________________
લગ્ન કર્યું. કન્યાઓના માતાપિતાએ તેમને એટલું દહેજ આપ્યું કે જે તેની સાત પેઢી સુધી પહોંચી શકે. પિતાની એ આઠ સ્ત્રિઓ સાથે મહાબલ સાંસારિક સુખને ભગવી પિતાને સમય વ્યતીત કરવા લાગ્યા. એક સમયે નગરમાં પાંચ મુનિએની સાથે ધર્મશેષ નામના આચાર્ય મહારાજ પધાર્યા, જેઓ વિમલનાથ પ્રભુના વંશજ હતા. આચાર્ય મહારાજનું આગમન સાંભળીને પ્રસન્ન ચિત્તથી મહાબલ તેમને વંદના કરવા ગયે. આચાર્યશ્રી પાંચસો મુનિઓની સાથે જ્યાં રોકાયેલ હતા એ સ્થળે પહોંચીને મહાબલે તેમને વંદના કરી, તેમ જ તેમના મુખારવિંદથી ધર્મદે. શનાનું જ્યારે પાન કર્યું કે કર્મબળની વિશુદ્ધિ કરવાવાળા આ ધર્મદેશનાના પ્રભાવથી મંદભાગ્ય પ્રાણીઓને દુર્લભ એવે વૈરાગ્યભાવ તેનામાં જાગૃત થયે. વૈરાગ્યભાવ જાગૃત થવાથી મહાબલે આચાર્ય મહારાજને નમસ્કાર કરી નિવેદન કર્યું કે પ્રભુ! આપે આપેલ ધર્મને ઉપદેશ મને રૂએ છે. આથી હું મારા માતાપિતાની આજ્ઞા લઈને પાછા ફરું ત્યાં સુધી આપ કૃપા કરી અહીંયાં બિરાજી રહે. મહાબલની આ પ્રકારની વાત સાંભળીને આચાર્ય મહારાજે કહ્યું-ઠીક છે. તમારા જેવા ભાગ્યશાળીઓ માટે એ ઉચિત જ છે. પરંતુ વત્સ! આવા શુભ કાર્યમાં કાળક્ષેપ ન કરવો જોઈએ. આ પ્રકારની આચાર્ય મહારાજની અનુમતી મળતાં મહાબળ પિતાના નિવાસ સ્થાને ગયે અને ત્યાં પહોંચીને માતાપિતાને નમસ્કાર કરી કહેવા લાગે- હે તાત! હે માતા ! આજે મેં શ્રી ધર્મઘોષ આચાર્યની પાસેથી ધર્મદેશનાનું પાન કરેલ છે. અને સાંભળતાંજ મારૂં અંતઃકરણ આ સંસારથી ભયભીત બની ગયેલ છે. મારી ઇચ્છા છે કે હું આપની આજ્ઞાથી તેમની પાસે દીક્ષા અંગીકાર કરૂં. એ પૂછવા માટે જ હું આપની પાસે આવેલ છું. આપ મને આ વિષયમાં આજ્ઞા આપીને કૃતાર્થ કરશે એવી સંપૂર્ણ આશા છે, ભલા સંસારમ એ કર્યો પ્રાણ હશે કે જે સંસારસમુદ્રમાં ડૂબતે હોય ત્યારે નાવ મળી જતાં તેનો અશ્રય ગ્રહણ ન કરે? આ પ્રકારનાં પુત્રનાં વચન સાંભળીને તેની માતા પ્રભાવતી એ સમયે મૂચ્છિત થઈને પડી ગઈ. શીતલેપચારથી જ્યારે તે સ્વસ્થ થઈ ત્યારે રોતાં રોતા પુત્રને આ પ્રમાણે કહેવા લાગી.-બેટા ! હું તમારા વિયેગને જરા સરખોએ સહન કરી શકીશ નહીં. આથી જ્યાં સુધી અમે જીવીત છીએ ત્યાં સુધી તમે અમારી આંખો સામે રહે. પછીથી દીક્ષા અંગીકાર કરજે. માતાનાં આવાં પ્રેમભર્યા વચનેને સાંભળીને મહાબળે તેમને કહ્યું- હે જનની ! શું તમે જાણતાં નથી કે, આ સંસારના જેટલા પણ સંગ છે એ સઘળા સવપ્ન જેવા છે, તથા જીવન પણ ઘાસ ઉપર ચોંટેલા ઝાકળના બિંદુની માફક ચંચલ છે. જ્યારે આ પ્રકારની અહીં સ્થિતિ છે ત્યારે પછી એ કોણ જાણી શકે કે, પહેલાં કોણ મરી જવાનું છે, અને પછીથી કેણુ મરવાનું છે. આ કારણે મમતાને પરિત્યાગ કરી આજે જ આજ્ઞા આપે કે જેથી હું દીક્ષા ધારણ કરી મારા બાકીના જીવનને સફળ બનાવી શકું મહાબળની આ પ્રકારની વાત સાંભળીને તેની માતાએ ફરીથી તેને કહ્યું-વત્સ! આ તારૂં શરીર ખૂબ જ સુકુમાર છે. અને દીક્ષામાં તે અનેક પ્રકારના પરીષહ તથા ઉપસર્ગોને સામને કરવો પડે છે. આવી સુકુમાર કાયાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૪૨