________________
પ્રાપ્ત થયું હતું. ભગવાને દીક્ષા અંગિકાર કર્યાં પછી ભરતને ચક્રવતી પદની પ્રાપ્તિ થઇ હતી. ચક્રવર્તી પદ્યના ઉપલક્ષ્યમાં તેમને સ્વની સમૃદ્ધિને પણ ઝાંખી પાડે એવી અયે ધ્યા નગરીના શાસક થવાના ચેગ સાંપડયા હતેા. નવનિધિ અને ચૌદ રત્નાના એ અધિપતિ હતા. બત્રીસ હજાર મુગટધારી રાજવીએ તેમનો સેવામાં રહેતા હતા. ખેતેર હજાર (૭૨૦૦૮) નગર ઉપર એમનું શાસન હતું છન્નુ કરોડ (૯૬૦૦૦૦૦૦૦) ગામામાં તેમની અખંડ આજ્ઞા ચાલતી હતી. ખત્રીસ હજાર (૩૨૦૦૦) દેશેાના સૌભાગ્યના નિર્ણય એમના હાથમાં હતા. અડતાલીસ હજાર (૪૮૦૦૦) પટ્ટણાના એ અધીશ્વર હતા. નવ્વાણુ હજાર (૯૯૦૦) દ્રોણુ મુખાના એ રક્ષક હતા. ચાર્યાશી લાખ (૮૪૦૦૦૦૦) હાથી અને એટલાજ ધેડાએ એમની સેનામાં હતા, છન્તુ કરોડ (૯૬૦૦૦૦૦૦૦) સૈનીકાના એ સ્વામી હતા. સેાળ હજાર (૧૬૦૦૦) દેવાના તથા છ ખંડ મડિત ભરતક્ષેત્રનું એકાધિપત્ય એમના હાથમાં હતુ. તેમને ચેાસઠ હજાર (૬૪૦૦૦) અન્તઃપુર હતા. તેઓ પેાતાની વિભૂતિના અનુસાર સાધર્મિક વાત્સલ્યા પણ કર્યા કરતા હતા. જીનશાસનની પ્રભાવના પણ કરતા હતા. દીનહીનજનાની રક્ષા પણ કરતા હતા. આવી રીતે એમનું જીવન આનંદ પૂર્વક વ્યતીત થતું હતું.
એક સમયની વાત છે કે, ચક્રવતી એ સવારમાં પેાતાના શરીરની માલિશ કરાવી અને એને વિવિધ પ્રકારના ઉવટનાથી ઘસાવ્યું. ત્યાર બાદ સ્નાનાગારમાં જઈને સારી રીતે સ્નાન કર્યું. શરીરને લૂછ્યું, લૂછયા પછી શરીરને સુરભિવાસિત વસ્ત્રોથી સુસજ્જીત અને વિશિષ્ટ આભુષણાથી અલંકૃત કરી તે પેાતાના આદશ ભુવનમાં ગયા ત્યાં જે વખતે તે પેાતાના શરીરની શૈાભાનું નિરીક્ષણ કરી રહ્યા હતા. એ વખતે એમની આંગળીમાંથી એક વીંટી નીકળી મણીરત્નવાળી ભૂમિ ઉપર જઈ પડી.–વીટી આંગળીમાંથી સરી જઈ ને ભૂમિ ઉપર પડી છે.” આ વાતની તેમને એ સમયે ખબર ન પડી. દર્પણમાં વીટી રહિત એવી ખૂંચી આંગળી તેમને જોવામાં આવતાં પેાતાની તે આંગળી શેાભાયુક્ત ન જણાઈ જેથી ચક્રવતી એ ખીજી આંગળીમાંથી પણ વીંટી ઉતારી તે તે પણ સુશાભિત ન લાગી. આ પ્રકારે તેમણે ક્રમશઃ પાંચે આંગળીએમાંથી વીંટીએ ઉતારી નાખી તેા તે પણ તેમને સેહામણો ન લાગી. આ પ્રમાણે તેમણે પેાતાના શરીર ઉપરનાં સઘળાં આભરણે ઉતારી નાખ્યાં અને શરીરને જયારે અરિસામાં જોયું તે અલંકાર રહિત એવું શરીર તેમને સાવ ખેડાળ દેખાયુ. આ પ્રકારની શારીરિક પરિસ્થિતિથી તેના દિલમાં સવેગભાવ જાગી ઉઠયા. તેમણે વિચાર કર્યાં કે, જુએ! આ શરીર કેટલું અશેાભિતું છે, તેનું પેાતાનુ સૌંદય તે કાંઇ પણ નથી, આ તે બહારની સુ ંદર વસ્તુએના સમાગમથી જ સુંદર લાગે છે. જે પ્રાણી શરીરને સુંદર માનીને તેમાં રાતદિવસ આસક્ત ખની રહે છે તે, નિયમતઃ વિવેકથી વિકળ બની રહેલ છે. આ અશે ભન એવા શરીરના સંબંધથી મનેાજ્ઞ અન્નપાન વિવિધ પ્રકારનાં ખાદ્ય, સ્વાદ્ય, પુષ્પ, ગંધ, વસ્ત્રઆદિ એ સઘળી જ વસ્તુઓ અપવિત્ર અને વિનષ્ટ થઇ જાય છે કહ્યું પણ છે—
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૪૨