________________
વર્ણન કરવું અશક્ય છે. છતાં પણ હે રાજન્ ! જે પુરુષ હોય છે તેજ આવા કન્ટેને સહન કરવામાં શક્તિશાળી બને છે. વજને પાત તે પૃથ્વી જ સહન કરે છે, બીજું કોઈ નહી. આ માટે આપ વૈર્ય ધારણ કરે. જે પ્રકારે સમુદ્ર દુઃસહ વડવાગ્નિને સહન કરે છે તે રીતે આપે, પણ આ અસંભવનીય દુખ સહન કરવું જોઈએ. ધીર પુરુષે તે એજ છે કે બીજાને સમજાવીને પિતે ધર્યને ધારણ કરતા હોય છે. જે રીતે બીજાઓને સહનશીલ બનવાનું કહે છે એ જ આચરણને પિતે આચરતા હોય છે. આમ હવે વિલાપ કરવાથી કોઈ લાભ નથી. કહ્યું છે
"सोयं ताणं वि नो ताणं, कम्मबंधो उ केवलो।
तो पंडिया नो सोयंति, जाणंता भवरूवयं ॥१॥ જે કે મરેલાઓની પાછળ રહેવાવાળા મનુષ્ય તે મૃત આત્માની જરા પણ રક્ષા કરી શકતા નથી. કેવળ કર્મ બંધ જ કરે છે.
ઈત્યાદિ વચન દ્વારા રાજાને સમજાવી બ્રાહ્મણે સ્વસ્થ કર્યા. રાજાના સ્વસ્થ બન્યાથી બ્રાહ્મણે સામંત આદિને સઘળે વૃત્તાંત જણાવવાનું કહ્યું, ત્યારે તે લે કે એ બની ગયેલ સઘળા બનાવની યથાવત વિગત કહી સંભળાવી, તથા અવસરચિત વચનોથી રાજાને સમજાવીને ધર્મ ધારણ કરાવ્યું. આ પછી પૈયેથી સમન્વીત બનીને ચકવતી સગર રાજાએ પોતાના એ મૃત્યુ પામેલા સાઠ હજાર પુત્રોની કાલચિત સઘળી ક્રિયાઓ કરી, અને ધીરે ધીરે પુત્રોના મૃત્યુને શેક પણ વિસરી ગયા. થોડા સમય પછી ચકવતી સગર રાજાએ સારે મુહૂર્તમાં યુવરાજ જના ભગિરથ નામના પુત્રને રાજ્યાભિષેક કરીને પિતે ભગવાન અજીતનાથની પાસે જઈને જીનદીક્ષા અંગિકાર કરી, અને ખૂબ તપસ્યા કરવા માંડી. આ રીતે તપસ્યામાં એકાગ્રચિત્ત બનીને જ વગરે કર્મક્ષય કરીને સિદ્ધપદને પ્રાપ્ત કર્યું.
એક સમયની વાત છે કે આ તરફ ભગિરથ રાજાએ અજીતનાથના શાસનવતી વિશ્વામિત્ર નામના અતિશય જ્ઞાનસંપન્ન મુનિરાજને પૂછયું–ભગવાન! એ તે બત મારા પિતા અને તેમના બીજા ભાઈઓ સગર રાજના (૬૦) સાઠ હજાર પુત્રાએ સઘળાનું કયા પાપના ઉદયથી એક જ કાળમાં મૃત્યુ થયું છે? ભગિરથને આ પ્રશ્ન સાંભળીને જ્ઞાની મુનિરાજે કહ્યું કે હે રાજન ! સાંભળો. હું તમને એનું કારણ બતાવું છું, તે આ પ્રકારે છે– - એક સમય પાંચ મહાવ્રતના ધારક, ષટકાય જીના પ્રતિપાલક, રજોહરણથી સુશોભિત, યાત્રાદિક ઉપકરણને ધારણ કરેલા અને મુખ ઉપર નિબદ્ધ સદોકમુખવસ્ત્રિકા સંપન્ન સાધુ સઘ ગામેગામવિહાર કરતા કરતા એક અનાર્ય ગામમાં જઈ પહોંચ્યા. એ ગામમાં અનાર્યોની સંખ્યા સાઠ હજાર (૬૦)ની હતી. સાધુએને જોઈને તે અનાર્યોએ તેમને ગુપ્તચર સમજ્યા. આવા વિચારથી સઘળાએ મળીને તેમના ઉપર અનેક પ્રકારના ઉપદ્રવ કરવાનો પ્રારંભ કર્યો. કેટલાક મુનિરાજેના રજોહરણ બાળી નાખ્યા, કેટલાકના મુખ ઉપરની દોરા સાથેની મુખવર્સિ
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩