________________
જેટલું ખળ હતું તેટલુ તેને નમાવવામાં લગાવી દીધુ તે પશુ તે હાથને નમાવો શકયા નહીં ત્યાં સુધી જોર કર્યુ કે, તે પ્રભુના હાથ ઉપર લટકી ગયા તે પણુ તેને જરા પણ નમાવી શકયા નહીં. જે પ્રમાણે કેઈ બાળક વૃક્ષની ડાળને પકડીને લટકી રહે તે પ્રમાણે કૃષ્ણ પણ લટકી રહ્યા. પ્રભુની આ પ્રકારની અચિત્ત્વ શકિતને જોઈને કૃષ્ણે વિચાર કર્યો કે, જો તે રાજ્ય લેવાની જ અભિલાષ વાળા હાત તા પહેલાંથી જ મારા રાજ્યને તેણે લઈ લીધુ હેત પરંતુ એવુ તે તેણે કર્યું નથી. આથી એ વાત તે સત્ય છે કે તેને રાજ્યની આકાંક્ષા નથી. આ પ્રકારે કૃષ્ણ એ ચિંતાથી મુક્ત બની ગયા.
એક દિવસની વાત છે કે, સમુદ્ર વિજયે શ્રી કૃષ્ણને એવું કહ્યુ કે, હે કેશવ! હું નૈમિકુમારને અવિવાહિત જોઉં છું તેા મારા ચિત્તમાં ભારે ખેદ થાય છે. આથી તમે એવા પ્રયત્ન કરે કે, તેમિકુમાર વિવાહ કરવા માટે રાજી થઈ જાય. કૃષ્ણે સમદ્રવિજયના અંતરવ્યથાયુકત શબ્દને જ્યારે સાંભળ્યા ત્યારે તેમણે નેમિનાથને વિવહ કરવા માટે રાજી કરવાની એક એવા પ્રકારની યુક્તિ વિચારી. અને તેમણે પાતાની રૂક્ષ્મણી, સત્યભામા, આદિસ્રિયાને કહ્યું કે, તમે સમ્રળી મળીને નેમિકુમારને વિવાહ કરવા માટે વિવશ કરી. આટલ માં વસ'તને મતમે!હક સમય આવી ગયા. તેમાં વસંત રાજાએ સઘળા કામી જનાને કામનું શાસન માનવામાં વિવશ મનાવીદીધાં કારસ્કર જાતિનાં વ્રુક્ષાને પણ તેમણે કામજન્ય વિકાર થાય તેવા પ્રકારથી પ્રફુલ્લિત બનાવી દિધાં. ભ્રમરાએ કે જેએ સુંદર એવાં રસદાયક પુષ્પના રસાસ્વાદ ચૂસવામાં તત્પર બનેલ હતા તેમણે મધુરવર કરવાના પ્રારંભ કરી દીધે, કાયલે એ પોતાના પાંચેય સ્વરથી ગીતેને ગાવાના પ્રારંભ કરી દીધા. મલયાગિરી તરફથી ફૂંકાતા મંદ મંદ પવનની લહેરાએ વિરહી જતાના મનને પણ ઉત્કંઠિત બનાવવ માં કસર રાખી નહીં. આ પ્રકારે મા વસ ંતે જગતના માણસને વિનિય કરવામાં કામરૂપી વીરને ઉત્સાહિત કરવામાં કાઈ પણ પ્રકારનો તૃષ્ટિ આવવા દીધી નહીં. મા વસ’ત માસની સહાયતા મેળવીને પવન પણ સઘળી જનતાને વિશેષ સુખકર દેખાવા લાગ્યા. આ વિષયમાં કહ્યુ છે કે,~~
लत्ताकुजं गुञ्जन्मदवदलिपुत्रं चपलयन, समालिंगन्नंगं द्रततरमनङ्गं प्रवलयन् ।
मरुमंद मंद दलितमरविन्दं तरलयन्, रजोवृन्दं विन्दन किरति मकरन्दं दिशि दिशि ||
ભિન્ન ભિન્ન શબ્દ કરી રહેલ એવા મદોન્મત ભ્રમર સમૂહ છે, જેમાં એવા લતાકુ ને ચંચલ બનાવનાર તથા પ્રાણીયાના અંગને સુખસ્પર્શી પ્રદાન કરવાવાળા, કામને ત્વરિત ગતિથી વેગ આપનાર, વિકસી રહેલા કમળને ધીરે ધીરે પ્રફુલ બનાવનાર, તથા પુષ્પ પરાગને ગ્રહેણુ કરવાવાળે પવન આ સમયે પ્રત્યેક દિશામાં મકરન્દની વર્ષા કરવા લાગ્યા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૨૫