો. મઘવા રાજાએ પણ પિતાએ સેપેલા રાજ્યની સારી રીતે દેખભાળ કરવા ઉપરાંત પ્રજાને સંપૂર્ણપણે સંતોષવાનું કાર્ય કર્યું. સમય વિતતાં તેને ચક્રવર્તી પદનાં સૂચક ચૌદ રત્નોની પ્રાપ્તિ થઈ તેણે છ ખંડથી ભરેલા ભરતક્ષેત્રમાં સર્વત્ર વિજય કરી પોતાનું એક છત્ર રાજ્ય સ્થાપ્યું આ રીતે ચકવતી પદની પ્રાપ્તિ અને તેના વિભવનો ઉપભેગ કરતાં તેનો ઘણે સમય વીત્યે. એક વખત ત્યાં ધર્મઘોષ નામના મુનિરાજનું આગમન થતાં એમની પાસેથી શ્રત ચારિત્રરૂપ ધર્મનો ઉપદેશ સાભળીને સંસારથી વરાગ્ય ઉત્પન્ન થતાં તેણે તુરત જ રાજ્યને પરિત્યાગ કરી તેમની પાસેથી દીક્ષા ધારણ કરી લીધી. ધર્મનું સારી રીતે પરિપાલન કરીને તે ચક્રવર્તી મરીને ત્રીજા દેવલેકમાં ગયા. અને ત્યાંનું આયુષ્ય પુરૂ કરી ત્યાંથી ચવીને મહાવિદેહમાં કેવળી થઈને સિદ્ધિપદને પ્રાપ્ત કર્યું. એમનું આયુષ્ય પાંચ લાખ વર્ષનું હતું. ૩૬
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩