________________
દેવરજી ! તમે આ તે કેવી નવી રીત ચલાવી રહ્યા છો, તો તે હરિવંશના એક વિભૂષણ છે. આથી જ્યાં સુધી તમે તમારે એક ઉત્તરાધિકારી ઉત્પન્ન નહિં કરો ત્યાં સુધી આ હરિવંશની વિભૂષતા કેવી? મુનિ સુવ્રતનાથ પણ આજ વંશના એક વિભૂષણ થયા છે. તેઓએ પોતાનો વિવાહ કરીને પાછળથી મુનિ દીક્ષા ધારણ કરેલ છે. તેઓ ગૃહસ્થહતા અને તેમને અનેક પુત્ર પણ હતા. પછીથી દીક્ષિત થઈને તેમણે મુક્તિ પ્રાપ્ત કરેલ છે. શાળા ચાથી પદ્માવતી કહે છે –
(વસન્તતિલકા) पद्मावतीति समुवाच विना वधूटी, शोभा न काचन नरस्य भवत्यवश्यम् । नो केवलस्य पुरुषस्य करोति कोऽपि, विश्वासमेष विटएव भवेदभार्यः ।।
પદ્માવતી કહે છે કે, હે દેવરજી! સ્ત્રીના વગર મનુષ્યની કઈ શોભા નથી. અને સ્ત્રી વગરના પુરૂષને કઈ વિશ્વાસ પણ કરતું નથી. તથા સ્ત્રીના વગરને પુરૂષ વિટ (નપુંસક) જ કહેવાય છે. આવા પાંચમી ગાધારી કહે છે –
ઈન્દ્રવજા છંદ) संसारयात्रा शुभ संघ सार्थ, पर्वोत्सवा वेश्म विवाह कृत्यम् । उद्यानलीला कमला विलासहः, शोभन्त एतानि विनाऽङ्गनां नो । १।।
દેવરજી! તમે તે અમોને સાવ ભોળા માલુમ પડે છે. પરંતુ સંસારનું કામ આવા ભેળા પણાથી ચાલતું નથી. સંસાર યાત્રા-જીવન યાત્રા, દયા દાન વગેરે શુભ કાર્યોનું કરવું, સંગમાં રહેવું. પર્વો તહેવારોને મનાવવા, ઉત્સવને કરવા, વગેરે સઘળાં કામે સ્ત્રીના વગર સુંદર લાગતાં નથી. આથી જીવનમાં ઘરની શોભારૂપ એવી સ્ત્રીનું હોવું આવશ્યક છે. તેના વગર ઘર શોભતું નથી તેમ વિવાહ વગેરે ના પ્રસંગે પણ મનને રૂચી આપવાવાળા બને છે. ઉપવનની કીડા પણ સ્ત્રીના વગર શોભતી નથી. તથા લક્ષ્મી વિલાસ આનંદ તે સ્ત્રીના વગર મળી શકતા જ નથી. અર્થાત સ્ત્રીના વગર લક્ષમી પણ ફીકી લાગે છે. જે ૧૫ છઠી ગૌરીએ કહ્યું–
(ઈન્દ્રજા) अज्ञानभाजः किल पक्षिणोऽपि, क्षितौ परिभ्रम्य वसन्ति सायम् । नीडे स्वकान्तासहिताः मुखेन, ततोऽपि किं देवर ! मूढ एकत्वम् ? ॥१॥
હે દેવરજી! અને તે તમારું આ ઉદાસિનપણું જોઈને અપારદુઃખ થાય છે. કારણકે, જુઓ તે ખરા અજ્ઞાની પક્ષી પણ અહીંતહીં રખડી રઝળીને જ્યારે સંધ્યાકાળે પિતાના સ્થાન ઉપર આવે છે ત્યારે તે પણ પિતાની પત્નીની સાથે આનંદથી મનોરંજન કરે છે. પરંતુ સમજાતું નથી કે, તમારી બુદ્ધિ કેમ એવી વિપરીત થઈ રહી છે કે, જેથી તમે તેનાથી પણ વધારે અજ્ઞાની બની રહ્યા છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૭