________________
મિત્ર હરનદીનો પુત્ર છે. આ વાતને સાંભળીને રાજાએ તે સમયે સિનિને યુદ્ધ બંધ કરવાનો આદેશ આપ્યો. યુદ્ધ બંધ કરીને પછીથી રાજાએ કુમારને કહ્યું–વર ! આ અજોડ એવા પ્રરાકમથી તમે તમારા પિતાના યશને ઉજવળ બનાવેલ છે. ભાગ્યથી જ આજે મને તમને જેવાને અવસર પ્રાપ્ત થયેલ છે. તમારા જેવા ગ્ય ત્રિપુત્રને જોઈને મારું અંતઃકરણ આજે વિશેષ આનંદ અનુભવી રહ્યું છે આ પ્રકારે અપરાજીતને કહીને રાજા તેને તેના મિત્ર સાથે હાથી ઉપર બેસાડીને પિતાના રાજભવનમાં લઈ ગયા. ત્યાં પહોંચીને રાજાએ તેનો વિવાહ પિતાની પુત્રી કનકમાળા સાથે કરી દીધા. આમ વિવાહિત થઈને કુમાર ત્યાં પોતાના મિત્ર વિમળ બેધની સાથે ત્યાં રહ્યો. અહીંથી જવામાં વિદ્ધ ન આવે એવા ખ્યાલથી તે એક દિવસ પિતાના મિત્રની સાથે રાત્રીના સમયે કઈને કહ્યા વગર ત્યાંથી પોતાના ઘેર જવા ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં જ્યારે તેઓ એક જંગલમાં પહોચ્યા તો ત્યાં તેઓએ કઈ સ્ત્રીનું કરૂણ રૂદન સાંભળ્યું કે, “હાય હાય આ પૃથ્વી નિવર થઈ ગઈ નહીં તે મને આ દુષ્ટના પંજામાંથી કેઈ છેડાવી લેત. અને મારું રક્ષણ કરત” જ્યારે કુમારના કાને આ પ્રકારનો અવાજ અથડાય ત્યારે તે એ અવાજ તરફ ચાલ્યા. કુમાર ડે દૂર જતાં ત્યાં પહોંચવામાં હતા ત્યાં તેમની દષ્ટિએ પ્રજવલિત જ્વાળાઓવાળી અગ્નિ સામે એક સ્રિને બેઠેલી દેખાઇ અને તેની પાસે તરવાર ખેંચીને ઉભેલા એક પુરૂષને જોયો. સ્ત્રી રોઈ રોઈને આ પ્રમાણે કહી રહી હતી કે, અહીંયાં જે કઈ વીરપુરૂષ હોય તે તે મારી આ દુષ્ટ વિદ્યાધરથી રક્ષા કરે આ પરિસ્થિતિને જોઈને મિત્ર સાથે અપરાજીત કુમાર જલદીથી આગળ જઈને તે વિદ્યાધરને કહેવા લાગ્યો કે, વિધાધર શા માટે આ અબળાને તું વ્યર્થમાં દુઃખ આપી રહેલ છે ? શા માટે આના ઉપર પિતાના બળની છાપ જમાવી રહેલ છે? જો તારામાં ખરેખર બળ હોય તે તું આવી જા અને મારી સામે યુદ્ધ કર. અને ત્યારે જ તને ખબર પડશે કે બીજાને પીડા આપવામાં કેટલો અનર્થ સમાયેલ હોય છે. કુમારની આ પ્રકારનાં વચનોને સાંભળીને ઉત્તેજીત બનેલ એ વિઘાધર અપરાજીત કુમારને કહેવા લાગે કે, હે દુરાત્મન ! ઉભે રે તને પણ આની જ સાથે પરલોકની યાત્રા કરાવું છું. આ પ્રકારે વાત વાતમાં જ તેમનું પરસ્પરમાં યુદ્ધ જામી પડયું. પહેલાં તે તરવારથી ઘણુ સમય સુધી લડયા. પછી મલયુદ્ધ કરવા લાગ્યા વિદ્યારે આ સમય નાગપાશથી અપરાજીત કમારને જકડી લીધે પરંતુ હાથી જેમ જુની રસીના બંધનને તોડી પાડીને એક બાજુ ફેંકી દે છે એજ પ્રકારે કરે એ નાગપાશને તેડી ફેડીને એક બાજુ ફેંકી દીધાં. વિદ્યારે જ્યારે પિતાના પ્રયુક્ત નાગપાશની આવી દુર્દશા જોઇ ત્યારે તેણે તરતજ વિદ્યાઓથી કુમારના ઉપર પ્રહાર કરવાનો પ્રારંભ કર્યો. પરંતુ અપરાજીત કુમારે પુણ્ય પ્રભાવથી એ સઘળા પ્રયુક્ત અને નિષ્ફળ બનાવ્યાં કુમારે એજ સમયે ઉછળીને તે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૨૦૮