________________
જેવું ન હોય તે એ પણ બતાવા કે, આ આપની સખી કાણુ છે ? રાજાના પ્રશ્ન સાંભળીને તેણે કહ્યું કે, હું' આશ્રવાસી તાપસની કન્યા મારૂનામ ના છે તથા મારી સાથે જે સખી છે એનુ નામ પદ્મા છે. એ વિદ્યાંધરાધિપતિ પદ્મપુરના રાજાની રાણી રત્નાવલીની કૂખેથી ઉત્પન્ન થયેલ છે. આને જન્મ થતાંજ આના પિતાં મરી ગયા. ભાઈઓમાં રાજયના કારણે પરસ્પરમાં યુદ્ધ થયું. ત્યારે આ ન્યાના રક્ષણ માટે એની માતા રત્નાવલી રાણી આને લઇને પેાતાના ભાઇ માલવ કુળપતિની પાસે આવેલ છે. આને તપસ્વીયાથી પાળી પેષિને મેટી કરવામાં આવેલ છે. આથી એ તાપસ કન્યાઓને ઉચિત એવાં જળસિંચન આદિ કાય કરે છે. જેવી સંગત મળે છે તેવા મનુષ્ય બની જાય છે. અહીં ચેડા દિવસે ઉપર એક યાતિષી આવેલ હતા. ગાલવે એમને એવુ· પૂછ્યું' કે, હું જયતિષી કહે તેા ખર્ આ વિદ્યાધર કન્યાના પતિ કાણુ થશે ? ત્યારે જયાતિષીએ કહ્યું કે, વખાહુ આને પતી થશે અને તે અશ્વથી અપહ્ત થઈને અહી આવશે. આ પ્રકારની એ તાપસ કન્યાની વાતને સાંભળીને સુવણું બાહું રાજાને ઘણાજ હર્ષોં થયા. એણે મનમાં વિચાર કર્યા કે, જો આ ઘેાડા મને ઉપાડીને અહી લઇ આવ્યા ન હોત તા આ આશ્રમમાં હું કઈ રીતે આવી શકત. આ પ્રકારના વિચાર કરીને સજાએ ફરીથી એ તાષસ કન્યાને પૂછ્યું કે, આ સમયે કુળપતિજી કયાં છે ? સૂર્યના માટે ચક્રવાકની માફક હું એમના દર્શનને માટે ઉત્કંડિત થઇ રહ્યો છું. નદાએ પ્રત્યુત્તરમાં રાજાને કહ્યુ - મહારાજ ! કુળપતિજી તા આ સમયે કાઈ કામના માટે કયાંક ગયા છે. અને તુરતમાંજ આવી જનાર છે. આ પ્રમાણે કહ્યા પછી નદાએ શજાને પૂછ્યું કે, હું મહાભાગ! પ્રગટરૂપમાં રાજ્યચિન્હાને ધારણ કરવાવાળા આપ કાણુ છે ? એ પ્રશ્નને રાજાએ નદાને કાંઈ ઉત્તર ન આપ્યા. પર`તુ રાજાના અનુચરાએ ઉત્તર આપતાં કહ્યુ કે, આજ મહારાજ સુવણુ મારૂં છે. સાંભળીને નદાનું હૃદય અત્યંત હૃતિ બની ગર્યું. રાજા કુળપતિના આવવાની પ્રતીક્ષા કરવા લાગ્યો. પરંતુ જ્યારે એમના આવવામાં એને વિલંબ જણાયા ત્યારે નંદાએ સુવણું બાહુ રાજાને એક પ`કુટીમાં બેસાડીને ધેાતે તેના આવવાની ખબર આપવા માટે પદ્માને પેાતાની સાથે લઈને રત્નાવલીની પાસે પહોંચી ગઇ. આ સમયે કુળપતિ ગાલવ પણ આવી પહેાંચ્યા. નંદાએ સુત્રણુ બાહુના આવવાના સમાચાર એ બન્નેને આપ્યા. કુળપતિ આથી પ્રસન્ન મન્યા અને રત્નાવલી રાણી, પદ્મા અને નંદાને સાથે લઇને સુવર્ણ આહુ રાજાની પાસે પહોંચ્યા. જ્યારે રાજાએ કુળપતિને આવતાં જોયા તે તે તેમને સત્કાર કરવા ઉભા થઈને સામે આવ્યા. રાજાએ કુળપતિને વ ંદન કર્યું. આ પછી પણ કુટીમાં આવી કુશળ વ`માન પૂછ્યા પછી કુળપતિએ કહ્યુ` કે રાજન! આ પદ્મા મારી ભાણેજ છે. આપને હું તે સાંપુ છું તે આપ એના પત્ની તરીકે સ્વીકાર કરી. આ આપની પત્ની થશે એ થાડા દિવસેા ઉપર એક જયાતિષીએ પૂછવાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૫