________________
સમાપ્ત કરી ત્યાંથી આવીને જમ્બુદ્વીપમાં પૂર્વ મહાવિદેહમાં આવેલ એ ક્ષેત્રના વિભૂષણ સ્વરૂપ તથા ધન ધાન્ય હિરણ્ય, સુવર્ણ અને માણિજ્ય આદિથી ભરપૂર પુરાણપુરમાં મહાબલિષ્ટ કુલિશબાહૂ નામના રાજાને ત્યાં તેમની સુદર્શના નામની રાણીની કુખેથી અવતર્યો. એ સુદર્શના રાણી ઘણીજ સુંદર હતી. રાણી સુદર્શનાના ગર્ભમાં જયારે તે પ્રવિષ્ટ થયા ત્યારે રાણીએ નિદ્રામાં ચૌદ સ્વપ્નને જોયાં હતાં. ગર્ભકાળ નવ મહિના અને સાડાસાત રાત્રી પૂરો થવાથી સુદર્શનાએ સઘળી લેકેના મનને આનંદ પમાડે તેવા એક સુંદર પુત્રને જન્મ આપ્યો. માતા પિતાને આ પુત્રની પ્રાપ્તિથી હર્ષનો પાર ન રહ્યો. માતાપિતાએ ઘણાજ ઠાઠમાઠ સાથે તેનું નામ સુવર્ણ બહુ રાખ્યું. તેના લાલન પાલનની વ્યવસ્થા ધાઈ માતાઓ દ્વારા થતી હતી. એમણે ઘણાજ પ્રેમથી કુમારનું લાલન પાલન કર્યું. સુવર્ણબાહુ ધીરે ધીરે વધવા લાગ્યા. સાથે સાથે તેણે કળાચાર્યોની પાસેથી સઘળી કળાઓને અભ્યાસ પણ કરી લીધા. આ પ્રકારે વધતાં વધતાં તે જ્યારે યુવાવસ્થાએ પહેર્યો ત્યારે કુલિશબાહ રાજાએ તેને રૂપગુણથી સંપન્ન એવી ઘણી રાજકન્યાઓ સાથે વિવાહ કરી દોધ આ પછી રાજ્ય કારોબાર સંભાળવામાં કુશળ જાણીને રાજાએ તેને રાજ્યગાદી સુપ્રદ કરીને પોતે મુનિ દીક્ષા ધારણ કરી લીધી. રાજ્યધુરા પોતાના હસ્તક આવતાં સુવર્ણ બાહુએ ન્યાય નીતિ અનુસારજ પ્રજાનું સારી રીતે પાલન કર્યું. એક દિવસની વાત છે કે, સુવર્ણબાહુ રાજા અશ્વક્રીડા કરવા માટે સૈનિકોની સાથે ઘેડા ઉપર બેસી નગરની બહાર નીકળ્યા. આમા એક ઘડો વક્રશિક્ષિત હતો તેના ઉપર સ્વાર થઈ તેને ફેરવવા લાગતાં ઘડે તેને અવળી દિશા તરફ એક ઘેર જંગલમાં લઈ ગયે. એ જંગલમાં મૃગનાં ઝુંડનાંઝુડ કરતાં હતાં. ઘડો ચાલતાં ચાલતાં થાકી ગયો હતો અને તરસથી પણ વ્યાકુળ બની ગયેલ હતે. જંગલમાં ચાલતાં ચાલતાં તેણે એક સરોવર ભાળ્યું જેથી તે ત્યાં ઉભો રહી ગયો. ઘોડો ઉભે રહેતાં જ રાજા તેના ઉપરથી નીચે ઉતરી ગયો અને તેને સરોવર પાસે લઈ જઈને પાણી પાયું. અને પોતે પણ પીધું. આ પછી એ સરોવરને કાંઠે થોડા સમય સુધી વિશ્રામ કર્યો. આ પછી રાજા ઘડાને લઈને આગળ વધ્યા ત્યારે તેમની દષ્ટિએ તાપસને એક આશ્રમ પડયો ત્યાં પહોંચીને જ્યારે એણે આશ્રમમાં પ્રવેશ કરવા પગ ઉપાડયો એ સમયે તેનું ડાબુ નેત્ર ફડકવા લાગ્યું. નેત્ર ફડકતાં જ રાજાએ વિચાર કર્યો કે, અહીં મને શ્રેયની પ્રાપ્તિ જરૂર થનાર છે. આ પ્રકારનો વિચાર કરતાં કરતાં તે આગળ વધી રહેલ હતે એ સમયે પિતાની સખીઓની સાથે પુષ્પવૃક્ષોની કયારીને જળ સીંચી રહેલ એક તાપસ કન્યા નજરે પડી. આ સમયે રાજાના સૈનિકે પણ ત્યાં આવી પહયાં. અનુચરોની સાથે રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. અનુચર સહિત રાજાને જોઈને એ બન્ને તાપસ કુમારિકાએને ગભરામણ થઈ રાજાએ તેમને ધય બંધાવતાં એની સખીને પૂછ્યું કે, આ આશ્રમના કુળપતિ કોણ છે તથા આપ લોક કેણ છે? જે કહેવામાં કાંઈ હરકત
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૫૪