________________
તુ. એને કઈ રીતે સહન કરી શકીશ? આ કારણે એજ ઉચિત છે કે, હમણાં તે તું ઘરમાં રહીને સુઓને ભેગવ. પછી વૃદ્ધાવસ્થામાં દીક્ષા લઈ લેજે. માતાની આવા પ્રકારની વાતને સાંભળીને કુમારે કહ્યું–હે માતા ! આ શરીર અશુચિથી ભરેલું તથા મળથી મલીન છે. રોગોનું આ ઘર છે. એથી કારાગારના જેવા અસાર આ શરીરમાં મનુષ્યને સુખદાયી એવી કઈ વસ્તુ છે? જ્ઞાનીઓને તે એજ આદેશ છે કે,
જ્યાં સુધી શરીરમાં સામર્થ્ય હોય છે ત્યાં સુધી જ વતની આરાધના થઈ શકે છે. બુઢાપામાં એવી આરાધના થઈ શકતી નથી. કારણ કે, એવી અવસ્થામાં જ્યારે શરીર સામર્થ્ય વગરનું બની જાય છે. આથી એ અવસ્થામાં વ્રતનું પાલન મહામુશ્કેલીથી થાય છે. આ પ્રકારનું કહેવાનું સાંભળીને માતાએ તેની સામે ભેગેને ભેગવવાનું પ્રલેભન રજુ કરતાં કહ્યું-પુત્ર! રમણી ગુણેથી વિભૂષિત એવી એ આઠ કુળવધૂઓની સાથે હમણું તે તમે ભેગોને ભેગ. આ સમયે તમારે દીક્ષાથી શું કામ છે?
કુમારે એના પ્રત્યુત્તરમાં કહ્યું–માતા ! આ વિષ જેવા વિષયોથી મને હવે કાંઈ કામ રહ્યું નથી. એ તે મને આ સમયે દુઃખને આપનાર અને બાલ અજ્ઞા નીના જેવા જ દેખાઈ રહેલ છે. એમાં દુઃખના બંધન સીવાય બીજું કાંઈ છના ફાળે આવતું નથી. કેણુ એ ભાગ્યહીન હશે કે, જે આ મનુષ્ય જન્મને કડીની પ્રાપ્તિના માટે રત્નની માફક ભેગેની પ્રાપ્તિના નિમિત્ત નષ્ટ-ભ્રષ્ટ બનાવી દેશે? હે માતા ! કદાચ તમે એવું કહે કે, દીક્ષાથી શું લાભ છે ? કમાગત આ દ્રવ્ય સમૂહ તમારા પુણ્યનું ફળ છે, જે તમારી સામે ઉપરિત છે. એને બતાવવાની જરૂરત નથી. આથી એને ભેળવીને આનંદ કરે. વ્યર્થ તપસ્યાના ચક્કરમાં શા માટે પડો છે? તો હે માતા ! એમ કહેવું પણ ઉચિત નથી. કેમકે, જે ધન આપણને પુણ્યના ફળ રૂપમાં મળેલ છે તે આજ રૂપમાં સદા કાયમને માટે બન્યું રહેશે એ માની શકાતું નથી. કેમકે, દ્રવ્યને નાશ. થવાના ઘણા રસ્તા છે. ચાર લેકે એને ચોરી જાય છે, કુટુંબીજનેમાં એના ભાગ પડી જાય છે, રાજા એને આંચકી કર્યો છે, તથા અગ્નિથી એને ક્ષણભરમાં વિનાશ પણ થઈ જાય છે. આથી આ ક્ષણભંગુર એવા દ્રવ્યને ભેગવવાનું પ્રલેભન બનાવવું એ હે માતા ! કઈ રીતે ઉચિત માની શકાતું નથી. ધર્મના સેવનથી જે પ્રકારની જીવને પરલોકમાં સુખની પ્રાપ્તિ થાય છે. તથા ધર્મ છવની સાથે જે રીતે પરલોકમાં જઈ શકે છે. એ રીતે ધન કાંઈ પણ ઉપયોગી બનતું નથી. આથી ધર્મની સામે ધનની કાંઈ પણ કીંમત નથી. તેમ નથી જીવને અનંત શિવસુખ પણ મળતું નથી એતે ધર્મના સેવનથી જ મળે છે. આથી જે વિચાર કરીને જોવામાં આવે તે ધર્મ એજ સર્વોત્તમ ધન છે. આ અચેતન દ્રવ્ય ધન નથી. એ તે એક પ્રકારની વિટંબણું જ છે.
પુત્રની આવી વાત સાંભળીને માતાએ કહ્યું- બેટા ! જીન વ્રતની આરાધના સુલભ નથી. એને અગ્નિની જવાળાઓના આસ્વાદ જેવી દુષ્કર છે. એવા દુષ્કર વ્રતને બેટા! આ સુકુમાર શરીરથી કઈ રીતે તમે પાળી શકશે?
માતાની આ પ્રકારની વાતને સાંભળીને કુમારને થોડું હસવું આવ્યું. તેણે
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૩