________________
કેઈ પણ નિર્ણય ન કરતાં તેને ઉઠાવવાની આપે ચેષ્ટા કરી. આ દૃષ્ટિએ મારી નજરમાં આપ પલંગના ચોથા પાયા છે. આ પ્રકારની એની વાત સાંભળીને રાજાએ એની વાતને સ્વીકાર કરવો પડે. આ પછી રાજાએ એ વિચાર કર્યો કે, જ્યારે આ એટલી ચતુર અને લાવણ્યથી યુકત વિદુષિ છે તે તેની સાથે વૈવાહીક સંબંધ જરૂરથી કર જોઈએ. આ પ્રમાણે સઘળી રીતે વિચાર કરીને રાજા પિતાના મહેલે ગયા અને આ તરફ કનકમંજરી પણ એના પિતાને ભોજન કરાવીને પિતાને ઘેર પહોંચી ગઈ. પિતાના મહેલમાં પહોંચીને રાજાએ પિતાના સચિવ કે જેનું નામ શ્રી ગુપ્ત હતું તેને ચિત્રાંગદ ચિત્રકારની પાસે તેની કન્યા માટે મારું લઈને મેકલ્યા. સચિવે ચિત્રકાર પાસે જઈને રાજાના માટે તેની કન્યા કનકમંજરીની યાચના કરી. મંત્રીની માગણી સાંભળીને ચિત્રકારે કહ્યું, હે મંત્રિવર ! મારી પુત્રીની સાથે રાજા વિવાહીક સંબંધ કરવા માગે છે. એ મારું સૌભાગ્ય છે. પરંતુ આપે એ જાણવું જોઈએ કે, હું એક નિર્ધન વ્યક્તિ છું. આ કારણે હું વિવાહને ઉત્સવ અને રાજાને સત્કાર કઈ રીતે કરી શકું? આજકાલ તે નિધનોની ઉદરપૂર્તિ પણ ઘણી કઠિનતાથી થાય છે. આ સાંભળીને મંત્રીએ તમામ વાત આવીને રાજાને કહી. રાજાએ ચિત્રકારનું ઘર ધન ધાન્ય અને સુવર્ણ આદિથી ભરાવી દીધું. જેની તેને ત્યાં કમીના હતી તે સઘળી વસ્તુઓ રાજાએ તેને ત્યાં પહોંચાડી દીધી. કોઈ પણ વસ્તુની તેને ત્યાં કમીના ન રહી. પછી બાકી શું હતું? ચિત્રકારે આથી પ્રસન્ન બનીને કનકમંજરીની સાથે વિવાહ કરીને રાજાએ તેના માટે અલગ મહેલ તથા દાસ દાસી આદિને પ્રબંધ કરી દીધો. જે દિવસે રાજા જીતશત્રુ કનકમંજરીને પરણને પિતાને ત્યાં લઈ આવેલ એ દિવસે રાજના શયનગૃહમાં જવાનો તેને વારે હતે. પિતાની મદનિકા નામની દાસીને તેણે પહેલેથી જ કહી રાખેલ હતું કે હે સખી ! જે સમયે રાજા સુઈ જાય તે સમયે તું કથા કહેવા માટે મને ઉત્સાહિત બનાવજે. દાસીએ એની વાતને સ્વીકાર કર્યો. કાનમંજરીના પહોંચતાં રાજ પણ શયનગૃહમાં પહોંચી ગયે, કનકમંજરીએ ઉઠીને રાજાને સત્કાર કર્યો. રાજા આવીને ત્યારે તે પિતાનાં પલંગ ઉપર સુઈ ગયા તે વખતે મદનિકાએ કનકમંજરીને કહ્યું, સ્વામિની ! કૌતુક ઉપજાવે તેવી કઈ કથા કહો, તેની વાત સાંભળીને કનકમંજરી બેલી, રાજાને સુઈ જવાદે, એ પછી કહીશ. રાજાએ આ વાત સાંભળી એટલે વિચાર કર્યો કનકમંજરીની વચન ચાતુરી તે ઘણી જ સારી માલુમ પડે છે. જે એનાં વચનને એક વખત સાંભળી લે છે એને દ્રાક્ષ પણ મીઠી લાગતી નથીઆ કારણે એ જે વાત કહેવા માગે છે તેને જરૂરથી સાંભળવા જોઈએ. આ વિચાર કરી રાજા સુવાનું બહાનું કરીને ગુપચુપ પલંગમાં પડી રહ્યા. જ્યારે મદનિકાએ રાજા સુઈ ગયા છે તેવું જાણ્યું ત્યારે કનકમંજરીને કહ્યું. દેવી ! રાજાજી સુઈ ગયા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
૧૧૪