________________
કહ્યુ -સ્વામિન! આપે પ્રથમ વૃક્ષના મેરને તાડયા આથી આપને આ રીતે તેડતાં જોઇને સૈનિકોએ પણ આપનું અનુકરણ કયુ", સઘળાએ મળીને તેનાં પુષ્પ પત્ર આદિ તેડીને તેને આ સ્થિતિએ પહોંચાડેલ છે. ચારા દ્વારા લુટાયેલા ધનની માફ્ક એ બિલકુલ શ્રી શેભા વગરનુ મની ગયેલ છે. આ પ્રકારનાં મંત્રીનાં વચન સાંભળીને રાજાએ વિચાર કર્યાં કે, જુઓ ! શ્રી-શાભાની ચંચળતા. જે આમ્રવૃક્ષ થેાડાજ સમય પહેલાં પેાતાની Àાભાથી માણસેાના મનને આકષી રહેલ હતું. તેજ વૃક્ષ અત્યારે શાલા વગરનુ ની જવાથી લોકોને એના તરફ જોવાનું મન પણ થતુ ં નથી. જેમ પાણીના પરપાટા અને સધ્યાના રંગ સ્થિર હોતાં નથી, આજ પ્રમાણે સંસારના સઘળાં પદાર્થો અસ્થિર અને વિનશશીલ છે આથી આવી વિનાશશીલ રાજય સંપત્તિનું હવે મારે કંઇ કામ નથી, અસ્થિરની સાથે કરવામાં આવેલી પ્રીતિ સ્વય અસ્થિરતાનું કારણ હાય છે. આથી એ સઘળાના પરિત્યાગ કરવા તેમાં જ આત્માનુ શ્રેય છે. આવેા વિચાર કરવાથી રાજાતે પેાતાના મનથીજ વૈરાગ્ય જાગી ગયા. અને એજ વખતે એમણે પેાતાના હાથથી માથાના વાળના લેચ કરીને શાસન દેવે આપેલ દોરાવાળી મુખવસ્ત્રિકા અને રજોહરણુ આદિ મુનિવેષ ધારણ કરી અપ્રતિબદ્ધ વિહાર કરવાના પ્રારંભ કર્યા. અંતે તેમણે સમાધિમરણથી દેહને પરિત્યાગ કરી નગગતિ મુનિરાજે સિદ્ધ ગતિને પ્રાપ્ત કરી આ પ્રમાણે આ ચેાથા પ્રત્યેક બુદ્ધ નગતિની કથા છે.
કરકરૂં દ્વિમુખ, નમિ અને નગગતિ એ ચારેય પ્રત્યેક યુદ્ધ મહાશુક્ર નામના સાતમા દેવલેાકમાં પુષ્પાત્તર વિમાનમાં ઉત્કૃષ્ટ સત્તર સાગરનીસ્થિતિવાળા બનીને સાથે સાથેજ ત્યાં ઉત્પન્ન થયા અને સાથે સાથે જ ત્યાંથી ચવીને સાથે સાથે જ દીક્ષા લઈને એક સાથે જ મેાક્ષમાં ગયા. ॥ ૪૭ |
ઉદાયન રાજર્ષિ કી કથા
તથા -‘સોરાયસઢો* ઈત્યાદિ !
અન્વયા -મોવીરાય સદ્દો-સૌવીરા-વૃષમ-સૌવીર દેશના સર્વોત્તમ રાજા સફાયો-વાચનઃ ઉદાયને ચત્તળ-ચત્તા સઘળા રાજ્યના પરિત્યાગ કરીને કરીને ત્ત્વો-પ્રતિ: મુનિદીક્ષા અંગીકાર કરી અને મુળીચર-મુનિઃગપત્ એજ મુનિ અવસ્થામાં રહેતાં રહેતાં તેમણે સર્વોત્કૃષ્ટ એવી ગતિ મુકિતને પ્રાપ્ત કરી,
ઉદાયન રાષિની કથા આ વકારનો છે—
આ ભરત ક્ષેત્રતાં સિંધુ સૌવિર નામના એક દેશ છે તેમાં વીતભય નામનુ એક પટ્ટણ હતું. તેના ઉદાયન નામે રાજા હતા. એ રાજા ખૂબ જ પુણ્યશાળી હતા.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૨૪