________________
રાજા હતા. રાજાને કેઈએ નજરાણામાં આભૂષણથી ભરેલી એક પકબંધ પેટી ભેટ કરી રાજાએ તે પેટીને ખેલા વિના જ તેમાં રહેલ દરેક અલંકારોને જોઈ લીધા. કનક જરીએ કહેલી આ આશ્ચર્યજનક વાતને સાંભળીને મદનિકાએ કહ્યું, સ્વામીનિ! પેટી ખેલ્યા વિના તેની અંદર રખાયેલા આભૂષણોને રાજાએ કઈ રીતે જોઈ લીધા ? કનકમંજરીએ કહ્યું તારી આ વાતને ઉત્તર કાલે આપીશ અત્યારે તો મને ઊંઘ આવે છે, એમ કહીને કનકમજરી સૂઈ ગઈ. અને મદનિકા પણ પોતાના સૂવાના સ્થાને ચાલી ગઈ. રાજાએ ફરીથી સાતમે દિવસે પણ તેને પિતાના શયનગૃહમાં આવવાનું કહ્યું. સાતમા દિવસે રાત્રીને સમય થતાં કનકમંજરી મદનિકાની સાથે શયનગૃહમાં પહોંચી, રાજ પણ વાતને જાણવાના આશયથી આવીને કપટનિદ્રાથી સૂઈ ગયે, ગઈ કાલની શંકાના સમાધાન માટે મર્દાનકાએ પૂછ્યું, ત્યારે કનકમંજરીએ કહ્યું, રાજાએ પેટીને ખેલ્યા વગર જ અંદર રહેલા આભૂષણોને સારી રીતે જોઈ લું એથી એમ જણાય છે કે, તે પેટી ફાટિક મીની બનેલી હતી જેથી સ્વચ્છ હોવાને કારણે તેની અંદર રહેલાં આભૂષણે રાજાને સ્પષ્ટ દેખાતાં હતાં. આ પ્રમાણે વિચિત્ર આખ્યાને દ્વારા તેણે છ મહિનાને સમય વ્યતીત કરી દીધા. રાજા તેની આ પ્રકારની વાતથી ખૂબજ પ્રસન્ન થયા. બીજી રાણીઓની કુશળતા પણ રાજાએ આ સમય દરમ્યાન ન પૂછી. આથી રાજાને અપ્રિય બનેલી એવી બધી રાણીઓ મદનમંજરીની કુથલી કરવામાં તેમજ તેની ઝીણામાં ઝીણું નબળી કડી શોધવાના કામમાં લાગી ગઈ. સઘળી રાણીઓએ એક સાથે મળીને એનો બદલો લેવાને નિશ્ચય કર્યો. એકઠી મળીને બધી રાણીઓએ વિચાર કર્યો કે, ચકકસ આણે રાજાને વશ કરી લીધા છે. આથી અમારા જેવી કુલીન સ્ત્રીઓનો ત્યાગ કરીને રાજા એક ચિત્રકારની પુત્રીમાં અનુરક્ત થઈ ગયેલ છે, અને અમારી સાથે વાતચીત પણ કરતો નથી.
આ તરફ ચિત્રકારની પુત્રી કનકમંજરી ભૂમિગૃહમાં બેસીને મધ્યાહ્ન કાળના સમયે પિતા તરફથી આપવામાં આવેલાં આભૂષણેને પહેરીને રોજ પોતાની તને ઉચ્ચસ્વરથી આ પ્રકારે સમજાવતી હતી. રે જી ! તું અભિમાન ન કર. કદી પણ ભૂલીને રિદ્ધિનું અભિમાન ન કરી શ. સંપત્તિને મેળવવા છતાં પણ તું તારી પહેલાંની અવસ્થાને કદી ન ભૂલ. આ કથીરનાં આભરણ અને જીર્ણ એવાં વસ્ત્રો જ તારાં છે. આ સિવાયનું બીજું બધું રાજાનું છે માટે હે આત્મા! ગર્વને પરિયોગ કરી શાંત ચિત્તવાળો થા, કે જેથી તું આ સંપત્તિને લાંબા કાળ સુધી ભોગવી શકે. નહિંતર રાજા તને ગળે લા અંગવાળા કુતરાની માફક તારૂં ગળું પકડીને બહાર કાઢી મૂકશે. આ પ્રકારની મદનમંજરીની ચેષ્ટા જોઈને એના તરફ દ્વેષ રાખવાવાળી રાણીઓએ એક સમય એકાન્તમાં બેઠેલા રાજાને કહ્યું,-નાથ ! જો કે, હવે આપને અમારા તરફ પ્રેમ રહ્યો નથી, છતા આપ અમારા દેવજ છે. આથી દેવના સ્થાને પતિને માનનારી એવી અમે સર્વનું કર્તવ્ય છે કે, અમો આપનું વિઘ સમયે રક્ષણ કરીએ. આપે જેને સહથી પ્રિયમાતી રાખેલા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૮