________________
તે સિદ્ધ પુરુષે તેને કામકુંભ આપી દીધો. કામકુંભ હાથમાં આવવાથી તે દરિદ્રીને ખૂબ હર્ષ થયે. તેને લઈને તે ત્યાંથી એકદમ ઉતાવળે પગલે પિતાને ઘેર પાછો આવ્યો. હવે તે દરિદ્રીએ તે કુંભના પ્રભાવથી મનમાન્યાં મકાન વગેરે તૈયાર કરી લઈ તેની અંદર પિતાના ઈષ્ટ બંધુ. મિત્ર સાથે રહેવા લાગ્યો. ઈચ્છા અનુસાર ખૂબ સુખ લેગવવા લાગી ગયે. તેના ભાઈઓ પણ તે સુખથી આકર્ષાઈ પિતપતાની ખેતી આદિ તેમનાં કાર્યો તથા પશુપાલન વગેરેનો ભાર છોડીને તેના વશમાં થઈ ગયા. કારણ કે, ખેતી આદિ કાર્યોમાં તેમને ખૂબ કષ્ટ ભોગવવાં પડતાં હતાં કામકુંભથી પ્રાપ્ત થયેલ સુખને ભેગવવામાં તે કઈ પણ પ્રકારને પરિશ્રમ પડતો ન હતો. અને તે સ્વાધિન જ હતું. આ પ્રમાણે કોઈ પ્રકારની સારવાર કે દેખભાળના અભાવથી દરિદ્રી તથા તેના ભાઈઓની અગાઉની ગાય વગેરે પશુધન તથા સઘળી સંપત્તિ નાશ પામી ગઈ.
એક સમયની વાત છે કે તેને “હું મારા ભાઈઓ સહિત ખૂબ આનંદ જોગવી રહ્યો છું” એમ જાણીને ઘણે હર્ષ થયા. તેના આવેગમાં તેણે મદિરાનું સેવન પણ કર્યું અને તે કામકુંભને પોતાના માથા ઉપર લઈને નાચવા લાગ્યો. મદિરાનો નશે જ્યારે તેને બરાબર ચડે, ત્યારે નાચતાં નાચતાં તે કામકુંભ તેના માથા ઉપરથી ધડાક કરતે જમીન ઉપર પડી ગયા. અને પડતાંની સાથે જ તેના ટુકડે ટુકડા થઈ ગયા. પછી શું? કુંભને નાશ થતાં તેના પ્રભાવથી મળેલી ધન, ભવન, આદિ સમસ્ત આનંદના સાધનરૂપ સામગ્રી પણ અદૃષ્ય બની ગઈ. આ પ્રમાણે કુંભના પ્રભાવથી ઉત્પન્ન થયેલી સંપત્તિથી તથા થેડીક પૂર્વની પિતાની સંપત્તિથી રહિત થઈને તે સઘળા બીજાના દાસ બનીને મહાન કથ્થાને અનુભવ કરવા લાગ્યા.
સમજવાની વાત છે કે, જે એ દરિદ્વીએ પહેલેથી જ કામકુંભને ઉત્પન્ન કરવાવાળી વિદ્યા શીખી લીધી હતી તે તે કુંભને નાશ થતાં તેના જેવા બીજા કરભને તે વિદ્યાના પ્રભાવથી બનાવી લેન, અને પોતે જેને તે સુખી બની રહેત. પરંતુ વિદ્યાના અભાવથી તે પ્રકારના કુંભની રચના કરવામાં સર્વથા અસમર્થ બનવાથી તે દરિદ્રીને દરિદ્ધી જ રહ્યો ને અતિ દુઃખી થઈ ગયે. જેવી રીતે પ્રમાદથી વિદ્યાને નહીં ગ્રહણ કરવાવાળા તે દરિદ્વીએ દુઃખ ભોગવ્યું તેજ પ્રમાણે અન્ય પ્રાણી પણ એક સમ્યગ્રજ્ઞાન વિના રાત અને દિવસ દુખ ભોગવે છે. એ આ કથાને સારાંશ છે. છે ૧છે
છે આ રીતે વિદ્યાથી રહિતતાને લીધે દરિદ્રનું દષ્ટાંત સંપૂર્ણ થયું
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૨